તલાટીની પરીક્ષાની તારીખ જાહેર, પણ આ બાબતમાં અટવાયું પંચાયત સેવા પસંદગી મંડળ

Talati Exam Date : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ ચેરમેન હસમુખ પટેલે આજે જુનિયર ક્લાર્કની પરીક્ષાની સાથે તલાટીની પરીક્ષા અંગે મોટા અપડેટ આપ્યા

તલાટીની પરીક્ષાની તારીખ જાહેર, પણ આ બાબતમાં અટવાયું પંચાયત સેવા પસંદગી મંડળ

Talati Exam Date : તલાટીની પરીક્ષાના આયોજન સામે સવાલ... પૂરતા પરીક્ષા કેન્દ્રો ન મળતા તલાટીની પરીક્ષા સામે અનિશ્વતતા... 30મી એપ્રિલે યોજાવાની છે તલાટીની પરીક્ષા... 4 લાખ ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવાની બાકી... શાળા સંચાલકોની નારાજગીનો ઉકેલ લાવશે સરકાર? જો પૂરતા પરીક્ષા કેન્દ્ર નહીં મળે તો પરીક્ષા મોકૂફ થઈ શકે

Talati Exam Date : ગૌણ સેવા પસંદગી મંડળને જુનિયર ક્લાર્કની પરીક્ષાના આયોજન માટે તો અત્યાર સુધી કોઈ સમસ્યા નથી નડી, પણ 30મી એપ્રિલે યોજાનાર તલાટીની પરીક્ષા યોજવી મંડળ માટે મોટો પડકાર બની રહ્યું છે. મંડળને પરીક્ષા યોજવા માટે શાળાઓ નથી મળી રહી. આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળ અને શાળા સંચાલકો વચ્ચે એક રીતે સમન્વયનો અભાવ જોવા મળ્યો છે, જેને જોતાં તલાટીની પરીક્ષાના આયોજન સામે હાલ તો પ્રશ્નાર્થ ઉભો થયો છે.

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન સામે હાલમાં પેપર લીક થવાનો ડર સૌથી મોટો પડકાર છે. જો કે પેપર લીક વિરોધી કાયદો અમલમાં આવ્યા બાદ તંત્રને આ મોરચે રાહત થઈ છે. જો કે આ દરમિયાન વધુ એક પડકાર ઉભો થયો છે. 30મી એપ્રિલે પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની પરીક્ષા યોજવાનું છે, જો કે આ માટે હજુ મંડળને પૂરતા પરીક્ષા કેન્દ્રો નથી મળ્યા. પરીક્ષાના  ત્રણ સપ્તાહ પહેલા 4 લાખથી વધુ ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા નથી થઈ શકી.

— Hasmukh Patel (@Hasmukhpatelips) March 23, 2023

તલાટીની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો ન મળવા પાછળનું કારણ ગૌણ સેવા પસંદગી મંડળ અને શાળા સંચાલક મહામંડળ વચ્ચેની મડાગાંઠ છે. બંને પક્ષ વચ્ચે પરીક્ષાના આયોજન માટેના ખર્ચ પર પેચ ફસાયો છે. શાળા સંચાલક મહામંડળનું કહેવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજતા મંડળો પરીક્ષાના આયોજનમાં થતો ખર્ચ શાળાઓને નથી ચૂકવતા. પરીક્ષા કેન્દ્ર માટે શાળાની ઈમારત મેળવવા શાળાઓ સાથે કોઈ સત્તાવાર પત્રવ્યવહાર પણ કરવામાં નથી આવતો. તો સામે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષે કાયદાકીય ફરજિયાતપણાનો ઉપયોગ કરવાની પણ સ્પષ્ટતા કરી છે.

શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલનુ કહેવું છે કે, શાળાઓને પરીક્ષા યોજવાનો ખર્ચ નથી ચૂકવાતો. તો હસમુખ પટેલનું કહેવુ છે કે,  કલેક્ટર શાળા-કોલેજોને આદેશ કરી શકે છે

ગૌણ સેવા પસંદગી મંડળ અને શાળા સંચાલક મહામંડળ વચ્ચેના ટકરાવને કારણે હવે તલાટીની પરીક્ષાના આયોજન સામે સવાલ ઉભો થયો છે. મંડળ 30 એપ્રિલે પરીક્ષાનું આયોજન કરવા માગે છે, પણ સવાલ એ છે કે 4 લાખ ઉમેદવારો માટે બે દિવસમાં બેઠક વ્યવસ્થા કેવી રીતે કરાશે. પરીક્ષાના આયોજનનો આધાર હવે પરીક્ષા કેન્દ્ર મળવા પર જ છે.

આવામાં તલાટીની પરીક્ષા યોજાશે કે કેમ તે હવે બે દિવસમાં નક્કી થઈ જશે. ત્યાં સુધી તો પરીક્ષામાં ઉમેદવારી નોંધાવનારા 17 લાખ જેટલા ઉમેદવારોના જીવ અદ્ધર રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news