રાજકોટ : કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ભાજપના કે.પી.પાદદરિયા ચેરમેને ચૂંટાયા
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ ફરીથી વિવાદમા આવી છે. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના નવા ચેરમેન પદે કે.પી.પાદરિયાની નિમણૂંક કરાઈ છે. કે.પી પાદરિયા રાજકોટ ભાજપના આગેવાન છે અને કે.પી પાદરિયા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. કોંગ્રેસમાંથી ભાજપ ગયેલા સભ્યોએ કે.પી પાદરિયાને ટેકો આપ્યો. ત્યારે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ભાજપના સદસ્ય ચેરમેન બનતા વિવિધ પ્રકારની ચર્ચાઓ ઉઠી હતી.
Trending Photos
હનીફ ખોખર/રાજકોટ :રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ ફરીથી વિવાદમા આવી છે. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના નવા ચેરમેન પદે કે.પી.પાદરિયાની નિમણૂંક કરાઈ છે. કે.પી પાદરિયા રાજકોટ ભાજપના આગેવાન છે અને કે.પી પાદરિયા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. કોંગ્રેસમાંથી ભાજપ ગયેલા સભ્યોએ કે.પી પાદરિયાને ટેકો આપ્યો. ત્યારે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ભાજપના સદસ્ય ચેરમેન બનતા વિવિધ પ્રકારની ચર્ચાઓ ઉઠી હતી.
સુરતમાં લાવવામાં આવી ટર્કીશ ડુંગળી, ભારતીય ડુંગળી કરતા વેચાઈ રહી છે સસ્તી
એસીબીનો કેસ થયો હોવા છતાં ભાજપના ચાર હાથ હોવાથી કે.પી પાદરિયા કારોબારી ચેરમેન બન્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતની આજે ખાસ કારોબારી બેઠક મળી હતી. જેમાં કારોબારી અધ્યક્ષની ચૂંટણી મળી હતી. સંપૂર્ણ પણે કોંગ્રેસના હાથમાં જિલ્લા પંચાયત હોવા છતાં આ વિવાદ ચાલી રહ્યો હતો. કોંગ્રેસના નારાજ સભ્યો દ્વારા કારોબારી અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકતા રાજીનામુ આપ્યું હતું. કે.પી.પદરિયા દાવેદારી નોંધાવી હતી. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના નવા ચેરમેન પદે કે.પી.પાદરિયાની નિમણૂંક કરાઈ હતી. કે.પી.પાદરિયા બિનહરીફ ચૂંટાયા હતા.
ચૂંટાયા બાદ કે.પી. પાદરિયાએ જણાવ્યું કે કોર્ટ મને ગુનેગાર સાબિત કરશે ત્યાં સુધી મારા હોદ્દા પર કોઈ પણ પ્રકારનો ખતરો નથી. મારા પર એસીબીનો કેસ રાજકીય કિન્નાખોરી રાખી અને કરવામાં આવ્યો હતો. કોર્ટમાં કેસ ચાલે છે ત્યાં સુધી કારોબારી ચેરમેનના પદને કઈ તકલીફ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે