વિજય સરઘસમાં ફાયરિંગનો આવો Video તમે કદી નહીં જોયો હોય, ગુજરાતની આ ઘટનાએ ભારે કરી!

ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિજય સરઘસમાં ફાયરિંગના વિડિઓ વાઇરલ થતા ચકચાર મચ્યો છે. ત્યારે ભાજપના સ્થાનિક આગેવાનો અને નેતાઓ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

વિજય સરઘસમાં ફાયરિંગનો આવો Video તમે કદી નહીં જોયો હોય, ગુજરાતની આ ઘટનાએ ભારે કરી!

મયુર સંઘવી/સુરેન્દ્રનગર: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જઇ રહી છે. તાજેતરમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં સરઘસમાં ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક સ્થાનિક નેતાએ હવામાં ફાયરિંગ કર્યું છે. આ વીડિયો વાઇરલ થતાં પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિજય સરઘસમાં ફાયરિંગના વિડિઓ વાઇરલ થતા ચકચાર મચ્યો છે. ત્યારે ભાજપના સ્થાનિક આગેવાનો અને નેતાઓ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તેમની પાસે 30થી વધુ ગોળીઓ હોવાનું પણ વીડિયોમાં દેખાઈ રહ્યું છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં વાઇરલ થયેલા ફાયરિંગના વીડિયો મુદ્દે પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને તપાસના આદેશ આપ્યા છે. જેથી તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું છે કે વાઇરલ વીડિયોમાં ફાયરિંગ કરનારાની તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસે ફુલેકામાં ફાયરિંગ કરાયા હોવાની પોલીસે જાણકારી આપી છે. 

ટેલીફોનિક વાતમાં નાયબ પોલીસ વડા ચેતન મૂંધવાએ સમગ્ર ઘટનાની વિગત આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વાઈરલ વિડિઓમાં  ફાયરિંગ કરનાર ચોટીલા તાલુકાના ભાજપના નેતાઓ પર પોલીસ કાર્યવાહી કરશે. 3 લોકો વાઇરલ વીડિયોમાં ફાયરિંગ કરતા નજરે પડી રહ્યા છે. જેમાં તેઓ મજલોડ બંધુક, પિસ્તોલ અને આધુનિક હથિયાર સાથે વાઇરલ વીડિયોમાં ફાયરિંગ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ ફાયરિંગ મારામારીના બનાવો સતત વધી રહ્યા છે ગ્રામીણ વિસ્તારમાં ખાસ કરીને ફાયરિંગના બનાવો અવાર-નવાર બનતા હોવાના સવાલો સામે આવ્યા છે જેને લઇને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પણ સવાલો ઉભા થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news