Sidhu Moose wala Murder:મુસેવાલાની હત્યા બાદ આરોપી શૂટરોએ ગુજરાતના મુંદ્રા પોર્ટ પર કરી હતી પાર્ટી

Sidhu Moosewala: સિદ્ધુ મૂસેવાલાના હત્યારાઓએ હત્યા બાદ ગુજરાતમાં મુંદ્રા પોર્ટ પર પાર્ટી કરી હતી. તે પહેલાં કારમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો.

Sidhu Moose wala Murder:મુસેવાલાની હત્યા બાદ આરોપી શૂટરોએ ગુજરાતના મુંદ્રા પોર્ટ પર કરી હતી પાર્ટી

ઝી ન્યૂઝ/કચ્છ: પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ ગામમાં શોકનો માહોલ હતો. ત્યારે તેના હત્યારાઓ મોતનો જશ્ન મનાવી રહ્યા હતા. સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ આરોપી શૂટરોએ ગુજરાતના મુદ્રામાં દરિયા કિનારે મોતનો જશ્ન મનાવ્યો હતો. આ દરમિયાન શૂટરોએ અહીં ફોટોશૂટ પણ કરાવ્યું હતું. હાલ શૂટરના ફોટો સેશનની એક તસવીર મળી છે, જેમાં આ વાતનો ખુલાસો થયો છે.

સિદ્ધુ મૂસેવાલાના હત્યારાઓએ હત્યા બાદ ગુજરાતમાં મુંદ્રા પોર્ટ પર પાર્ટી કરી હતી. તે પહેલાં કારમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. એટલું જ નહીં, આરોપીઓએ લાંબો સમય રહેવા મુન્દ્રાના બારોઈ પાસેના ખારીમીઠી વિસ્તારમાં એક મકાન પણ ભાડે રાખ્યું હતું. કચ્છના મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી હત્યારાઓ ઝડપાયા હતા. પંજાબી ગાયક મૂસેવાલાની હત્યાકાંડમાં સામેલ 5 શાર્પશૂટરે ઘટનાને અંજામ આપી પાર્ટી કરી હતી.

આ તસવીર પરથી જાણવા મળ્યું છે કે સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ તમામ શૂટર્સ સીધા જ ગુજરાતના મુદ્રા પોર્ટ પર ગયા હતા, જ્યાં બધાએ મિશન પૂર્ણ થવાની ઉજવણી કરી હતી. એટલું જ નહીં આરોપીએ દરિયા કિનારે ફોટો સેશન પણ કરાવ્યું હતું. આ દરમિયાન પોલીસ દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાનમાં તેમની શોધમાં સતત દરોડા પાડી રહી હતી.

તમને જણાવી દઈએ કે આ ફોટોમાં અંકિત, દીપક મુંડી (ફરાર), સચિન, પ્રિયવ્રતા ફૌજી, કપિલ પંડિત અને કશિશ ઉર્ફે કુલદીપ લાલ ચેક શર્ટમાં હાજર છે. જેમાં કપિલ પંડિત અને સચિને શૂટરોને પંજાબમાંથી ભાગી જવા અને હત્યા બાદ છુપાઈ જવા મદદ કરી હતી.

તાજેતરમાં જ માણસા પોલીસે મૂસેવાલા હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 20થી વધુ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના માસ્ટરમાઈન્ડ સચિન બિશ્નોઈની અઝરબૈજાનમાં ધરપકડ કરવામાં આવી છે, જેને પંજાબ પોલીસ આગામી 15 દિવસમાં ભારત મોકલી શકે છે. તમને જણાવી દઈએ કે 29 મે 2022ની સાંજે પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news