આનંદો! ગુજરાતમાં ધોરણ 9-11ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, જાણો વિદ્યાર્થીઓને કેટલો થશે લાભ?
નવી શિક્ષા નીતિ અંતર્ગત ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર કર્યા છે. ધોરણ 9 અને ધોરણ 11 માં હાલ વર્ણાત્મકપ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ પ્રશ્નના જનરલ વિકલ્પ અપાશે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. નવી શિક્ષા નીતિ અંતર્ગત ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર કર્યા છે. ધોરણ 9 અને ધોરણ 11 માં હાલ વર્ણાત્મકપ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ પ્રશ્નના જનરલ વિકલ્પ અપાશે.
હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર પણ ૨૦ ટકાની જગ્યાએ 30 ટકા કરવામાં આવ્યો છે. વર્ણાત્મક પ્રશ્નોનો ગુણભાર 80%ની જગ્યાએ 70% કરવામાં આવ્યો છે. હેતુલક્ષી પ્રશ્નો નો ગુણભારમાં વધારો થતા વિદ્યાર્થીઓને સરળતા રહેશે. આ ઉપરાંત વણાત્મક પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવામાં આવતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરાયેલા ફેરફારોનો પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને મોકલાવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે