શિક્ષણ વિભાગ

ખાનગી શાળાઓએ સીધેસીધુ કહી દીધું, ‘10 થી 100% ફી માફ કરીશું, પણ માત્ર ગરીબ વિદ્યાર્થીઓની...’

સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓની 25% ફી માફ કરવાની માંગ ખાનગી શાળા સંચાલકોએ ફગાવી

Aug 21, 2020, 03:29 PM IST

રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2020ની જાહેરાત, આ વર્ષે 44 શિક્ષકોને મળશે સન્માન

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તો આ વર્ષે આ એવોર્ડ મેળવનારા શિક્ષકોની યાદી રાજ્ય સરકારે જાહેર કરી દીધી છે.
 

Aug 13, 2020, 04:34 PM IST

શિક્ષણ વિભાગની સ્પષ્ટતા, રાજ્યની તમામ યુનિવર્સિટી 30 સપ્ટેમ્બર સુધી પરીક્ષાઓ પૂર્ણ કરે

ગુજરાતભરની અનેક યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષા લેવાની હજી બાકી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આજે આ મામલે મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે 

Aug 12, 2020, 01:26 PM IST

ફીના સરકારી ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો

ખાનગી શાળાની ફી મુદ્દેના સરકારના ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. ખાનગી શાળાઓ દ્વારા સરકારના 16.07.20ના રોજના ઠરાવ સામે હાઈકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઇકોર્ટેમાં અરજદારે રજૂઆત કરી કે, રાજ્ય સરકારને આ ઠરાવ બહાર પાડવાની સત્તા નથી. અરજદાર રાજ્યભરમાં ખાનગી શાળાઓમાં 16 લાખ કર્મચારીઓ રોજગારી મેળવી રહ્યા છે. તેથી પીએમ આત્મનિર્ભર યોજના હેઠળ આ લોકો માટે સરકાર કોઈ પેકેજ આપે. 10 એપ્રિલથી સરકાર સાથે ફીના મુદ્દા પર ખાનગી શાળાઓની ચર્ચા ચાલી રહી છે. ખાનગી શાળાઓએ સરકારને વચન આપ્યું હતુ કે, તેઓ ફી વધારશે. આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરાશે. 

Jul 25, 2020, 12:13 PM IST

શિક્ષણના ઉચ્ચ અધિકારીઓની બેઠક, સરકારે શાળાઓ શરૂ કરવા માટે 3 વિકલ્પ નક્કી કર્યા

સરકારે  શાળાઓ શરૂ કરવા માટે 3 વિકલ્પ નક્કી કર્યા કર્યાં છે. અભ્યાસક્રમ, જાહેર રજા, પરીક્ષા બાબતે પ્લાન તૈયાર કરવા માટે શિક્ષણમંત્રી ચુડાસમાએ સૂચના આપી છે. 

Jul 23, 2020, 07:28 PM IST

શાળાઓ ઓનલાઈન શિક્ષણ બંધ કરશે તો શિક્ષણ વિભાગ ઓનલાઈન ભણાવવા તૈયાર : શિક્ષણમંત્રી

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં રાજ્યમાં જે રીતના કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં શાળાઓ શરૂ કરવી કે નહીં કરવી તેના ઉપર પણ હજી સુધી પ્રશ્નાર્થ છે પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આજે એક મહત્વની બેઠક યોજી હતી. 

Jul 23, 2020, 06:52 PM IST

ગ્રેડ પે મુદ્દે કેટલાક બની બેઠેલા નેતાઓ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે: નીતિન પટેલ

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે અને અમે કર્મચારીઓને સાથે લઇ આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ, શહેરી વિભાગ આમ સરકારના અનેક વિભાગો મુખ્યમંત્રીના નેતૃત્વમાં કામગીરી કરી રહ્યાં છે

Jul 22, 2020, 05:22 PM IST

હાલ 3 મહિના સુધી વાલીઓ ફી નહીં ભરે તો ચાલશે, પણ સપ્ટેમ્બરમાં તમામ ફી ભરવી પડશેઃ શિક્ષણમંત્રી

કોરોના સંકટના કારણે શાળાઓ હજુ પણ બંધ છે. ત્યારે સરકાર દ્વારા શાળાઓને ફી લેવાની મનાઈ કરાઇ છે. તેમ છતાં વાલીઓ પર ખાનગી શાળાઓ ફી માટે દબાણ કરી રહી છે. ત્યારે આ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધક્ષતામાં શિક્ષણ વિભાગની બેઠક યોજાઇ હતી.

Jun 14, 2020, 01:19 AM IST

વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત, રાજ્યમાં યુનિવર્સિટીની પરીક્ષાઓ 25 જૂનથી લેવાશે

લોકડાઉનમાં અટકી પડેલી શૈક્ષણિક પ્રવૃત્તિને ફરીથી કાર્યરત કરવા મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં યુનિવર્સિટીની પરીક્ષાઓ 25 જૂનથી શરૂ કરવામાં આવશે. ugcની ગાઈડલાઈન પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો છે. યુજીસીની ગાઈલાઈન અનુસાર, યુજીસીની ટર્મિનલ ફાઇનલ સેમિસ્ટર વર્ષ અને અન્ય પરીક્ષાઓ પણ  25 જૂન, 2020 થી શરૂ થશે. યુનિવર્સિટીઓની પરીક્ષા અને આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ અંગે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય લેવાયો છે. સાથે જ કહેવાયું છે કે, પરીક્ષાનો સમયગાળો બે કલાકનો રહેશે અને જરૂર જણાય ત્યાં મલ્ટીપલ શિફ્ટમા પરીક્ષા લેવામાં આવશે. કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન શક્ય બને તેમ ન હોય તો તે સંજોગોમાં ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર બે બે, ચાર, છ ના વિદ્યાર્થીઓ માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને બાકીના 50% ગુણ પ્રિવીયસ સેમેસ્ટરના ગુણના આધારે આપવાના રહેશે. જેને મેરિટ લિસ્ટ તરીકે ઓળખવામાં આવશે.

May 24, 2020, 06:58 PM IST

ગુણ ચકાસણી અને અવલોકન કરાવવા માગતા ધો-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર

ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓએ ગુણ ચકાસણી, અવલોકન તથા ઓએમઆર સીટની નકલ મેળવવા માટે અરજી કરવાની રહેશે.

May 20, 2020, 08:49 PM IST

શિક્ષણ વિભાગની મહત્વની જાહેરાત, સરકારી-ખાનગી યુનિવર્સિટીમાં ફરજિયાત પરીક્ષા લેવાશે

રાજ્યમાં સરકારી અને ખાનગી તમામ યુનિવર્સિટીમાં ફરજિયાત પરીક્ષા (Exam) લેવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે. રાજ્યની નિવર્સિટીમાં પરીક્ષા લેવા અંગેની માર્ગદર્શિકા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. ગાંધીનગરમાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા કરેલી ભલામણોને આધારે આ નિર્ણય લેવાયો છે.  રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા રાજ્યના તમામ યુનિવર્સિટી પાસેથી પરીક્ષા આવા સંજોગોમાં કેવી રીતે લેવી તેના સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. 

Apr 21, 2020, 03:44 PM IST

સ્વનિર્ભર કોલેજો-યુનિવર્સર્ટીઓ ફી મામલે શિક્ષણ વિભાગની વધુ એક જાહેરાત

કોરોનાની મહામારીને કારણે જનજીવન વેરવિખેર થઈ ગયું છે. આવામાં સરકાર દ્વારા લોકોની મુશ્કેલીઓ ઓછી થાય તેવા સતત પ્રયાસો થઈ રહ્યાં છે. હાલ અનેક વાલીઓને તેમના સંતાનોના શિક્ષણની ચિંતા સતાવી રહી છે. ત્યારે સ્કૂલોમાં ફી વધારો નહિ થાય તે બાદ ગુજરાતના શિક્ષણ વિભાગે વધુ એક જાહેરાત કરાઈ છે. 

Apr 21, 2020, 08:28 AM IST

વીરપુર બાદ ગોંડલથી બોર્ડની ઉત્તરવહી રેઢી મળી, આને ભૂલ કહેવાય કે બેદરકારી

બોર્ડના અધિકારીઓના છબરડાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો. બોર્ડની મહાબેદરકારી સામે આવી છે. વીરપુરની જેમ ગોંડલ પાસે ધોરણ 10 અને 12ની ઉત્તરવહી રેઢી મળી આવી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પાસે આવેલ શીતલા માતાજીના મંદિર પાસેથી મોટી માત્રામાં ઉત્તરવહી મળી આવી છે. ગોંડલમાંથી પણ ત્રણ થેલા ભરીને ઉત્તરવહી મળી આવી છે. હાઇબોન્ડ સિમેન્ટના ડ્રાઇવરનું ધ્યાન રસ્તે રઝળતી આ ઉત્તરવહી પર ગયું હતું, અને વિદ્યાર્થીઓનુ ભાવિ ના બગડે તેથી તાત્કાલિક જાણ કરી હતી. આમ, બે બે સ્થળેથી ઉત્તરવહી મળે તો તેને ભૂલ કહેવાય કે બેદરકારી. 

Mar 18, 2020, 12:06 PM IST

આવતીકાલનું ભવિષ્ય રસ્તા પર... ઉત્તરવહીના સૌથી પહેલા ઝી 24 કલાકના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ દોડતું થયું

ભારતમાં વિદ્યાર્થીઓનું ભાવિ હંમેશા ધૂધળું હોય છે, જેથી વર્ષેદહાડે અનેક વિદ્યાર્થીઓ વિદેશની વાટ પકડે છે. આવામાં વધુ એકવાર વિદ્યાર્થીઓનું ભાવિ રસ્તે રઝળતુ મળી આવ્યું છે. વીરપુરની જીતપુર ચોકડી પાસેના રોડ પર આ વર્ષની બોર્ડની ધોરણ 10 અને 12ના પરીક્ષાની ઉત્તરવહી મળી આવી છે. પરીક્ષા બોર્ડના ચેરમેને પણ સ્વીકાર્યું કે ગાડીમાંથી ત્રણ પોટલા પડી ગયા હતા. ત્યારે આ ઘટના શિક્ષણ વિભાગ પર અનેક સવાલો ઉભા કરી રહ્યાં છે. અધિકારીઓ પોતાના બચામાં કહી રહ્યાં છે કે, ઉત્તરવહીને કંઈ નુકસાન થયું નથી. પરંતુ રસ્તા પરથી મહેલી ઉત્તરવહીને જોઈને સ્પષ્ટ કહી શકાય કે તે ફાટેલી છે. એક એક પાના અલગ પડેલા છે. તો ક્યાંક કાગળના ટુકડા થયેલા પણ જોવા મળી રહ્યાં છે. 

Mar 18, 2020, 10:33 AM IST

શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, વીરપુરમાં રસ્તા પરથી મળી બોર્ડના વિદ્યાર્થીઓએ આપેલી ઉત્તરવહી

હાલ રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાઓ પૂરી થવાની તૈયારીમાં છે. રાજ્યભરના વિદ્યાર્થીઓ હાલ બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્રના વીરપુર પાસેના ઓવરબ્રિજ પર બોર્ડની પરીક્ષાની લખાયેલી ઉત્તરવહીઓ મળી આવી છે. આ ઉત્તરવહી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની છે. આ ઉત્તરવહીઓ આ મહેસાણાની હોવાનું સામે આવ્યં છે. ત્યારે કેવી રીતે શિક્ષણ વિભાગના અધિકારીઓ, જેઓને ઉત્તરવહી સલામત સ્થળે પહોંચાડવાની જવાબદારી આપવામાં આવી છે તેઓ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરે છે તે જોવા મળ્યું છે.  

Mar 18, 2020, 09:32 AM IST
Checking_to_catch_fake_teachers_in_Porbandar_1 PT2M7S

પોરબંદર : નકલી શિક્ષકોને ઝડપી પાડવા શિક્ષણ વિભાગની કાર્યવાહી...

પોરબંદર : નકલી શિક્ષકોને ઝડપી પાડવા શિક્ષણ વિભાગની કાર્યવાહી...

Mar 14, 2020, 08:20 PM IST
Mehsana Strict action against teachers PT40S

મહેસાણા: ફતેહપુરાનાં ગુલ્લીબાજ શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી...

મહેસાણા: ફતેહપુરાનાં ગુલ્લીબાજ શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાનાં તમામ શિક્ષકો પર સંજ્ઞાન સાધવામાં આવ્યું છે.

Mar 1, 2020, 11:20 PM IST

બોર્ડની પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ અટકાવવા શિક્ષણ વિભાગે બનાવી ખાસ એપ્લિકેશન

5 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ (board exam) શરૂ થઈ રહી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ગેરરીતિ અટકાવવા માટે વિશેષ એપ્લિકેશન (Application) તૈયાર કરવામાં આવી છે. 'પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન' નામથી તૈયાર કરાયેલી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી શિક્ષણ વિભાગ પરીક્ષાના સીલ બંધ કવર તેમજ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા પર સીધી નજર રાખવાનો પ્રયાસ કરશે. 'પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન' તમામ પરીક્ષા કેન્દ્રના સ્થળ નિરીક્ષકોએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવાનો રહેશે.

Feb 27, 2020, 02:04 PM IST
Change In Gujarat Education PT8M25S

વડોદરા: રાજ્ય સરકારનો શિક્ષણ ક્ષેત્ર વધુ એક મોટો નિર્ણય

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી નવા શૈક્ષણિક વર્ષથી રાજ્યભરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ 3થી 12ની પરીક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે. તમામ શાળાઓમાં લેવાતી છ માસિક પરીક્ષા પણ માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવશે.

Feb 13, 2020, 05:55 PM IST