વાવાઝોડાથી પ્રભાવિત આ વિસ્તારોનું મુખ્યમંત્રી આજે કરશે હવાઈ નિરીક્ષણ

મુખ્યમંત્રી સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરીને નુકસાનીનો અંદાજ મેળવશે તેમજ યુદ્ધના ધોરણે જનજીવન પૂર્વવત થાય તે માટે જરૂરી સૂચનાઓ- માર્ગદર્શન આપશે

Updated By: May 20, 2021, 12:04 AM IST
વાવાઝોડાથી પ્રભાવિત આ વિસ્તારોનું મુખ્યમંત્રી આજે કરશે હવાઈ નિરીક્ષણ

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે તા. 20 મી મેના રોજ તૌકતે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી રૂપાણી સવારે 10.00 કલાકે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારના હવાઇ નિરીક્ષણ બાદ ત્રણેય તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત પણ કરશે.

આ દરમિયાન મુખ્યમંત્રી સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરીને નુકસાનીનો અંદાજ મેળવશે તેમજ યુદ્ધના ધોરણે જનજીવન પૂર્વવત થાય તે માટે જરૂરી સૂચનાઓ- માર્ગદર્શન આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube