cm rupani

ગુજરાતમાં દુષ્કાળ નહી પડે: મુરઝાઇ રહેલા ગુજરાત માટે સારા સમાચાર, ધોધમાર વરસાદ થશે

ગુજરાતમાં હાલ વરસાદની અછત છે. જેના કારણે રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે પણ હવે ચોમાસુ પોતાના અંતિમ તબક્કામાં હોવાનાં કારણે વરસાદની શક્યતા નહીવત્ત હોવાની વાત કરી છે. તેવામાં સ્થાનિક હવામાન વિદ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસુ હજી ગયું નથી. અને ટુંક જ સમયમાં વરસાદ આવશે. 

Aug 27, 2021, 09:38 PM IST
Sunday Special: 10 Mantras Of PM Modi In Amrut Mahotsav Of Independence PT9M3S
Sunday Special: Battle Of 2022 Will Be Fought Under The Leadership Of CM Rupani PT3M20S

આજે CM વિજય રૂપાણીનો જન્મદિવસ, રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે મુખ્યમંત્રી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસ છે. મુખ્યમંત્રી પોતાના જીવનના 65 વર્ષ પૂરા કરી 66માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. 
 

Aug 2, 2021, 07:15 AM IST

PM મોદીએ 1100 કરોડનાં પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ, અમિત શાહ, CM રૂપાણી, નીતિન પટેલ સહિતનાં નેતાઓ હાજર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે શુક્રવારે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 1100 કરોડના કામોનું લોકાર્પણ કરશે. પુન:નિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન તેમજ પંચતારક હોટલના લોકાર્પણ સાથે જ ગુજરાતને અનેકવિધ વિકાસ કામો (Naye Bharat Ka Naya Station) ની ભેટ આપી હતી. વડાપ્રધાને આજે 4 વાગ્યે ગાંધીનગરનાં અદ્યતન નવીનીકરણ અને કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશન (Gandhinagar Railway station) સહિત 8 જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. 

Jul 16, 2021, 04:36 PM IST

પાણીના મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા ખેડૂતો, ગાંધીનગર પોલીસે કરી અટકાયત

બનાસકાંઠાના ખેડૂતો (Farmer) આજે ગાંધીનગર સચિવાલય ખાતે આવી પહોંચ્યા હતા. બનાસકાંઠામાં પાણી (Water) અંગેની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી તેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે

Jul 5, 2021, 03:02 PM IST

રાજ્યના માછીમારોને આર્થિક રીતે સદ્ધર કરવા સરકાર કટિબદ્ધ: જવાહર ચાવડા

મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્યના માછીમારોને આર્થિક રીતે સહાયરૂપ થવા રાજ્ય સરકાર હરહંમેશ કટીબધ્ધ છે અને રહેશે. કુદરતી આપદાઓ સામે માછીમારો કે ખેડૂતોના પડખે રાજ્ય સરકાર ઉભી રહી છે

Jun 23, 2021, 07:25 PM IST

કેન્દ્રીય ગૃહમંત્રીની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ, અમિત શાહ આ કાર્યક્રમમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે અમિત શાહ સિન્ધુભવન વિસ્તારમાં (Sindhubhavan Area) વૃક્ષારોપણ (Plantation) કરશે

Jun 22, 2021, 09:26 AM IST

નિશુલ્ક રસીકરણની આજથી શરૂઆત, કોરોના સામેની લડાઈમાં ઐતિહાસિક નિર્ણય: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસીય ગુજરાતના પ્રવાસે (Gujarat Tour) છે. ત્યારે આજે સવારે તેઓએ બોડકદેવ (Bodakdev) અને રૂપાલ વેક્સીનેશન સેન્ટરની (Rupal Vaccination Center) મુલાકાત લીધી હતી

Jun 21, 2021, 03:55 PM IST

પાટણમાં માત્ર 15 દિવસમાં ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટ તૈયાર, CM રૂપાણીએ કર્યું લોકાર્પણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યુ હતું

Jun 15, 2021, 11:48 AM IST

લોકડાઉન કર્યાં વગર જ ગુજરાતમાં કોરોના પર આપણે સંપુર્ણ કાબુ મેળવ્યો: CM રૂપાણી

ગુજરાતમાં આપણે સંપૂર્ણ લોકડાઉનની પદ્ધતિ અન્ય રાજ્યોની જેમ અપનાવવી પડી નથી. લોકોના સહયોગ અને SMS સહિતની કોરોના ગાઇડલાઇન્સના રાજ્યમાં પાલન સાથે માત્ર ૩૬ શહેરોમાં મર્યાદિત નિયંત્રણો લાગુ કરીને આપણે કોરોના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો કરી શકયા છીએ. તે જ આપણી સફળતા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, કોવિડ-19 ની પહેલી લહેરમાં ગત વર્ષ સપ્ટેમ્બર-ર૦ર૦ની રપ મી તારીખ આસપાસ રોજના ૧૬૦૦ જેટલા કેસો રાજ્યમાં નોંધાતા હતા અને તે વધીને રપ મી નવેમ્બરે ૧૮૦૦-૧૯૦૦ થયા હતા તે રાજ્યમાં સૌથી વધુ કેસ એક દિવસમાં નોંધાયા હોય તેવો બીજો તબક્કો હતો. 

Jun 14, 2021, 05:59 PM IST

રાજ્ય સરકારનો એક્શન પ્લાન તૈયાર, કોરોનાના ત્રીજા વેવ સામે આ રીતે કાર્ય કરશે સરકાર

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ અને કૈ. કૈલાસનાથન હાજર છે

Jun 14, 2021, 03:37 PM IST

રાજ્યના ઐતિહાસિક પાંચ સ્મારકોમાં રિસ્ટોરેશનના કામોની મુખ્યમંત્રીએ આપી મંજૂરી, જાણો કેટલો થશે ખર્ચ

રાજ્ય સરકારના પૂરાતત્વ અને સંગ્રહાલય નિયામક હસ્તકના આ રાજ્ય રક્ષિત સ્મારકોના જિર્ણોદ્ધાર તેમજ અન્ય માળખાકીય સવલતોના કામો આ રકમમાંથી હાથ ધરવામાં આવશે

Jun 4, 2021, 05:56 PM IST

હવે ગુજરાતમાં પણ બનશે બુર્જ ખલીફાને ટક્કર મારે તેવા બિલ્ડિંગો, CM રૂપાણીએ આપી મહત્વની મંજૂરી

રાજ્યમાં આભને આંબતા આઇકોનિક બિલ્ડીંગ સ્ટ્રકચરના નિર્માણનો માર્ગ વધુ સરળ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઇકોનિક બિલ્ડીંગ સ્ટ્રકચર નિર્માણ અંગેના જાહેરનામાને આખરી-ફાયનલ મંજૂરી આપી છે. કોરોના મહામારી- તાઉતે જેવા વિનાશક વાવાઝોડાની પરિસ્થિતીમાં સારવાર-શુશ્રુષા-બચાવ-રાહત-પૂનવર્સન કામગીરીમાં માર્ગદર્શન કરતા મુખ્યમંત્રીની આયોજન શહેરી વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 

May 25, 2021, 08:23 PM IST

GANDHINAGAR: રોજનાં 30 હજારનાં બદલે 1 લાખ યુવાનોને રસી અપાશે: CM રૂપાણીનો નિર્ણય

 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના રસીકરણ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં 10 શહેરોમાં હાલ ચાલી રહેલી 18 થી 44 વય જૂથના લોકોની રસીકરણ કામગીરીમાં રોજના 30 હજાર ડોઝ આપવામાં આવે છે તે વધારીને આવતીકાલ સોમવાર 24 મેથી એક અઠવાડિયા સુધી રોજના ૧ લાખ ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે.

May 23, 2021, 09:51 PM IST

વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે

May 22, 2021, 09:56 PM IST

રાજય સરકારનો મહત્વનો નિર્ણય, 17 જેટલા શિક્ષકોની તપાસ CID ક્રાઇમને સોપાઇ

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા શિક્ષકો માંદગી અંગેના બનાવટી તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જિલ્લા ફેરની બદલીની માંગણી કરી છે

May 22, 2021, 04:37 PM IST

વાવાઝોડાએ સતત 28 કલાક સુધી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોને ધમરોળ્યા: CM રૂપાણી

 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પર આવેલા તૌકતે વાવાઝોડાની આપદાના બીજા જ દિવસે ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવીને અને થયેલી તારાજીનું હવાઇ નિરીક્ષણ કરીને ગુજરાત પ્રત્યેની પોતાની ચિંતા, લાગણી અને પ્રેમ દર્શાવ્યા છે. તે માટે સમગ્ર ગુજરાતની જનતાજનાર્દન વતી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

May 19, 2021, 09:28 PM IST

વાવાઝોડાથી પ્રભાવિત આ વિસ્તારોનું મુખ્યમંત્રી આજે કરશે હવાઈ નિરીક્ષણ

મુખ્યમંત્રી સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરીને નુકસાનીનો અંદાજ મેળવશે તેમજ યુદ્ધના ધોરણે જનજીવન પૂર્વવત થાય તે માટે જરૂરી સૂચનાઓ- માર્ગદર્શન આપશે

May 19, 2021, 08:36 PM IST