local election

ચૂંટણીમા ભવ્ય જીત બાદ રૂપાણી દંપતી સજોડે મા અંબાના દ્વાર પર પહોંચ્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ આદ્યશકિત પીઠ ધામ અંબાજીની મુલાકાત લઈ માતાજીના ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન અંજલી રૂપાણી સાથે આજે રવિવારે સવારે કર્યા હતા. મુખ્યમંત્રીએ તાજેતરની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય વિજય બાદ લોકોની અપેક્ષા આકાંક્ષા પૂર્ણ કરવા વધુ જનહિત કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે સૌના મંગલની વાંછના પણ માં અંબાજી (ambaji) સમક્ષ શ્રદ્ધાપૂર્વક કરી હતી. 

Mar 7, 2021, 10:14 AM IST

કેજરીવાલે પોતાના કોર્પોરેટર્સને કહ્યું, કોઈ રજૂઆત કરવા આવે તો એક કપ ચા પીવડાવજો

 • આપના કેજરીવાલે સુરતના પોતાના નવા ચૂંટાયેલા ઉમેદવારોને સંબોધિત કર્યાં 
 • અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) ને નિહાળવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા

Feb 26, 2021, 01:43 PM IST

પાર્ટીના અસંતુષ્ટો પર સૌરભ પટેલનો પ્રહાર, ‘ટિકિટ ન મળી એટલે કોંગ્રેસી થયા, એ કેવી નીતિ’

 • ઉર્જા મંત્રી સૌરભ પટેલનો જાહેર સભામાં ભાજપના અસંતોષોનો ઉઘડો લેતો વીડિયો વાયરલ થયો
 • સૌરભ પટેલે જ્ઞાતિવાદનું રાજકારણ કરનારાઓ પર પણ પ્રહાર કર્યા હતા
 • સૌરભ પટેલે કહ્યું, કોઈ કહેતું હોય કે મને અન્યાય થયો છે, તો ચૂંટણી પછી ખુલ્લા મેદાનમાં ચર્ચા કરવા અમે તૈયાર છીએ

Feb 26, 2021, 12:03 PM IST

Election માં ભવ્ય સફળતા બાદ Kejriwal પહોંચ્યા સુરત, કાર્યકર્તાઓએ કર્યું સ્વાગત

 • આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત પહોંચ્યા
 • આજે સુરતમાં અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ શો યોજાશે, તો સાંજે 7 વાગ્યે જનસભા યોજાશે 

Feb 26, 2021, 10:18 AM IST

AMC માં કોંગ્રેસનું કાર્યાલય નાનુ કરીને ઔવેસીની પાર્ટીનું કાર્યાલય બનાવાશે

 • અસુદ્દીન ઔવેસીએ આજે અમદાવાદમાં AIMIM ના જીતેલા ઉમેદવાર સાથે મીટિંગ કરી
 • ચૂંટણીમાં AIMIM ના ઉમેદવાર વિજયી બનતા તેઓને કોર્પોરેશનમાં કાર્યાલય આપવામાં આવશે

Feb 25, 2021, 02:07 PM IST

ડાન્સરના દુપટ્ટામાં મોઢું નાંખી, કમરમાં હાથ ફેરવીને અશોક વાઢેરે કર્યો ડાન્સ, Video Viral

 • ભાવનગરના અપક્ષ ઉમેદવાર અશોક વાઢેર  ડાન્સરના દુપટ્ટામાં મોઢું નાંખીને, તેમની કમરમાં હાથ નાંખીને ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે. આ વીડિયો ચૂંટણી ટાંણે જ વાયરલ થયો છે

Feb 25, 2021, 10:22 AM IST

રાજકોટ મ્યુનિ. ચૂંટણી : કોરોનાગ્રસ્ત CM રૂપાણી રાજકોટમાં મતદાન કર્યા બાદ ફરી યુએન હોસ્પિટલમાં દાખલ થશે

રાજકોટમાં આજે મતદાનનો મહાદિવસ છે. આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન દિવસ છે. જોકે, રવિવારની રજા હોવાથી રંગીલા રાજકોટમાં ધીરે ધીરે મતદાન થઈ રહ્યું છે. સવારે 9 વાગ્યા સુધી રાજકોટમાં માત્ર 3.5 ટકા જ મતદાન નોંધાયું છે. લાગે છે કે, પહેલા ફાફડા-જલેબીનો નાસ્તો અને પછી મતદાન એવા નિયમ સાથે રાજકોટવાસીઓ મતદાન કરશે. સવારથી અનેક દિગ્ગજ નેતાઓ મતદાન કરી ચૂક્યા છે. સાથે જ લોકોને મતદાન કરવા અપીલ કરી ચૂક્યા છે. તો બીજી તરફ, સીએમ રૂપાણી (vijay rupani) બપોરે 4 કલાકે રાજકોટ જવા રવાના થશે. તેઓ સાંજે 5 વાગ્યે રાજકોટ (rajkot) ના વોર્ડ નંબર-10ના બુથ નંબર-2માં મુખ્યમંત્રી રૂપાણી મતદાન કરશે. પ્રદેશ ભાજપે અખબાર યાદી આપી સત્તાવાર જાહેરાત કરી છે. તો તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી પણ તેમની સાથે મતદાન કરશે. 

Feb 21, 2021, 10:07 AM IST

મતદાનને ગણતરીના કલાકો બાકી, ત્યાં સુરતમાં 2 ઉમેદવારોની દારૂ પાર્ટીએ ચર્ચા જગાવી

 • સુરતમાં ચૂંટણી પહેલા દારૂ મુદ્દે રાજકારણ ગરમાયું, બે ઉમેદવારો સોશિયલ મીડિયા પર ચર્ચા
 • ભાજપના વોર્ડ નંબર 24 ના ઉમેદવાર સોમનાથ મરાઠેના ફોટા વાયરલ થયા
 • સુરતના વોર્ડ નંબર 29 ના અપક્ષ ઉમેદવાર વિકાસ મિશ્રાનો દારૂની પાર્ટી કરતો વીડિયો વાયરલ થયો

Feb 20, 2021, 02:30 PM IST

કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી રૂપાણી PPE કીટ પહેરીને મતદાન કરશે

 • મહાનગરોમાં મતદાનના અંતિમ એક કલાકમાં કોરોના સંક્રમિત મતદારો મતદાન કરી શકશે તેવી રાજ્ય ચૂંટણી પંચે ગાઈડલાઈન બહાર પાડી
 • ગાઈડલાઈન મુજબ, મતદાનના દિવસે છેલ્લા એક કલાકમાં કોરોના સંક્રમિત મતદાર શંકાસ્પદ મતદાર અને હોમ આઈસોલેટ મતદાર મતદાન કરી શકશે

Feb 20, 2021, 11:47 AM IST

વડોદરામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થઈ છુટ્ટા હાથની મારામારી

 • વોર્ડ નંબર 16માં પ્રચાર દરમિયાન વાઘોડિયા રોડ અને અને ડભોઈ રોડ પર કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા
 • અપક્ષ ઉમેદવાર નારાયણ રાજપૂતે મત વિસ્તારમાં રેલી કાઢી અને મત વિસ્તારમાં સેનેટાઈઝેશનની કામગીરી કરી
 • નોટાને કોરોના થયો હોય તેમ PPE કીટ પહેરીને સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વિરોધ દર્શાવ્યો

Feb 19, 2021, 03:35 PM IST

લગ્નની હળદર પણ ઉતરી ન હતી, ત્યાં ઉમેદવારે ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો

 • ગઈકાલે તેમણે વડીલોના આર્શીવાદ લઈને લગ્નજીવનની શરૂઆત કરી હતી, તો આજે તેમણે વડીલોના આર્શીવાદ લઈને ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો

Feb 19, 2021, 03:09 PM IST

આવી ગયો હાઈકોર્ટનો ચુકાદો, એકસાથે નહિ થાય તમામ ચૂંટણીઓની મતગણતરી

 •  મતગણતરીનો દિવસ અલગ અલગ હોવાથી અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી
 • તમામ ચૂંટમીની મતગણતરી એક જ દિવસે રાખવાની માંગ કરી હતી
 • એક દિવસે મતગણતરી કરવી શક્ય ન હોવાની ચૂંટણી પંચે રજૂઆત કરી હતી

Feb 19, 2021, 12:19 PM IST

6 મહાનગરપાલિકામાં આજે છેલ્લી ઘડીનો પ્રચાર, મતદારોને રીઝવવાનો ખેલ શરૂ

 • આજ સાંજથી 6 મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે
 • ભાજપ દ્વારા સુરત, રાજકોટ અને વડોદરામાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું 
 • 7 વિધાનસભા મતવિસ્તાર અને વિવિધ વોર્ડમાં મહારેલીઓ યોજવામાં આવી રહી છે

Feb 19, 2021, 10:50 AM IST

‘ફૂલવડીને વોટ આપો....’ અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં આ શબ્દો કાને અથડાય તો નવાઈ ન પામતા

 • વાસણા વિસ્તારમાં ચૂંટણીમા ઉતરેલા ઉમેદવાર પરાગ પટેલ ફૂલવડીના નામથી પ્રસિદ્ધ છે
 • અમદાવાદ મહાનગરપાલિકાના જંગમાં ગુજરાતી ફરસાણ ફુલવડી ચર્ચાનું કેન્દ્ર બન્યું
 • હું પ્રચારમાં નીકળું તો લોકો કહે છે કે, ફૂલવડી ભાઈ આવ્યા છે

Feb 16, 2021, 08:39 AM IST

વલસાડમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો, 196 બેઠકો પર 764 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યાં

 • વલસાડ જિલ્લા પંચાયતની 38 બેઠકો અને તાલુકા પંચાયતની 158 બેઠકો માટે ચૂંટણી યોજાશે
 • વલસાડ જિલ્લા પંચાયતની કુલ 38  બેઠકો માટે 153 ફોર્મ ભરાયા
 • લસાડ તાલુકા પંચાયતની 32 બેઠકો માટે 114 ઉમેદવારીપત્રો ભરાયા

Feb 14, 2021, 10:50 AM IST

ડીસાની ચૂંટણીમાં એક જ પરિવારના 3 સભ્યો મેદાનમાં

 • ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં એક જ પરિવારના 3 સભ્યો મેદાનમાં છે. પતિ પત્ની અને પુત્રીને કોંગ્રેસે ટિકિટ આપી
 • 21 વર્ષની મૌસમ માળી નામની યુવતીને ભાજપ તરફથી મેન્ડેડ મળતા તેણે ફોર્મ ભર્યું

Feb 13, 2021, 05:46 PM IST

‘હવે કોઈને મનાવવાના નથી, જેને આવવું હોય તે આવી જાય, આ વહેતી ગંગા છે, હાથ ધોઈ લેવાય’

 • સુરતના ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાએ પક્ષ વિરોધી કામ કરતા લોકો પર વિવાદિત નિવેદન આપ્યું
 • સાથે જ વિરોધીઓ માટે કહ્યું, આવા લોકોને દોડાવી-દોડાવીને તોડી નાંખવાના છે

Feb 13, 2021, 02:21 PM IST

રાજકોટમાં ચૂંટણી પ્રચાર બન્યો રંગીલો, કાર્ટુન કેરેક્ટર સાથે લોકો વચ્ચે ફર્યા ઉમેદવાર

 • રંગીલા રાજકોટમાં ચૂંટણી પ્રચારમાં પણ રંગ દેખાયા, ભાજપ દ્વારા અનોખો પ્રચાર કરાયો 
 • રાજકોટના વોર્ડ નંબર 7 માં કાર્ટૂન સાથે ભાજપના ઉમેદવારોએ પ્રચાર કર્યો હતો 

Feb 13, 2021, 12:26 PM IST

સાહુનો જાદુ પણ ન ચાલ્યો, સુરતમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું

 • સુરતમાં PAAS સમર્થિત કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત આપવાની શરૂઆત કરી
 • વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા
 • જ્યોતિ સોજિત્રા અને કાંતિ ભરવાડ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે પહોંચતા કોંગ્રેસને ફટકો પડવાની શરૂઆત થઈ

Feb 9, 2021, 02:35 PM IST

ભાજપે જામનગરમાં 21 વર્ષની મનીષા બાબરીયાને ચૂંટણીના જંગમાં ઉતારી

 • જામનગર સહિત ગુજરાતભરમાં સૌથી નાની વયના ઉમેદવાર મનિષા બાબરીયાને ટિકિટ આપવામાં આવી
 • ભાજપે જામનગરના વોર્ડ નંબર 1માં માત્ર 21 વર્ષના મનિષા બાબરીયાને ટિકિટ આપી 

Feb 9, 2021, 09:30 AM IST