તો શું અનેક મોટા માથા કપાઇ જશે? વિધાનસભા ચૂંટણીની ટિકિટ વહેંચણી માટે સી.આર પાટીલનો નવો મંત્ર

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા, ત્યારે પાટીદાર સમાજ દ્વારા સનમાન કાર્યક્રમ હાજરી આપીને સાથે શહેર ભાજપ કાર્યાલયનું ખાતમુહ્રત કરીને ભાજપના સંમેલનમાં હાજરી આપી હતી. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ આજે જૂનાગઢ આવ્યા હતા. ત્યારે યુવા મોર્ચા દ્વારા બાઈક રેલી યોજી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ સી.આર.પાટીલ પાટીદાર સમાજ દ્વારા સનમાન કાર્યક્રમ ઉપસ્થીત રહ્યા હતા. 
તો શું અનેક મોટા માથા કપાઇ જશે? વિધાનસભા ચૂંટણીની ટિકિટ વહેંચણી માટે સી.આર પાટીલનો નવો મંત્ર

ભાવિન ત્રિવેદી/જૂનાગઢ : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા, ત્યારે પાટીદાર સમાજ દ્વારા સનમાન કાર્યક્રમ હાજરી આપીને સાથે શહેર ભાજપ કાર્યાલયનું ખાતમુહ્રત કરીને ભાજપના સંમેલનમાં હાજરી આપી હતી. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ આજે જૂનાગઢ આવ્યા હતા. ત્યારે યુવા મોર્ચા દ્વારા બાઈક રેલી યોજી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ સી.આર.પાટીલ પાટીદાર સમાજ દ્વારા સનમાન કાર્યક્રમ ઉપસ્થીત રહ્યા હતા. 

જેમાં સુરતના ઉદ્યોગપતી જીવરાજ ધારૂકાવાળા તરફથી ખોડલધામ અને ઉમીયા ધામ પરીવાર તરફથી સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા પ્રદેશ પ્રમુખનું ફુલહાર અને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ઝાંઝરડા રોડ પર ભાજપ કાર્યાલયનું ખાતમુહ્રત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, જનઆશિર્વાદ યાત્રાનું પણ આયોજન થાય છે. 

જેમાં પ્રધાનમંત્રી વીમા કવચના કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી જન ઔષઘી કીટનું પણ વીતરણ કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાને વધુમાં વધુ લોકોને વીમા કવચ મળે તેવી અપીલ કરી હતી. ગુજરાતમાં ભાજપ તમામ ચૂંટણીમાં સારો દેખાવ કરીને જીત હાંસલ કરી છે, ત્યારે વિધાનસભા ચૂંટણી વહેલી યોજાશે તેવા પ્રશ્નના જવાબમાં જણાવ્યું સમયસર ચૂંટણી યોજાશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત ટિકિટ વહેંચણી અંગે પુછાયેલા સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે, કોઇની પણ લાગવગ ચલાવી લેવામાં નહી આવે. ટિકિટ વહેંચણી માત્ર અને માત્ર મેરિટના આધારે જ થશે. જે વ્યક્તિને ટિકિટ મળવા પાત્ર હશે અને તે તમામ પાત્રતા ધરાવતો હશે તો જ તેને ટિકિટ મળશે. કોઇ પ્રકારનો ભાઇ ભત્રીજાવાદ, કે અન્ય કોઇ પ્રકારની લાગવગ ચલાવી નહી લેવાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news