વડોદરા: કોરોનાના 2 કેસ પોઝીટીવ આવ્યા બાદ લોકોમાં દહેશત, માર્ગો પર જનતા કર્ફ્યું

વડોદરામાં કોરોના વાયરસનાં બે કેસ પોઝીટીવ આવતા શહેરી જનોમાં ભારે ગભરાટ ફેલાઇ ચુક્યો છે. વડોદરામાં કોરોના વાયરસનો કેસ પોઝીટીવ આવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા શહેરોમાં સન્નાટો છવાઇ ગયો હતો. માર્ગો પર જનતા કરફ્યું જેવો માહોલ સર્જાયો હતો. લોકોએ બિનજરૂરી ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઇએ. કોરોના વાયરસના બે કેસ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત શોપિંગ મોલ, જન સેવા કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારી-અર્ધસરકારી કચેરીઓ ખાલી જોવા મળી રહી છે.

વડોદરા: કોરોનાના 2 કેસ પોઝીટીવ આવ્યા બાદ લોકોમાં દહેશત, માર્ગો પર જનતા કર્ફ્યું

વડોદરા : વડોદરામાં કોરોના વાયરસનાં બે કેસ પોઝીટીવ આવતા શહેરી જનોમાં ભારે ગભરાટ ફેલાઇ ચુક્યો છે. વડોદરામાં કોરોના વાયરસનો કેસ પોઝીટીવ આવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા શહેરોમાં સન્નાટો છવાઇ ગયો હતો. માર્ગો પર જનતા કરફ્યું જેવો માહોલ સર્જાયો હતો. લોકોએ બિનજરૂરી ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઇએ. કોરોના વાયરસના બે કેસ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત શોપિંગ મોલ, જન સેવા કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારી-અર્ધસરકારી કચેરીઓ ખાલી જોવા મળી રહી છે.

કોરોના વાયરસથી સંક્રમિત પહેલા વ્યક્તિએ પોતાનો અનુભવ વર્ણવ્યો
વડોદરામાં કોરોના વાયરસનાં બે કેસ પોઝીટીવ આવ્યા બાદ તંત્ર દ્વારા લેવાયેલા કડક પગલાઓને કારણે શહેરનાં ઘંધા રોજગાર પર માઠી અસર પડી હતી. જો કે હાલ જે પ્રકારની સ્થિતી દેશ પર આવી પડી છે તેવી સ્થિતીમાં લોકો શક્ય તેટલા ઘરમાં જ રહે તે હિતાવહ છે. મોટા ભાગના લોકોએ ઓફીસમાં કામ પણ ઘરે બેઠા જ કર્યા હતા. આ ઉપરાંત બિલની ચુકવણી સહિતની કામગીરી પણ ઓનલાઇન જ કરવાનો આગ્રહ રાખ્યો હતો. આ ઉપરાંત લોકો હાલ સામાજિક પ્રસંગોમાં જવાનું પણ ટાળી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news