અમદાવાદ: વિદેશથી આવેલા 40 વિદ્યાર્થીઓ સ્પોર્ટ ક્લબમાં ક્વોરોન્ટાઇન

રાજ્યમાં કોરોના વાયરસના પાંચ કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન તંત્ર દોડતું થયું છે. વિદેશથી આવેલા તમામ લોકોને હોમ અથવા સરકારી ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબ અને ખાનગી હોટલમાં ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવી રહ્યા છે. નવરંગપુરાની સ્પોર્ટ્સ ક્લબમાં 40 લોકોને ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

અમદાવાદ: વિદેશથી આવેલા 40 વિદ્યાર્થીઓ સ્પોર્ટ ક્લબમાં ક્વોરોન્ટાઇન

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના પાંચ કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન તંત્ર દોડતું થયું છે. વિદેશથી આવેલા તમામ લોકોને હોમ અથવા સરકારી ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબ અને ખાનગી હોટલમાં ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવી રહ્યા છે. નવરંગપુરાની સ્પોર્ટ્સ ક્લબમાં 40 લોકોને ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

કોરોના વાયરસથી સંક્રમિત પહેલા વ્યક્તિએ પોતાનો અનુભવ વર્ણવ્યો
40 લોકો પૈકી મોટા ભાગનાં વિદ્યાર્થીઓ છે, જેઓ વિદેશમાં અભ્યાસ માટે ગયા હોય અને અમદાવાદ પરત આવેલા છે. કેટલીક મહિલાઓ અને સિનિયર સિટિઝન્સ પણ હોવાનું સામે આવ્યું છે. પહેલા દિવસે આ તમામ લોકોએ રહેવા માટે આનાકાની કરી હતી. સ્પોર્ટ્સ ક્લબનાં સ્ટાફ અને અધિકારીઓ સાથે પણ ગેરવર્તણુંક કરી હતી. જો કે આખરે તેમને 14 દિવસ સુધી અહીં જ રહેવાનું છે તેવો ખ્યાલ આવતા તેઓ આનાકાની સાથે કમને રહેવા માટે તૈયાર થયા હતા. જો કે તેમને તેમનાં પરિવારને પણ 14 દિવસ માટે નહી મળવા દેવામાં આવે. કોઇ પણ વ્યક્તિમાં કોરોના વાયરસનાં લક્ષણો હાલ પ્રાથમિક તબક્કે તો જોવા નથી મળ્યાં. જો કે સાવચેતીનાં ભાગરૂપે તેમને ક્વોરોન્ટાઇન રાખવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news