સુરતના પાલ-ઉમરા બ્રિજ પર નડતર રૂપ મકાનનું ડિમોલેશન, અસરગ્રસ્તોએ સરકારના છાજીયા લીધા

છેલ્લા પાંચ વર્ષ કરતા પણ વધારે સમયથી બીઆરટીએસ ફેઝ-2 હેઠળ આવતા મહત્વપુર્ણ પાલ ઉમરા બ્રિજના અરસગ્રસ્તોનું કોકડું ઉકેલવામાં અસફળ રહ્યા હતા. હાઇકોર્ટમાં 10 મિલકતદારોએ કબજો આપવાની બાંયેધરી આપ્યા બાદ આજે પાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

Updated By: Nov 30, 2020, 08:21 PM IST
સુરતના પાલ-ઉમરા બ્રિજ પર નડતર રૂપ મકાનનું ડિમોલેશન, અસરગ્રસ્તોએ સરકારના છાજીયા લીધા

સુરત : છેલ્લા પાંચ વર્ષ કરતા પણ વધારે સમયથી બીઆરટીએસ ફેઝ-2 હેઠળ આવતા મહત્વપુર્ણ પાલ ઉમરા બ્રિજના અરસગ્રસ્તોનું કોકડું ઉકેલવામાં અસફળ રહ્યા હતા. હાઇકોર્ટમાં 10 મિલકતદારોએ કબજો આપવાની બાંયેધરી આપ્યા બાદ આજે પાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

પોલીસ કાફલા સાથે પાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી સામે રહીશોએ ભારે વિરોધ કર્યો હતો. મહિલાઓ દ્વારા સરકાર હાય હાયનાં નારા લગાવાયા હતા અને કામગીરી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પોલીસ દ્વારા સમજાવટથી કામ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્થાનિક નહી માનતા આખરે 6 જેટલા લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી. 

મિલકતદારોનો આક્ષેપ છે કે, તેમને હજી સુધી વળતર મળ્યું નથી. હાઇકોર્ટના દિશા નિર્દેશ અનુસાર નિયમોને આધિન કામ કરવામાં આવી રહ્યું છે. 10 મિલ્કત દારો દ્વારા કબ્જો નહી સોંપાતા પોલીસની મદદ લેવાઇ હતી. અસરગ્રસ્તોએ 29 નવેમ્બર સુધી કબ્જો સોંપવાની તૈયારી દર્શાવી હતી. અસરગ્રસ્તોએ હાઇખોર્ટમાં કબ્જો સોંપવાની બાંહેધરી આપી હતી. જે કબ્જો નહી મળતા પોલીસની મદદથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube