Dhandhuka Gujarat Chutani Result 2022: ધંધુકા ભાજપની ભવ્ય જીત, મતદારોને પસંદ છે ડબલ એન્જિન!

Dhandhuka Gujarat Chunav Result 2022: ધંધુકાનું નામ ધાન અથવા સોનંગ મેહડના તેર દીકરાઓમાંના બીજા દીકરા પરથી પડ્યું છે, જે સિંધમાંથી ગુજરાતમાં આવ્યો હતો. 12મી સદીમાં ધંધુકા હેમચંદ્રાચાર્યના જન્મ સ્થળ તરીકે પ્રખ્યાત બન્યું. કુમારપાળે તેમના જન્મસ્થાને મંદિર બનાવ્યું હતું.

Dhandhuka Gujarat Chutani Result 2022: ધંધુકા ભાજપની ભવ્ય જીત, મતદારોને પસંદ છે ડબલ એન્જિન!

Dhandhuka Gujarat Chutani Result 2022: અમદાવાદ જિલ્લાના મહત્વના ધંધુકા તાલુકાનું મુખ્ય મથક ધંધુકા છે. ધંધુકા વિધાનસભા બેઠક એટલે અમદાવાદની ગ્રામ્ય વિસ્તારની એક બેઠક. ધંધુકા બેઠકનો સમાવેશ સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં થાય છે. આ બેઠકમાં ધંધુકા તાલુકો, બરવાળા તાલુકો અને રાણપુર તાલુકાનો સમાવેશ થાય છે. આ બેઠક 1980માં અસ્તિત્વમાં આવી હતી.

ધંધુકા વિધાનસભા પરિણામઃ
ધંધૂકા બેઠક પર ભાજપના ઉમેદવાર કાળુભાઈ ડાભીએ જીત હાંસલ કરી છે. તેમણે આ બેઠક પર કોંગ્રેસના રાજુ ગોહિલ અને આમ આદમી પાર્ટીના કેપ્ટન ચંદુ બામરોળિયાને હરાવીને આ જીત મેળવી છે.

ધંધુકા વિધાનસભા બેઠકઃ
ધંધુકા વિધાનસભા બેઠક પર આ વખતે મુકાબલો વધારે રોમાંચક બનશે તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે તે નક્કી કરી દીધું છે. ધંધુકા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. પરંતુ 2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી છીનવી લીધી હતી. આ બેઠક પર કુલ 2,69,640 મતદારો છે, જેમાં 1,42,126 પુરુષ મતદારો અને 1,26,000 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. સાથે જ અહીં 288 બૂથ પર મતદાન થાય છે. ધંધુકા વિધાનસભા બેઠક પર કોળી પટેલોનુ પ્રભુત્વ જોવા મળે છે. આ બેઠક પર તળપદા કોળી 60000, ચૂંવાળીયા કોળી ઠાકોરની 25000, ક્ષત્રિય દરબારોની 50000, મુસ્લિમ ખોજા વોરા 28000, દલિત 30000, માલધારી 12000, અન્ય સવર્ણ સમાજની 45000 વસ્તી છે.

2022ની ચૂંટણીઃ
ધંધુકા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે 2017માં ચૂંટણી લડી ચૂકેલા રાજુ ગોહિલની ટિકીટ કાપીને હરપાલસિંહ ચુડાસમાને ટિકીટ આપી છે. તો  ભાજપે કાળુભાઈ ડાભી પર પસંદગી ઉતારી છે. આમ આદમી પાર્ટીએ કેપ્ટન ચંદુ બામરોળિયાને ટિકીટ આપી છે. એટલે આ બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે તે નક્કી છે.

2017ની ચૂંટણીઃ
ગુજરાતની ધંધુકા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ગોહિલ રાજેશકુમાર હરજીભાઈને 67,477 મત મળ્યા હતા. તેમણે ભાજપના ડાભી કાળુભાઈ રૂપાભાઈને 5920 મતોથી હરાવ્યા હતા. જનતાએ ભાજપના ઉમેદવારને 61557 મત આપ્યા. 2017ની ચૂંટણીમાં ધંધુકાથી 8 અપક્ષ સહિત 16 ઉમેદવારો ઉભા હતા.

2012ની ચૂંટણી:
2012ની ચૂંટણીમાં ભાજપના લાલજીભાઈ ચતુરભાઈ કોળી પટેલે જીત મેળવી હતી. તેમને 75,242 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના એમ.એમ.શાહને 49,296‬ મત મળ્યા હતા. લાલજી કોળી પટેલે 28,277 મતથી વિજય મેળવ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news