Dhranghadhra Gujarat Chutani Result 2022 : ખરાખરીના જંગમાં ભાજપે કોંગ્રેસ પાસેથી ધ્રાંગધ્રા બેઠક આંચકી લીધી

Surendrnagar Dhranghadhra Gujarat Election Result 2022 : ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Dhranghadhra Gujarat Chutani Result 2022 : ખરાખરીના જંગમાં ભાજપે કોંગ્રેસ પાસેથી ધ્રાંગધ્રા બેઠક આંચકી લીધી

સુરેન્દ્રનગરઃ Dhranghadhra Gujarat Chunav Result 2022:  ભાજપના પ્રકાશભાઈ વારમોરાએ કોંગ્રેસ છત્તરસિંહ ગુંજારીયાને 32973 મતથી હરાવી દીધા. સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા બેઠક હંમેશાથી ભાજપના પરંપરાગત ગઢ સમાન રહી છે. 1995થી છેલ્લી પાંચ તૂંટણીમાં ચાર વખત ભાજપને જીત મળી છે. 2007માં કોંગ્રેસના હીરાભાઇ જીત્યા હતા પણ 2012માં પાછી ભાજપે પકડ મેળવી લીધી. આ બેઠક પર સૌથી વધુ કોળી બાદ પટેલ, દલિત અને દલવાડી સમાજના મતદારો છે. તળપદા અને ચુવાળીયા કોળી 21.97 ટકા પટેલ 20 ટકા દલિત 10 ટકા મતદારો છે. આ બેઠક પર કુલ 2,16,626 મતદારો છે. 

2022ની ચૂંટણી
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે નો રીપીટ થીયરી અપનાવતા પ્રકાશ વરમોરાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે છત્તરસિંહ ગુંજારીયાને જ્યારે આપે વાગજીભાઇ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. 

2017ની ચૂંટણી
2017ની ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતી આ બેઠક કોંગ્રેસે છીનવી લીધી હતી. આ બેઠક પર 13000+ મતોની સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર પરસોત્તમ સાબરિયા ચૂંટણી જીત્યા હતા. ભાજપના જેરામ સોનાગરા હાર્યા હતા.જો કે પરસોત્તમ સાબરીયાએ રાજીનામુ આપી ભાજપમાં જોડાયા હતા. અને 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપમાથી પરસોત્તમ સાબરીયાએ કોંગ્રેસના દિનેશ પટેલ સામે 34280 મતોના માર્જીનથી જીત મેળવી છે. 

2012ની ચૂંટણી
2012ની ચૂંટણીમાં ભાજપના જયંતિ કાવડિયાએ કોંગ્રેસના જયેશ પટેલને 17403 મતના માર્જીનથી હાર આપી વિજય મેળવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news