PM Modi એ રાજકોટ AIIMSનું કર્યું ઇ-ખાતમૂર્હૂત, આવી હશે સુવિધાઓ

રાજકોટના ખંઢેરી ખાતે સ્થપનારી એઇમ્સ હોસ્પિટલના સ્પેશિયાલિટી વિભાગમાં ૧૨૦ બેડ રહેશે, જેમાં જનરલ સર્જરીના ૬૦ બેડ, ઓર્થોપેડિકસના ૩૦, આંખના વિભાગના ૧૫, નાકની સારવાર માટે ૧૫ બેડ ઉપલબ્ધ રહેશે.

PM Modi એ રાજકોટ AIIMSનું કર્યું ઇ-ખાતમૂર્હૂત, આવી હશે સુવિધાઓ

- કુદરતી હવા ઉજાસ ધરાવતા બિલ્ડિંગનું નિર્માણ
- વરસાદી પાણીનો સંગ્રહ, રીસાયક્લિંગની વ્યવસ્થા
- વીજળીની બચત કરતા ઉપકરણોની સાથે સોલાર આધારિત ઇકવીપમેન્ટનો મહત્તમ ઉપયોગ

રાજકોટ:  આજે સવારે પીએમ મોદી ખંઢેરી ખાતે એઇમ્સનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સાંસદ સી.આર.પાટીલ, રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિક, રાજકોટ સાંસદ મોહન કુંડારીયા, જામનગર સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા, જયેશ રાદડિયા અને કુંવરજી સહિત હાજર છે. 

કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે આજે ગુજરાત માટે ખૂબ આંનદનો દિવસ છે. આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટી સુવિધા આપનારી સંસ્થા 'એઇમ્સ 'આદરણીય મોદીજીના કારણે ગુજરાતને પ્રાપ્ત થઇ છે. મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમનું વિઝન સ્પષ્ટ હતું કે આરોગ્ય ક્ષત્રમાં ગુજરાતને અદ્યતન સવલતો મળે, એટલા માટે એમણે આરોગ્ય ક્ષેત્રે અનેક વિઝનરી યોજનાઓની શરૂઆત કરી હતી. ગુજરાતના છેવાડાના માનવીને પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર એઇમ્સમાં મળતી થશે. 

અગાઉ 2001 પહેલા કોંગ્રેસના સાશનમાં ગુજરાતમાં માત્ર 900 મેડિકલ સીટ હતી જે આજે બે દાયકામાં વધીને 6,000 થઇ છે, આવનારા દિવસોમાં દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનશે.

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે રાજકોટમાં એઇમ્સ બનતા હવે ઘર આંગણે સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓનો લાભ પ્રાપ્ત થશે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યાં પછી ગુજરાતના મેડિકલ ક્ષેત્રના વિકાસ માટે જે  સુવિધાઓ આપી તે ગુજરાત ક્યારેય ભૂલી શકશે નહિ. આધુનિક અને સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સેવા આપતી એઇમ્સ હોસ્પિટલથી ગુજરાતના નાગરિકોને ખૂબ મોટો લાભ થશે તેનો મને વિશેષ આનંદ છે. 

.1195 કરોડના અંદાજિત ખર્ચે 201 એકર જમીન પર નિર્માણ પામશે. IIMS જેવી ખ્યાતિ પ્રાપ્ત મેડીકલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ ગુજરાતના હેલ્થકેર સેકટરમાં નવા પ્રાણ ફૂકશે. ગરીબ અને છેવાડાના માનવીને પણ હવે સુપર સ્પેશ્યાલિટી સારવાર સુવિધા મળતી થશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, રાજ્યપાલ સહિતના હાજર રહેશે. 

હાલ સમગ્ર વિશ્વ જયારે પર્યાવરણને લઈને ચિંતિત છે ત્યારે રાજકોટ ખાતે ૧.૫૧ લાખ સ્કેવર મીટરમાં એઇમ્સના વિવિધ ભવનોના નિર્માણ થનાર છે. આ ભવનો પોલ્યૂશન કંટ્રોલ સિસ્ટમ આધારિત ગ્રીન બિલ્ડીંગના નિયમો અને GRIHA અને E.P.I સ્ટાન્ડર્ડ મુજબ ઇકો ફ્રેન્ડલી બનશે, તેમ એઇમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે.

એઇમ્સના આ ભવનોમાં વિશાળ સંખ્યામાં રૂમ બનવાના છે, આ તમામ રૂમમાં કુદરતી સૂર્યપ્રકાશનો મહત્તમ લાભ મળે તેમજ ઉજાસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બને તે રીતે તૈયાર કરવામાં આવશે. સમગ્ર બિલ્ડિંગમાં ઇકો ફ્રેન્ડલી અને પાવર સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો વપરાશ કરાશે. સૂર્યના તાપની અસર નહિવત થાય તે પ્રકારની બિલ્ડીંગની દીવાલ અને છતમાં મટીરીયલ વપરાશે. રાત્રી પ્રકાશ માટે કાર્બનનું પ્રમાણ નહિવત રહે તે માટે એનર્જી સેવિંગ સી.એફ.એલ અને એલ.ઇ.ડી. લેમ્પ નો મહત્તમ વપરાશ કરાશે.


આ ઉપરાંત સૂર્યપ્રકાશ આધારિત પાણી ગરમ કરવાની વ્યવસ્થા, ઓઈલ બેઝ ટ્રાસનફોર્મ્સ અને કેપેસિટર બેન્કનો ઉપયોગ, એર કન્ડિશનની હિટ ન્યુનતમ ઉભી થાય તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

આ ઉપરાંત પાણીની વિપુલ પ્રમાણમાં જરૂરિયાતને પહોંચી વળવા ખાસ આયોજન કરવામાં આવશે, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ માટે રેતીનું તેમજ ઘાસનું ફ્લોરિંગ, પાણીના પુનઃ વપરાશ માટે દુષિત પાણીનું રીસાયક્લિંગ સહિતની આધુનિક વ્યવસ્થા અહીં ઉપલબ્ધ કરાશે.

વાતાવરણમાં પ્રદુષણ ઉત્પન્ન કરતા કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ઘટકોનું ન્યુનતમ ઉત્સર્જન થાય તેમજ કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીન ગેસનું શમન થાય તે પ્રકારે સીસ્ટમ ગોઠવાશે.

એઇમ્સ હોસ્પિટલમાં આ રીતે હશે ૭૫૦ બેડનું વિભાગીકરણ
રાજકોટના ખંઢેરી ખાતે સ્થપનારી એઇમ્સ હોસ્પિટલના સ્પેશિયાલિટી વિભાગમાં ૧૨૦ બેડ રહેશે, જેમાં જનરલ સર્જરીના ૬૦ બેડ, ઓર્થોપેડિકસના ૩૦, આંખના વિભાગના ૧૫, નાકની સારવાર માટે ૧૫ બેડ ઉપલબ્ધ રહેશે. મેડિસિન વિભાગમાં ૧૬૫ બેડની વ્યવસ્થા રહેશે, જે પૈકી જનરલ મેડિસિનના ૬૦, બાળકોના ૬૦, ચામડીના રોગ માટે ૧૫ તેમજ મનોચિકિત્સક વિભાગમાં ૩૦ બેડની અને ગાયનેક વિભાગમાં ૭૫ બેડની સુવિધા ઉપલબ્ધ થશે.

સુપર સ્પેશિયાલિટી વિભાગમાં કાર્ડિયોલોજી, ગેસ્ટ્રોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુરોલોજી, બર્ન્સ તેમજ પ્લાસ્ટિક સર્જરી, બાળકોની સર્જરી, ઓન્કોલોજીના વિભાગની કુલ ૨૧૫ બેડની વ્યવસ્થા આ વિભાગોમાં રહેશે.

આ ઉપરાંત ઇન્ટેન્સિવ કેર અને ક્રિટિકલ યુનિટમાં ૭૫ બેડ તેમજ ટ્રોમા, આયુષ, પી.એમ.આર તેમજ અન્ય પેઈડ બેડ મળી કુલ ૭૫૦ બેડની સવલત સાથે દર્દીઓને સારવાર સેવા ઉપલબ્ધ કરાશે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news