ગુજરાતના નસીબમાં હજી પણ પાકા રસ્તા નથી, મહિલા પ્રસૂતિની પીડા સાથે 1.5 કિમી ચાલી, ત્યારે એમ્બ્યુલન્સ સુધી પહોંચી

આઝાદીના 75 વર્ષ બાદ પણ ગુજરાતના નસીબમાં પાકા રસ્તા નથી એવુ કહેવાનો વારો આવ્યો છે. વિકાસની વાતો વચ્ચે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારો પછાત છે. રોડ, પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. ત્યારે અરવલ્લીમાં પ્રસૂતિની પીડા વચ્ચે મહિલાને દોઢ કિલોમીટર ચાલવું પડ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 
ગુજરાતના નસીબમાં હજી પણ પાકા રસ્તા નથી, મહિલા પ્રસૂતિની પીડા સાથે 1.5 કિમી ચાલી, ત્યારે એમ્બ્યુલન્સ સુધી પહોંચી

સમીર બલોચ/અરવલ્લી :આઝાદીના 75 વર્ષ બાદ પણ ગુજરાતના નસીબમાં પાકા રસ્તા નથી એવુ કહેવાનો વારો આવ્યો છે. વિકાસની વાતો વચ્ચે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારો પછાત છે. રોડ, પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. ત્યારે અરવલ્લીમાં પ્રસૂતિની પીડા વચ્ચે મહિલાને દોઢ કિલોમીટર ચાલવું પડ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 

આઝાદીના 75 વર્ષે પણ મોડાસાના અણદાપુર ગામે રોડ નથી બન્યો. જેથી સગર્ભા મહિલાઓને ભારે હાલાકી પડી રહી છે. અણદાપુર ગામે મોડી રાત્રે મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. તો ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સ કોલ કર્યો હતો. પરંતુ રસ્તો બરાબર ના હોવાથી એમ્બ્યુલન્સ ગામથી દોઢ કિલોમીટર દૂર જ ઊભી રહી ગઈ. જેથી પ્રસૂતિની પીડા વચ્ચે મહિલા રાતના અંધારામાં દોઢ કિલોમીટર ચાલીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચી હતી. ગ્રામ લોકોના સહકારથી દર્દમાં કણસતી મહિલાને આખરે હોસ્પિટલ સુધી પહોચાડાઈ હતી. 

હાલ મહિલાએ ભોગવેલી આ પીડાનો વીડિયો સામે આવ્યો છે. મહત્વનું છે અગાઉ પણ આ જ ગામમાં ત્રણ મહિલાઓ આ પરિસ્થિતિનો સામનો કર્યાના વીડિયો પણ સામે આવી ચૂક્યા છે. છતાં તંત્રના પેટનુ પાણી હાલતુ નથી. આખરે આ ગામના લોકો એક રસ્તો જ તો માંગી રહ્યા છે, જે તેમનો હક છે. પણ તંત્ર તે આપવામાં પણ કાચું પડ્યુ છે. ત્યારે સવાલ એ થાય છેવાડના ગામડા સુધી રોડ-રસ્તા બનાવ્યાના દાવા શું માત્ર કાગળ પર જ છે. અણદાપુર ગામમાં ક્યારે બનશે રોડ તેવુ લોકો પૂછી રહ્યાં છે. ક્યાં સુધી મહિલાઓ આવી પીડા ભોગવતી રહેશે. ક્યારે મળશે ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news