ચૂંટણી પંચે સુઓમોટો લેતાં બળવાખોર મધુ શ્રીવાસ્તવ વિફર્યાં, કહ્યું-હું કોઈનાથી ડરવાનો નથી
Gujarat Elections 2022 : વિવાદિત નિવેદન પર ચૂંટણી પંચે સુઓમોટો લેતાં વીફર્યા બળવાખોર મધુ શ્રીવાસ્તવ.. કહ્યું આ મધુ શ્રીવાસ્તવ કોઈનાથી ડરવાનો નથી.. ED-IT જે મોકલવું હોય તે મોકલવાની છૂટ..
Trending Photos
Gujarat Elections 2022 રવિ અગ્રવાલ/વડોદરા : બળવાખોર નેતા મધુ શ્રીવાસ્તના ફરી તીખાં તેવર જોવા મળ્યાં છે. ગોળી મારવાના નિવેદન બાદ તેમણે ફરીથી પડકાર ફેંક્યો છે. તેમના ગોળી મારવાના વિવાદિત નિવેદન પર ચૂંટણી પંચે સુઓમોટો લેતાં મધુ શ્રીવાસ્તવ વિફર્યાં હતા. તેમણે ફરીથી કહ્યું કે, ED-IT જે મોકલવું હોય તે મોકલવાની છૂટ. આ મધુ શ્રીવાસ્તવ છે કોઈનાથી ડરવાનો નથી. અપક્ષ ચૂંટણી લડનારને રાષ્ટ્રીય પાર્ટી હેરાન કરે છે.
મધુ શ્રીવાસ્તવના ગોળી મારવાના નિવેદન પર ચૂંટણી પંચે સુઓમોટો લઈ મામલાનો અહેવાલ મંગાવ્યો છે. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એબી ગોરે કહ્યું કે, ચૂંટણી પંચને ઇન્ટરીમ અહેવાલ મોકલી આપ્યો છે. ચૂંટણી પંચ હજી વધુ વિસ્તૃત અહેવાલ માંગશે તો ફરી મોકલી આપીશું.
તાજેતરમાં વાઘોડિયાના ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવનું વિવાદિત નિવેદન આપ્યુ હતું. ફોર્મ ભરતા સમયે રેલી કાઢતા સમયે કહ્યું હતું કે, મારા કાર્યકરને કોઈનાથી ડરવાની જરૂર નથી, હું હજી પણ બાહુબલી છું. મારા કાર્યકરની કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ.
મધુ શ્રીવાસ્તવે ફોર્મ ભરતા સમયે શક્તિ પ્રદર્શન કર્યુ હતું. આ સમયે તેમણે વિવાદિત નિવેદન આપીને પોતાની દબંગાઈ બતાવી હતી. હનુમાનજીની મૂર્તિ સાથે રાખીને મધુ શ્રીવાસ્તવે રેલી કાઢી હતી અને ફોર્મ ભર્યુ હતું. આ સમયે તેમણે કહ્યુ હતું કે, મારા વિરોધીઓને ચેતવણી આપુ છું કે આ ઇલેક્શન છેલ્લી પાયરીનું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે