Yatradham Ambaji Temple: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં મોટો ફેરફાર

Yatradham Ambaji Temple: અષાઢીબીજથી દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે, એટલુ જ નહી અષાઢી બીજના દિવસે પવિત્ર માનસરોવરમાં નવા નીરના વધામણા પણ કરવામાં આવશે.

 Yatradham Ambaji Temple:  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં મોટો ફેરફાર

ઝી બ્યુરો/અમદાવાદ: યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓ ની સગવડ અને સરળતાથી દર્શન થઈ થકે તેવી સગવડ માંટે અંબાજી મંદિરમાં તારીખ 1 જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

તેમજ હવે પછી અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજથી બે વખત જ કરવામાં આવશે. બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતી ના સમય માં પણ ફેરફાર થશે સવારે મંદિર 10.45 કલાકે બંધ થતો હતો તેના બદલે હવે 11.30 સુધી લંબાવાયો છે અને માતાજી ની સાતે દિવસ ની સવારી નાં દર્શન જે માત્ર 10.45 સુધી થતાં હતા જે હવે 4.30 કલાક સુધી દર્શન નો લાભ મળશે. 

અષાઢીબીજ થી દર્શન નો સમય આ પ્રમાણે નક્કી કરવા માં આવેલ છે એટલુજ નહી અષાઢી બીજ ના દિવસે પવિત્ર માનસરોવર માં નવા નીરના વધામણા પણ કરવામાં આવશે.

આરતી સવારે – 7.30 થી 8.00
દર્શન સવારે - 8.00 થી 11,30
બપોરે આરતી બંધ કરવા માં આવી છે
બપોરે દર્શન – 12.30 થી 16.30
સાંજે આરતી -19.00 થી 19.30
દર્શન સાજે - 19.30 થી રાત્રી ના 21.00 સુધી મંદિર ખુલ્લુ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news