close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

આપઘાત

Another jeweler commits suicide in Surat PT1M29S

સુરતમાં વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત

હીરા નગરી સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે. અમરોલીના ઉતરાણ વિસ્તારમાં આવેલ મંગલમ રેસિડેન્સી ખાતે રહેતા રત્નકલાકારે આપઘાત કરી લીધો છે. રત્નકલાકારે ફ્લેટ લોન પર લીધો હતો અને બે મહિનાના હપ્તા ભરી શક્યો નહોતો. જેથી બેંક દ્વારા હપ્તાની ઉઘરાણી માટે ફ્લેટ બહાર મોટા અક્ષરોથી નોટિસ લખવામાં આવી હતી. જેના આઘાતમાં રત્નકલાકારે ફાંસો ખાઈ લીધો હતો. જેથી ઘટના સ્થળે પહોંચી અમરોલી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. બેંક હપ્તા મોડા થવાનું પાછળનું કારણ પણ બહાર આવ્યું છે. જ્યાં હીરા કંપનીમાંથી અગાઉ છુટા થયા બાદ અન્ય કંપનીમાં યુવકે ફરી કામ શરૂ કર્યું હતું.

Oct 23, 2019, 07:30 PM IST
Parents commute suicide against losing their son PT1M52S

સુરતઃ પુત્ર ગુમાવવાના વિરહમાં માતા-પિતાએ કર્યો આપઘાત

સુરતના અલથાન વિસ્તારમાં પતિ-પત્નીએ સામૂહિક આપઘાત કર્યો. પુત્રનું કેન્સરને કારણે મૃત્યુ થયા બાદ માતા-પિતા દુ:ખ સહન કરી શક્યા નહીં. પુત્રના વિરહમાં ઝેરી દવા પીને દંપતીએ જીવન ટૂંકાવ્યું.

Oct 18, 2019, 03:10 PM IST
  lover duo dropped a train and committed suicide PT45S

પ્રેમી યુગલે ટ્રેન નીચે પડતું મુકીને કર્યો આપઘાત

અમદાવાદમાં પ્રેમી યુગલે આપઘાત કરવાની ઘટના સામે આવી છે. બંન્નેએ ટ્રેન નીચે આવીને આપઘાત કરી લીધો છે.

Oct 15, 2019, 10:10 PM IST
18-year-old student commits suicide to a caseous spleen PT1M

વાંકાનેર: 18 વર્ષની વિદ્યાર્થીનીએ કેસોસીન છાંટી આપઘાત કર્યો

વાંકાનેરમાં રહેતી ૧૮ વર્ષની વિદ્યાર્થીનીએ પોતાના ઘેર કેરોસીન છાંટી કાંડી ચાપી લઈને આપઘાત કર્યો હતો જેથી કરીને ગંભીર હાલતમાં તેને સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી જો કે, સોનલ નામની આ વિદ્યાર્થીનીનું ટુંકી સારવાર બાદ તેનુ મોત થયુ હતું. અને યુવતી પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં એક મહિલા સહીત કુલ મળીને ચાર વ્યક્તિઓના નામ લખાયા હતા અને તેની સાથે ગેંગ રેપ કરવામાં આવશે તેવી આશંકા પણ તેને સ્યુસાઈડ નોટમાં વ્યક્ત કરી હતી જેથી મહિલા સહીત ચારેય આરોપીની હાલમાં વાંકાનેર પોલીસે ધરપકડ કરેલી છે.

Oct 12, 2019, 09:10 PM IST

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેઃ ભારતમાં દર 40 સેકન્ડે થાય છે એક 'આપઘાત' !!!

ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝના આંકડા અનુસાર વર્ષ 2016માં ભારતમાં 18 ટકા લોકોએ આપઘાત કર્યો હતો, જેમાં આપઘાત કરીને મરાનારામાં 36.6 ટકા મહિલાઓ હતી. ભારતમાં પુરુષોનો આપઘાતનો દર વૈશ્વિક સરખામણીએ 24.3 ટકા છે. ભારતમાં આપઘાત સંબંધિત મૃત્યુનું સરેરાશ વયજૂથ 15થી 39 છે, જેમાં મોટી સંખ્યા શિક્ષત અને વિકસીત એવા દક્ષિણનાં રાજ્યોની છે. ભારતની કુલ વસતીના 42 ટકા વસતી 'હાઈ રિસ્ક'માં આવે છે.  

Oct 10, 2019, 03:25 PM IST

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેઃ આ વર્ષની થીમ છે 'આપઘાતની રોકથામ', કારણ છે ઘણું મોટું....

દર વર્ષે ભારતમાં 8 લાખ લોકો આપઘાત કરે છે, જેનો અર્થ એવો થાય કે દર 40 સેકન્ડમાં એક વ્યક્તિ આપઘાત કરે છે. આ કારણે ભારતમાં આ વર્ષની થીમ "40 સેકન્ડ્સ ઓફ એક્શન" રાખવામાં આવી છે. તેનો હેતુ લોકોને આપઘાત કરતાં રોકવા અંગે જાગૃતિ લાવવાનો છે. 

Oct 10, 2019, 02:20 PM IST
Farmer Commits Suicide Due To Heavy Rainfall In Aravalli PT2M34S

અરવલ્લીમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતે કર્યો આપઘાત

મોડાસાનાં ખેડૂત જયંતીભાઇ પટેલ પાસે ત્રણ વીઘા જમીન હતી. જેમાં તેમણે કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. આ વખતે વધારે વરસાદા નોંધાતા અરવલ્લી જિલ્લાનાં ખેતરોમાં પાણી બરાઇ ગયા છે. તેમ જયંતીભાઇનાં ખેડૂતનાં ખેતરમાં પણ પાણી ભરાઇ ગયું હતું. તેમને આંખો સામે જ પોતાની મહેનતે ઉગાડેલા ઊભા પાકને પાણીમાં જતો જોઇને તેમની ભીતિ હતી કે પોતાનો પાક બળી જશે. આ દુખ તે જીરવી ન શક્યાં અને ઘરે જ ઝેરી દવા પીને અંતિમ પગલું ભર્યું છે.

Oct 1, 2019, 02:45 PM IST
Trader Jumped From 5th Floor To Suicide In Valsad PT2M43S

વલસાડ: વેપારીએ 5માં માળેથી કૂદી આપઘાત કર્યો

વલસાડમાં આવેલી મહારાજા હોટલના પાંચમાં માળેથી વેપારીએ પડતું મુક્યું હતું. વેપારીએ આપઘાત કરતાં અગાઉ હોટલની બહાર નીકળીને હોટલના બેનર પર અંદાજે 15 મિનિટ સુધી ઉભો રહ્યો હતો. જોખમી રીતે અને આપઘાત જ કરવા ઉભો હોય તે રીતે ઉભા રહીને વેપારીએ પડતું મૂક્યું હતું. જેમાં તેનું મોત નીપજ્યું હતું. વેપારીના આપઘાત અંગે હોટલની સામે રહેલા પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Sep 25, 2019, 04:30 PM IST
Ratan Kalakar Commits Suicide After Drinking Poisonous Drug In Surat PT1M36S

સુરતના રત્નકલાકારે ઝેરી દવા પીને કર્યો આપઘાત

સુરતમાં એક રત્નકલાકારે આપઘાત કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. સીમાડા નાકા પાસેની આ ઘટના છે. જેમાં નોકરી છૂટી જવાના કારણે રત્નકલાકારે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. ત્યારે આ મામલે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Sep 23, 2019, 01:10 PM IST
 navsari psi suicide at kevadia circuit house watch cctv PT2M57S

કેવડીયાઃ લમણે ગોળી મારી આપઘાત કરનાર PSIના સીસીટીવી આવ્યા સામે

નર્મદા જિલ્લા (Narmada)ના કેવડિયા કોલોની (Kevadia colony) ખાતે નવસારી (Navsari)માં એલઆઈબીમાં PSI તરીકે ફરજ બજાવતા એન.સી.ફિણવીયાએ આજે અગમ્ય કારણોસર આત્મહત્યા (Suicide) કરી છે. કેવડિયા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં સાથી પીએસઆઈની સર્વિસ રિવોલ્વર માંગીને ‘આ રિવોલ્વર સાથે ફોટા પાડવા છે’ તેવું તેમણે કહ્યું હતું. તેના બાદ પોતાના લમણાં પર ગોળી મારી આત્મહત્યા કરી હતી. મૃતક પીએસઆઈ નવસારી LIBમાં પીએસઆઈની ફરજ બજાવતા હતા. તેઓ 2013ની બેચના PSI હતા. આ અંગે નર્મદા પોલીસે આગળની તપાસ કરી મૃતક પીએસઆઈએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તેની તપાસ શરૂ કરી છે.

Sep 17, 2019, 08:25 PM IST

4000ની લાંચ કેસમાં પકડાયેલા મહિલા તલાટીએ માઠું લાગતા કર્યો આપઘાત

શ્રીનાથ રેસિડેન્સીમાં રહેતા શીતલ વેગડા મેમનગરમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા. 14 મે, 2019 ના રોજ એક વ્યક્તિને વારસાઈ પેઢીનું પ્રમાણપત્ર આપવા અંગે 4 હજારની લાંચ કેસમાં રંગેહાથ પકડાઈ જતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. એ સમયથી મહિલા સતત તણાવમાં રહેતા હતા. 

Sep 11, 2019, 11:53 PM IST

ભરૂચ: નર્મદા નદીના કિનારેથી મળી આવ્યા મૃતદેહ, મૃતક પાસેથી મળી સુસાઇટ નોટ

ભરૂચ: ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારેથી એક જ પરિવારના ત્રણ લોકોએ આપઘાત કર્યો હોવાના સમાચાર મળી રહ્યાં છે. જેમાંથી એક મહિલા અને એક પુરુષનો મૃતદેહ પોલીસને મળી આવ્યા છે. જ્યારે હજી અન્ય એક લાશની પોલીસ શોધખોળ કરી રહી છે

Aug 22, 2019, 11:36 AM IST

પત્નીના વિરહમાં પતિએ પાંચમા માળેથી પડતું મુક્યું, બાળકો બન્યા નિરાધાર

એક મહિના પહેલા અચાનક મૃત્યુ પામેલી પત્નીનો વિયોગ રાજેશ સોની સહન કરી શક્યો નહીં અને આખરે તેણે અંતિમ પગલું ભર્યું
 

Aug 1, 2019, 11:00 PM IST

તાપી: આશ્રમ શાળામાં અભ્યાસ કરતા 11 વર્ષના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

જિલ્લાના ડોલવણના ચુનાવાડી ગામાં વનરાજ આશ્રમમાં અભ્યાસ કરતા 11 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. હોસ્ટેલના મકાનમાં માસૂમ વિદ્યાર્થીની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આત્મહત્યા કરનાર વિદ્યાર્થી વલસાડ જિલ્લાના કરરાડાના પીપરડી ગામનો રહેવાસી છે. ઘટનાની જાણ થતા ડોલવણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

Jul 29, 2019, 06:43 PM IST

અમદાવાદ: લવ મેરેજ કર્યા બાદ પરણિતાએ કર્યો આપઘાત, પિયર પક્ષે કર્યો દહેજનો આરોપ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારની એક પરિણિતાને દહેજને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. પરિણીતાના અપમૃત્યુ કેસને લઈ પરિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હંગામો પણ કર્યો અને પોતાની દીકરીએ આત્મહત્યા નહિ પરંતુ સાસરિયા પક્ષ દ્વારા તેની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. 

Jul 28, 2019, 11:39 PM IST

સુરત: શિક્ષિકા દિકરીએ આપઘાત કરતા બેસણામાં પરિવારે બેનરો લઇને કર્યો વિરોધ

પટેલ પરિવારની શિક્ષિત દીકરીએ સાસરીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા બાદ આજે મૃતકના પરિવારજનો બેસણામાં મોટી સંખ્યામાં આવ્યા હતા. પરંતુ પોતાની દીકરાના અકાળે થયેલા મોતના કારણે હાથમાં બેનરો લઈ રડતી આંખે પિયર પક્ષ સાસરી પક્ષે પોહ્ચ્યું હતું. જ્યાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થતા પોલીસ બોલાવવી પડી હતી. 

Jul 27, 2019, 05:58 PM IST

સુરત: વૈશ્વિક મંદી તથા કેન્દ્ર સરકારની કોઇ રાહત ન મળતા રત્નકલાકારે કર્યો આપઘાત

વૈશ્વિક મંદીના અને કેન્દ્ર સરકારની કોઈ રાહત ન મળતા ભારતનો હીરા ઉધોગ આજે મંદીમાં ફસાયો છે, સતત નાના કારખાના બંધ થઇ રહ્યા છે. સાથે જ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવામાં આવી રહ્યા છે. નોકરી જતી રહેતા ઘરનું ગુજરાન ચલાવવું અઘરું બન્યું છે. ત્યારે કેટલાક રત્નકલાકારો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. 

Jul 18, 2019, 07:36 PM IST

રાજકોટની મહિલા ASI અને કોન્સ્ટેબલની હત્યા કે આત્મહત્યા?, 72 કલાક બાદ પણ તપાસનો દોર ચાલુ

મહિલા ASI અને કોન્સ્ટેબલના અપમૃત્ય મામલે 72 કલાક બાદ પણ પોલીસ તપાસ કરી રહી છે. તો આ સમગ્ર મામલે હત્યા છે કે આત્મહત્યા તે FSL રિપોર્ટ આવ્યા બાદ ખુલાસો થઇ શકે છે. જો કે, મહિલા ASIના સાથી ASI વિવેક કુછડીયાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Jul 14, 2019, 12:00 PM IST

રાજકોટ: 19 મહિનાની દીકરીની હત્યા કરી માતાપિતાએ કર્યું અગ્નિસ્નાન

રાજકોટમા માનવ જગતને શર્માસાર કરતી ઘટના સામે આવી છે. ખુદ માતા-પિતાએ જ તેમની 19 મહિનાની દીકરીની હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. સાથે જ દીકરીની હત્યા કર્યા બાદ માતાપિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે.

Jul 8, 2019, 03:22 PM IST

સુરત: ધોરણ 10ની વિદ્યાર્થીનીએ ટ્યુશન ટીચરના ટોર્ચરથી કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરના અમરોલી વિસ્તારમાં ધોરણ 10માં આભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમરોલી વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીને ટ્યુશન ટીચર દ્વારા ટોર્ચર કરવાથી વિદ્યાર્થીનીએ એપાર્ટમેન્ટના ધાબા પરથી કૂદકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે વિદ્યાર્થીનીનો બચાવ થયો હતો. 

Jul 7, 2019, 11:12 PM IST