પહેલા વેક્સિન.. પછી જ પરીક્ષા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય

દેશમાં 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને કોરોના રસી મળવાની છે. આ પહેલા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે. 18 વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓ વેક્સિનેશન પછી જ જીટીયૂની પરીક્ષાનું ફોર્મ ભરી શકશે.

પહેલા વેક્સિન.. પછી જ પરીક્ષા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય

અતુલ તિવારી, અમદાવાદઃ ભારત સહિત ગુજરાતમાં કોરોનાની બીજી લહેર (Corona's Second Wave)  ચાલી રહી છે. દરરોજ નવા કેસમાં મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. હવે 1 મેથી દેશભરમાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી મળવાની છે. આ માટે 28 એપ્રિલથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ થવાની છે. આ વચ્ચે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)એ એક મહત્વનો નિર્ણય લીધો છે. 

જીટીયૂના વિદ્યાર્થીઓએ વેક્સિન લેવી ફરજીયાત
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જાહેર કર્યા અનુસાર, આગામી 1 મે 2021થી ત્રીજા તબક્કામાં 18 વર્ષથી ઉપરના માટે પણ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને વધાવતાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી શૈક્ષણીક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ કે જે 1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સીન લેવી ફરજીયાત કરવામાં આવી છે. 

આ સંદર્ભે જીટીયુ‌ કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુમાં મોટા પ્રમાણમાં યુવા વિદ્યાર્થીઓની સંખ્યા છે. કોવીડ-19ના સમયમાં તેમનું સ્વાસ્થ્ય જળવાય રહે અને અભ્યાસમાં પણ કોઈ પ્રકારની હાની ના થાય તે હેતુસર, વિદ્યાર્થીના હિતને કેન્દ્ર સ્થાને રાખીને આ નિર્ણય લેવાયો છે.  આ સંદર્ભે જીટીયુ દ્વારા સંલગ્ન કૉલેજોને પણ પરિપત્ર કરીને જણાવવામાં આવ્યું છે કે, 18 વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓના વેક્સિનેશન પછી જ આગામી શૈક્ષણીક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા ફોર્મ ભરવા દેવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news