Student News

'ખભા, બગલ, પેટ-પેઢાના ભાગે ચપ્પાના ઘા માર્યા! મહીસાગરમા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો!
A Student In Balasinore Attacked A Classmate With A Knifes: બાલાસિનોરમાં અમદાવાદની પૂર્વ વિસ્તારમાં આવેલી સેવન્થ ડે શાળામાં બનેલી ઘટનાનું પુનરાવર્તન થયું છે.અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં મહીસાગર જિલ્લામાં પણ વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરાયો છે. ધોરણ 8માં ભણતાં વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીએ ચપ્પા વડે હુમલો કરતાં હોસ્પિટલ લવાયો હતો. આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. શાળા છૂટ્યા બાદ ધોરણ-૮માં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓને કોઈક કારણોસર મગરજમારી થઈ હતી. મામલો એટલી હદે ઉગ્ર બની ગયો હતો કે, એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો. શાળા છૂટયા બાદ ગેટ બહાર બનેલી ઘટનાને લઈ વિદ્યાર્થીઓમાં દોડધામ મચી જવા પામી હતી અને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. 
Aug 22,2025, 10:13 AM IST

Trending news