gtu

GTU દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને રાખી પરીક્ષા મોકુફ, સ્થિતી થાળે પડ્યા બાદ તારીખો જાહેર થશે

કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે સમગ્ર દેશની શિક્ષણ પ્રણાલી ખોરંભે ચડી છે. તેવામાં યુનિવર્સિટીઓથી માંડીને શાળાઓ સુધી તમામ શૈક્ષણિક પદ્ધતી ખોરંભે ચડી છે. યુનિવર્સિટીઓ પરીક્ષા મુદ્દે મુંઝવણમાં વધારો થઇ રહ્યો છે. હવે યુનિવર્સિટીઓ શિયાળુ સત્રની પરીક્ષાઓ ઓનલાઇન લેવી કે ઓફલાઇન તે મુદ્દે ભારે મુંઝવણ અનુભવી રહ્યા છે. બીજી તરફ ટેક્નીકલ કોલેજોનાં એસોસિએશન વાઇસ ચાન્સેલરને પત્ર લખીને જીટીયુની પરીક્ષા ઓફલાઇનના બદલે ઓનલાઇન લેવા માટેની માંગ કરવામાં આવી હતી. 

Dec 1, 2020, 07:29 PM IST

અમદાવાદ કર્ફ્યૂ: GPSC,GTU ની પરીક્ષા રદ્દ, CA ના વિદ્યાર્થીઓને અપાઇ છુટછાટ

શહેરમાં કોરોનાની સ્ફોટક સ્થિતીને જોતા તંત્ર દ્વારા સોમવાર સુધીના સંપુર્ણ લોકડાનની જાહેરાત કરી દેવામાં આવી છે. આ દરમિયાન કોઇ પણ અવર જવર પર પ્રતિબંધ લગાવાયો છે. આ કર્ફ્યૂને ધ્યાને રાખીને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. 

Nov 20, 2020, 10:34 PM IST

GTUની બેઠકમાં લેવાયો આ નિર્ણય, આ વિદ્યાર્થીઓને મળશે વધુ એક તક

ન્યૂ એજ્યુકેશન પોલીસી- 2020ના સૂચન મુજબ GTU ખાતે સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેકનોલોજી શરૂ કરવા અને ચાલુ વર્ષથી જ એમ.ફિલ કોર્સ બંધ કરવાનો સૈદ્ધાંતિક સ્વિકાર કરાયો હતો.

Nov 9, 2020, 03:59 PM IST

GTUની સેમિસ્ટર-3ની પરીક્ષા ક્યારે લેવાશે તે વિશે કરાઈ મહત્વની જાહેરાત

  • હવે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પરીક્ષા યોજાશે. તમામ તાલુકા કેન્દ્રો પર ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવામાં આવશે

Nov 4, 2020, 09:41 AM IST

આજથી GTUના મેરીટ બેઝ માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની લેવાશે પરીક્ષા

આજથી GTU દ્વારા મેરીટ બેઝ માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. મેરીટ બેઝ પ્રમોશનથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની GTUએ તક આપી છે. રાજ્યના 32 કેન્દ્ર પર ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવાશે

Oct 26, 2020, 09:05 AM IST

સાયબર ક્રાઇમના કેસ ઉકેલવા GTU તૈયાર કરશે સેના, શરૂ કર્યો નવો કોર્સ

રાજ્યભરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના ગુનાઓ સતત વધી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ સાયબર કેસોને ઉકેલવા માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ.ના એક્સપર્ટની સમયાંતરે મદદ લેવાતી હોય છે.

Oct 22, 2020, 01:45 PM IST

GTUના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રથમ વખત યોજાઈ ઓફલાઈન પરીક્ષા

GTUના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રથમ વખત ઓફલાઈન પરીક્ષા યોજાઈ છે. દરેક જિલ્લામાં એક કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ રહી છે. અમદાવાદમાં એલ.ડી.એજીનયરીગ કોલેજમાં પરીક્ષા લેવાઈ રહી છે. મોટી સંખ્યામાં વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે

Sep 21, 2020, 11:24 AM IST

રાજ્યની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં કરી અરજી

રાજ્યની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં અરજી કરી છે. કોર્ષ ઘટાડા અને કોલેજ બંધ કરવાની અરજીને પગલે ડિપ્લોમા અને ડિગ્રી એન્જીનિયરિંગમાં 3 હજાર જેટલી બેઠકો ઘટશે. સરકારે ખાનગી કોલેજોને પ્રોત્સાહન આપવા માટે એક સમયે આડેઘડ કોલેજોને મંજુરી તો આપી પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે.

Sep 18, 2020, 10:58 AM IST

આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ શરૂ

ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા લેવી તેના અસમંજસ વચ્ચે 90 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપવાના છે

Sep 3, 2020, 10:49 AM IST

પરીક્ષા આપવી ન પડે તે માટે ભેજાબાજ વિદ્યાર્થીએ કર્યું મોટું કારસ્તાન, જાણો શું છે ઘટના

જ્યારે ઓનલાઇન પરીક્ષા શરૂ થવાની હતી, તે અગાઉ વિદ્યાર્થીઓની મોક ટેસ્ટ લેવાઈ હતી. મોક ટેસ્ટના ડેટા એરોન વર્ગીસે GTUની સિસ્ટમ હેક કરી લીક કરી દીધો હતો.

Aug 19, 2020, 08:56 PM IST

આજથી GTUમા બીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા શરૂ થશે

કોરોના સંકટને કારણે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ઓનલાઇન પરીક્ષા લઈ રહી છે. 
 

Aug 17, 2020, 07:52 AM IST

શિક્ષણ વિભાગની સ્પષ્ટતા, રાજ્યની તમામ યુનિવર્સિટી 30 સપ્ટેમ્બર સુધી પરીક્ષાઓ પૂર્ણ કરે

ગુજરાતભરની અનેક યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષા લેવાની હજી બાકી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આજે આ મામલે મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે 

Aug 12, 2020, 01:26 PM IST

GTUની ઓનલાઈન પરીક્ષામાં ખામી સર્જાઈ, 1 હજાર જેટલા વિદ્યાર્થી પરીક્ષામાં જોડાઈ ન શક્યા

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષામાં સામાન્ય સમસ્યા સર્જાઈ હતી. આશરે 1 હજાર જેટલા યુજીના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષામાં ન જોડાઈ શક્યા. પાસવર્ડ અને રજીસ્ટર્ડ ઈન્સ્ટ્રુમેન્ટ બદલાતા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા માટે લોગઈન ન કરી શકતા સમસ્યા સર્જાઈ હતી. જેને કારણે 12,500 માંથી આશરે 11,500 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 1 હજાર જેટલા વિદ્યાર્થીઓની આગામી દિવસમાં ફરીથી પરીક્ષા લેવાશે. 17 ઓગસ્ટના રોજ બાકી રહી ગયેલા યુજીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય તેવી શક્યતા છે. 

Aug 4, 2020, 12:02 PM IST

GTU ની વિસ્તૃત ગાઇડલાઇન, વારંવાર લોગઇન કરી શકાશે, આઇફોન નહી વાપરી શકાય

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા 17 ઓગષ્ટે લેવાનારી ઓનલાઇન પરીક્ષા માટે ખાસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં પરીક્ષા દરમિયાન કોઇ પ્રોબ્લેમ થાય તો વિદ્યાર્થીઓ મલ્ટિપલ લોગઇન થઇ શકશે. જો કે આ પરીક્ષા આઇફોન દ્વારા આપી શકાશે નહી. 

Jul 27, 2020, 05:22 PM IST

GTUએ પરીક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરી, 23 જુલાઈ સુધી વિદ્યાર્થીએ વિકલ્પ પસંદ કરવાનો રહેશે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે. યુજી, પીજી અને ડિપ્લોમાના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની રહેશે. કોરોના મહામારીમાં GTU દ્વારા MCQ ફોર્મેટમાં પરીક્ષા લેવાશે. ઓનલાઈન પરીક્ષા 30 જુલાઈએ લેવાશે, જે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા ના આપવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ 18 ઓગસ્ટના રોજ ઓફલાઈન પરીક્ષા આપી શકશે. 

Jul 22, 2020, 03:37 PM IST

જીટીયુના 5 ઈનોવેટર્સની કમાલ, કોરોના અટકાવવા સેનેટાઈઝર વોચ બનાવી

કોરોનાથી બચવા માટે સેનેટાઈઝર મહત્વનું શસ્ત્ર સાબિત થયું છે. આવામાં ઘરમાંથી સેનેટાઈઝર લઈને નીકળવું એટલે તમારું સુરક્ષાકવચ હાથમાં લઈને નીકળવા જેવું છે. પરંતુ વારંવાર પર્સમાં હાથ નાંખીને સેનેટાઈઝર લેવું જોખમી પણ બની જાય છે. ત્યારે જીટીયુના ઈનોવેટર્સે એવુ ઈનોવેશન કર્યું છે, જેના માટે તમારે પર્સમાં હાથ નાંખવાની જરૂર નહિ પડે. હવે સેનેટાઈઝર તમારી ઘડિયાળમાં જ ફીટ કરી દીધું છે. 

Jul 22, 2020, 09:57 AM IST

GTU દ્વારા પરીક્ષાની તારીખો જાહેર: 30 જુલાઇએ ઓનલાઇન, 17 ઓગસ્ટે ઓફલાઇન પરીક્ષા લેવાશે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટી (GTU) દ્વારા લાંબા મનમંડોળા બાદ પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. અંતિમ વર્ષની પરીક્ષા મુદ્દે લાંબી ડામાડોળ બાદ આખરે તંત્રએ નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીટીયુનાં 60 હજારથી વધારે વિદ્યાર્થીઓ પર આ નિર્ણયનાં કારણે અસર પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીટીયુ રાજ્યની પ્રથમ એવી યુનિવર્સિટી છે જેણે MCQ આધારિત ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષાની જાહેરાત કરી છે. જીટીયુ દ્વારા 30 જુલાઇએ ઓનલાઇન જ્યારે 17 ઓગસ્ટે ઓફલાઇન પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી.

Jul 13, 2020, 06:08 PM IST

GTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. MCQ ફોર્મેટમાં વિદ્યાર્થીઓની અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા 30 જુલાઈ પહેલા ઓનલાઈન પૂર્ણ કરાશે. MCQ ફોર્મેટમાં લેવાનારી પરીક્ષામાં 70 માર્કની પરીક્ષા 70 મિનિટ માટે લેવાશે. ઝડપથી વિદ્યાર્થીઓને પરિણામ આપી શકાય તે હેતુથી હવે MCQ ફોર્મેટમાં પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. જે વિદ્યાર્થી પાસે નેટની સુવિધા ના હોય તે કોલેજ પર જઈ વાય ફાઈના માધ્યમથી પણ પરીક્ષા આપી શકશે. 

Jul 9, 2020, 02:13 PM IST