આ શહેરમાં પ્રથમવાર કોલ્ડ મિક્ષના ઉપયોગથી વરસાદી ખાડા પુરાશે, જાણો શું છે આ ટેકનિક?
છેલ્લા ઘણા દિવસો દરમ્યાન પડેલા અતિભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગોનું ધોવાણ થઈ જતાં રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા હતા. તંત્ર દ્વારા રોડ પર પડેલા ખાડાઓને મોરમ પ્રકારની માટીથી પુરાણ કરવાની કોશિશ તો કરવામાં આવતી હતી.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: શહેરમાં સૌ પ્રથમવાર કોલ્ડ મિક્ષનો ઉપયોગ કરી રોડ પર પડેલા ખાડા પૂર્વની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રોડ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ જતાં અકસ્માત થવાની થવાની શક્યતા ના કારણે રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે મનપા દ્વારા હવે ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.
છેલ્લા ઘણા દિવસો દરમ્યાન પડેલા અતિભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગોનું ધોવાણ થઈ જતાં રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા હતા. તંત્ર દ્વારા રોડ પર પડેલા ખાડાઓને મોરમ પ્રકારની માટીથી પુરાણ કરવાની કોશિશ તો કરવામાં આવતી હતી, પરંતુ ફરી વરસાદ થતાં માટીનું ધોવાણ થઈ જતું હતું અને ત્યાં ફરી ખાડાઓ પડી જતાં હતાં. ત્યારે હવે ગુજરાતના અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં રોડ પર પડેલા ખાડા પૂરવામાં આવી રહ્યા છે એ આધુનિક કોલ્ડ મિક્ષ પદ્ધતિથી ભાવનગર શહેરમાં પ્રથમવાર ખાડા પૂરવાની કામગીરી નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પદ્ધતિમાં ખાડાઓમાં સીધો ડામરનો ઉપયોગ કરી તેના પર ઝીણી ગ્રીન્ટનો છંટકાવ કરવામાં આવે છે અને તેના પર ઝીણી રેતી પાથરી દેવામાં આવે છે. આ કામગીરી કર્યા પછી જો એક કલાક તેના પર પાણી ના પડે તો આ મટીરીયલ એકદમ સખત થઈ જામી જાય છે અને એક બે કલાક બાદ જો ફરી વરસાદ આવે તો ત્યાં ધોવાણ થતું નથી અને ખાડો કાયમી રીતે પુરાઈ જાય છે. ત્યારે ભાવનગર મનપા કમિશનર એન.વી ઉપાધ્યાય એ પ્રત્યક્ષ ઉપસ્થિત રહી કોલ્ડ મિક્ષ પદ્ધતિથી ખાડા પૂરવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે