Cadila Pharma : અમદાવાદના આ પોલીસ સ્ટેશનના CCTV ચેક કરો, મહિલા ACPએ સહીઓ કરાવી લીધી

Cadila Pharma CMD Accussed of Sexual Harrasment : કેડિલાના સીએમડી રાજીવ મોદીની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયન યુવતીએ જાતીય સતામણીમાં ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
 

Cadila Pharma : અમદાવાદના આ પોલીસ સ્ટેશનના CCTV ચેક કરો, મહિલા ACPએ સહીઓ કરાવી લીધી

cadila pharma cmd accussed of sexual Harrasment: ગુજરાતની ટોપની ફાર્મા કંપની કેડિલાના CMD રાજીવ મોદી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. એમની પર્સનલ સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. બલ્ગેરિયન યુવતીએ ગુજરાત હાઇકોર્ટના ખખડાવેલા દ્વારમાં ગુજરાત પોલીસની ભૂંડી ભૂમિકા હોવાના આરોપો વચ્ચે તોડબાજીમાં બદનામ થયેલી પોલીસ સામે એક બિઝનેસમેનને સાચવવા માટે કેવા ખેલ પાડ્યો એનો મોટો ખુલાસો થયો છે. બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટમાં કરેલી ફરિયાદમાં પોલીસ સામે ગંભીર આક્ષેપો છે. પોલીસ આ મામલે પોતાનો બચાવ કરી રહી છે પણ સાચું ખોટુ કોણ એ તો આગામી દિવસોમાં બહાર આવશે પણ ગુજરાત પોલીસ ફરી એકવાર યુવતી સાથેના રેપ કેસમાં બદનામ થઈ રહી છે. આ પ્રકરણમાં પોલીસ સામે એવા આરોપો છે કે જો આ સાચા હોય તો પોલીસ હવે કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. 

એકદમ શરમાળ છે અને ખુબ જ વાચાળ થવું જોઈએ
અમદાવાદની જ નહીં દેશભરમાં જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે. રાજીવ મોદી આ પહેલાં પણ છૂટાછેડાના કેસમાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ આવ્યા છે.  જસ્ટિસ જે.સી.દોશીએ નીચલી કોર્ટમાંથી કેસના રેકર્ડ એન્ડ પ્રોસીડીંગ્સ મંગાવતો નિર્દેશ કર્યો હતો અને યુવતીની અરજી પર વધુ સુનાવણી તા.૪થી ડિસેમ્બરના રોજ ફાયનલ કરી છે. બલ્ગેરિયન યુવતી દ્વારા  કરાયેલી રિટ અરજીમાં ફાર્મા કંપનીના સીએમડી વિરૂધ્ધ આઇપીસીની કલમ ૩૭૬, ૩૫૪, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ મુજબ  પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી દાદ મગાઈ છે. બલ્ગેરિયન યુવતીના આરોપ છે કે સીએમડી સાથે તેને કંપનીના કામે ઉદયપુર, જમ્મુ સહિતના જુદા જુદા સ્થળોએ જવાનું થતું હતું. સીએમડીએ તેણીને એટલે સુધી જણાવ્યું હતું કે, નોકરી કરવી હોય તો તેમાં બાંધછોડ પણ કરવી પડે. તા.21મી ફેબ્રુઆરી 2023ના રોજ કંપનીના મેનેજરનો યુવતી પર આવ્યો હતો અને કહ્યુ કે, સીએમડી સાથે ઉદેપુર જવાનું છે. ઉદેપુરથી પરત ફરતા સીએમડીએ યુવતીની જાતીય ટિપ્પણી કરીને કહ્યું કે, એકદમ શરમાળ છે અને ખુબ જ વાચાળ થવું જોઈએ. આ પછી તા.23મી ફેબ્રુઆરી 2023ના રોજ સીએમડી સાથે જમ્મુ ગઈ હતી. જ્યાં સીએમડીએ યુવતીને કહ્યુ કે, પી.એ. તરીકે નોકરી કરવા માંગતી હોય તો કોઈ છોછ હોવો ન જોઈએ. આ સમયે યુવતી અનકન્ફર્ટેબલ સીચ્યુએશનમાં મુકાઈ હતી. તા.24મી અને 26મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્યુ કરી જાતીય સતામણી કરી હતી.

વારંવારની રજૂઆત અને લેખિત પુરાવા છતાં ફરિયાદ ન થઈ 
આ મામલે બલ્ગેરિયન યુવતીએ ફાર્મા કંપનીના સીએમડી અને જોન્સન મેન્થુ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વસ્ત્રાપુર મહિલા પોલીસમથકમાં પણ અરજી આપી હતી પરંતુ વારંવારની રજૂઆત અને લેખિત પુરાવા છતાં તેની ફરિયાદ નોંધવામાં આવતી નથી. અરજદારે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ પણ ગુહાર લગાવી હતી પરંતુ કોઇ પરિણામ નહી આવતાં તેણીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ કેસમાં યુવતીએ નીચલી કોર્ટેમાં પણ અરજી કરી હતી પરંતુ આ અરજી નામંજૂર થતાં હાઇકોર્ટમાં રિટ કરાઈ છે. 

જાતીય સતામણીનો ભોગ બનેલી પોલીસનો ભોગ બની
આ કેસમાં બલ્ગેરિયન યુવતી વતી હાઈકોર્ટમાં પહોંચનારા અરજદારના વકીલ તરફથી આક્ષેપ કરાયો હતો કે, મહિલા પોલીસ મથકના એસીપી હિમલા જોષીએ તેણીની પાસે કેટલાક કાગળો પર સહીઓ લઇ લીધી હતી અને પછી એસીપીએ જણાવ્યું હતું કે, તેણીને સામાવાળા સામે વાંધો નથી, તેણી અરજી પાછી ખેંચે છે. જો કે, મહિલા એસીપીએ તેણીને તેનો સામાન પાછો અપાવવાનું કહીને તેણીને સહીઓ કરાવી લઇ છેતરી હોવાનો મોટો આરોપ મૂક્યો છે. જો કે, આ અંગેના સીસીટીવી ફુટેજીસ કબ્જે કરવામાં આવે તો બધુ સ્પષ્ટ થઇ જાય તેમ છે. તમે આ ઘટનાની પરાક્રાષ્ઠા તો જુઓ અરજદાર યુવતીએ રાજય મહિલા આયોગ, જુદા જુદા પોલીસ મથક સહિતના સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ ફાર્મા કંપનીના સીએમડી વિરૂધ્ધ ફરિયાદ નોંધવા અંગેની અરજીઓ આપી હતી અને સાથે સાથે કોર્ટમાં સોગંદનામા સાથે ૨૮ જેટલા દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. જો કે, આજદિન સુધી તેની અરજીઓ પરત્વે કંઇ પરિણામ નહી આવતાં આખરે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આમ પોલીસ પરથી ભરોસો ઉઠી જતાં કોર્ટમાં પહોંચી હતી. પોલીસનું કામ કાયદાનું રક્ષણ કરવાનું છે. જો યુવતીના આરોપો સાચા હોય તો એક બિઝનેસમેનને બચાવવા માટે ગુજરાત પોલીસે આ પ્રકરણમાં ભૂંડી ભૂમિકા ભજવી હોવાના આરોપો છે. ફરિયાદ લેવાની તો વાત દૂર પણ તે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માગતી ન હોવાના કાગળો પર સહીઓ કરાવી આ મામલામાં પૂર્ણ વિરામ મૂકવાનો પ્રયાસ કરાયો હોવાના પોલીસ પર આ કેસમાં આરોપો છે. હવે આ કેસ હાઈકોર્ટમાં હોવાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પણ ક્રિકેટ મેચ જોવા દિલ્હીથી આવેલા યુવક પાસેથી 20 હજાર પડાવી લઈ તોડબાજી માટે બદનામ થયેલી પોલીસ માથે વધુ એક કલંક લાગ્યું છે. જોકે, ઉપરોકત તમામ આરોપો યુવતીએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં થયા હોવાથી ખુદ પોલીસ કઠેડામાં મૂકાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news