gujarat highcourt
ગઢડા સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટનો વિવાદ વકર્યો, હાઈકોર્ટે Dysp રાજદીપ નકુમને નોટિસ ફટકારી
ગઢડા સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. મંદિર ટ્રસ્ટની ઓફિસમાં પોલીસ કર્મીઓએ કરેલી ગેરવર્તણૂક મામલે અરજદારે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. ત્યારે હાઈકોર્ટે ડીવાયએસપી રાજદીપ નકુમને નોટિસ ફટકારી છે અને 22 ડિસેમ્બર સુધી જવાબ રજૂ કરવા સૂચના આપી છે. આ મામલે વધુ સુનવણી 22 ડિસેમ્બરે હાથ ધરાશે. ડીવાયએસપીના ગેરવર્તણૂંકના વીડિયો પણ હાઈકોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતા.
Dec 18, 2020, 02:25 PM ISTગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોનાથી નિધન
- દિવાળી બાદ પણ ગુજરાત હાઈકોર્ટમાં કોરોના સંક્રમણ વધ્યું હતું. જેમાં ત્રણ જજ ઝપેટમાં આવ્યા હતા.
- દાહોદના લીમખેડા પ્રાંત અધિકારી ડી.કે. હડીયલનું પણ કોરોનાથી નિધન થયું
ગુજરાત સરકારને રાહત, સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટના માસ્કના આદેશ પર રોક લગાવી
ગુજરાત હાઈકોર્ટના માસ્ક અંગેના આદેશ સામે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટ (supreme court) માં પહોંચી છે. ગુજરાત સરકારે માસ્ક ન પહેરવાના હાઈકોર્ટના અમલ અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ (highcourt) ના માસ્કના આદેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ગાઈડલાઈનનુ પાલન ન કરવા નિર્દેશ આપ્યા છે. પરંતુ માસ્ક ન પહેરતા લોકો સામે ગંભીરતાપૂર્વક કામગીરી કરવાનું કહ્યું છે. એસઓપીનું પાલન ચુસ્તપણે કરવા નિર્દેશ આપ્યા છે.
Dec 3, 2020, 01:33 PM ISTહાઈકોર્ટના માસ્ક અંગેના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગુજરાત સરકાર
ગુજરાત હાઈકોર્ટના માસ્ક અંગેના આદેશ સામે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ગુજરાત સરકારે માસ્ક ન પહેરવાના હાઈકોર્ટના અમલ અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. હાઈકોર્ટના કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત સેવાના આદેશ સામે સુપ્રીમમાં અપીલ કરી છે. તેમજ આજે જ સુનાવણી માટે એસજી એ કરી વિનંતી છે. માસ્કના આદેશનુ પાલન કેવી રીતે કરવું તે સમજ પડતી નથી તેથી સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે.
Dec 3, 2020, 11:18 AM ISTગુજરાતના 4 મોટા શહેરોમાં ઝી 24 કલાકનું રિયાલિટી ચેક, હજી પણ નાકની નીચે જ લટકતા દેખાયા માસ્ક
- ઈસ્કોન સર્કલ ખાતે ઝી 24 કલાકે માસ્ક રિયાલિટી ચેક કર્યું. જેમાં જોયું કે, અનેક લોકોએ માસ્ક પહેર્યું નથી અને માસ્ક ન પહેરવાના અવનવા બહાના બતાવી રહ્યા છે.
- . એસટી બસ સ્ટેશન ખાતે ઘણા મુસાફરો હજુ પણ માસ્ક નથી પહેરી રહ્યાં. લોકો માસ્કને પોતાની દાઢી પર લગાવી રહ્યા છે
કાંતિ ગામિતના પ્રસંગ મુદ્દે હાઈકોર્ટે પૂછ્યું, અમે વીડિયો જોયો, આટલી ભીડ ક્યાંથી આવી?
એક તરફ માસ્ક વગર ફરનારા લોકો તથા આ અંગે કોઈ પગલા ન લઈ શકનાર ગુજરાત સરકારની હાઈકોર્ટે (gujarat highcourt) ઝાટકણી કાઢી છે. ત્યારે હાઈકોર્ટે ભાજપના નેતા કાંતિ ગામિતના ઘરે યોજાયેલા પ્રસંગમાં એકઠા થયેલા લોકો મામલે પણ લાલ આંખ કરી છે. તાપી ખાતે યોજાયેલા ભાજપના નેતા કાંતિ ગામિત (kanti gamit) ના પરિવારના પ્રસંગની પણ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટે પૂછ્યું કે, તાપી ખાતે યોજાયેલ લગ્ન સમારોહમાં આટલી ભીડ આવી ક્યાંથી. લગ્ન સમારોહનો વીડિયો અમે જોયો. તેમજ હાઈકોર્ટે સમગ્ર મામલે લાલઆંખ કરીને જિલ્લા એસપી અને સ્થાનિક પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે ફરિયાદ દાખલ થઈ છે કે નહીં તે અંગેની માહિતી માંગી હતી.
Dec 2, 2020, 12:33 PM ISTહાઈકોર્ટનો ગુજરાત સરકારને આદેશ, માસ્ક ન પહેરનારાઓને કોવિડ કેર સેન્ટરમાં સેવા કરાવડાવો
- ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાતમાં માસ્ક નહિ પહેરનારા લોકોને covid કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામુ બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે
હાર્દિક પટેલની અરજી પર આજે hcમાં સુનવણી, ગુજરાત બહારના પ્રવાસની આપશે માહિતી
- કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ગુજરાત બહાર જવાની મજૂરી માંગતી અરજી કરી છે, જેમાં પોતાને ચૂંટણી પ્રચાર માટે ગુજરાત બહાર જવાનું હોવાની રજૂઆત કરવામાં આવી.
- હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર ન જવા દેવો નથી તેવી સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી
વધુ એક ચોંકાવનારો સરવે : પેટાચૂંટણીમાં ભાજપનો 3 બેઠકો પર ખેલ બગડી શકે છે
- ભાજપ દ્વારા કરાયેલા પહેલા સરવેમાં પરિણામ મળ્યું હતું કે, આ પેટાચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન થઈ શકે છે. 8 માંથી 4 બેઠક પર વર્તમાન પરિસ્થિતિમાં ભાજપને ભૂંડી હારનો સામનો કરવો પડી શકે છે.
ધારીમાં પ્રચાર સમયે ભાજપની સભામાં લોકોએ ચાલતી પકડી, કહ્યું-પક્ષપલટુ નથી જોઈતો
- ખાંભા ભાજપના નેતાઓનો વિરોધ દર્શાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
- સ્થાનિકોએ કહ્યું કે, અઢી વર્ષ પહેલા જે વ્યક્તિ દિલીપ સંઘાણી સામે લડ્યો હતો હવે પક્ષપલટો કરતા ભાજપે તેને જ ટિકીટ આપી
નીતિન પટેલ પર જૂતુ ફેંકનારો ભાજપનો જ પૂર્વ નેતા નીકળ્યો
- નીતિન પટેલ પર ફેંકાયેલા જૂતા પર હવે રાજકીય રંગ જોવા મળી રહ્યો છે. પોલીસ તેને કોંગ્રેસનો કાર્યકર ગણાવી રહી છે, પણ રશ્મિન પટેલનો ભૂતકાળ ભાજપ સાથે જોડાયેલો છે. સવાલ
છે કે રશ્મિન પટેલ કોણ છે
પક્ષપલટુ નેતાઓ પાસેથી વસૂલો પેટાચૂંટણીનો ખર્ચ, હાઈકોર્ટમાં કરાઈ અરજી
- 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાઁથી પક્ષપલટો કરીને ભાજપમાં જનારા નેતાઓનો રાફડો ફાટ્યો છે.
- 2017 બાદ 19 ધારાસભ્યો રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા.
- ક વિધાનસભાની પેટાચૂંટણીનો ખર્ચો લગભગ 2 કરોડ રૂપિયા આવે છે
ન નેતાઓ સુધર્યા, ન તો લોકો... સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાના ઉડતા પુરાવા ગામેગામ જોવા મળ્યાં
આજે બનાસકાંઠાની બે ઘટનાઓમાં સોશિયલ ડિસ્ટન્સ (social distance) ના ધજાગરા ઉડતા જોવા મળ્યાં
Oct 6, 2020, 02:24 PM ISTસુપ્રિમ કોર્ટનો ગુજરાતના નેતાઓને મોટો ઝટકો, પેન્ડિંગ 92 કેસો ફટાફટ ચાલશે
- દેશની સર્વોચ્ચ અદાલતમાં થયેલી એક અરજીમાં બહાર આવ્યું કે, દેશના પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો સામે ઢગલાબંધ ક્રિમિનીલ કેસ ચાલે છે. જેમાં અનેકની સુનવણી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે.
છ મહિના બંધ રહેલી ગુજરાત હાઈકોર્ટ હવે પ્રત્યક્ષ સુનવણી માટે ખુલ્લી કરાઈ
- ગુજરાત હાઇકોર્ટ 16મી સપ્ટેમ્બરથી શરૂ થશે. નવી શરતોને આધીન કોર્ટ શરૂ કરવામાં આવનાર છે.
- માસ્કથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા
અમદાવાદની DPS સ્કૂલ સંચાલક મંજૂલા શ્રોફના રિમાન્ડ કોર્ટે કર્યાં નામંજૂર
Ahmedabad DPS school principal Manjula Shroff's remand denied by court
Aug 29, 2020, 06:45 PM ISTપેટાચૂંટણી મોકૂફ રાખવાની અરજી મામલે HC એ ચૂંટણી પંચને મોકલી નોટિસ
કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની 8 બેઠક પર યોજાનારી પેટાચૂંટણી અંગે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. કોરોનાના કહેર વચ્ચે કેવી રીતે ચૂંટણી યોજવી તે અંગે અરજી કરાઈ હતી. જે અંગે આજે સુનવણી હાથ ધરાઈ હતી. પેટા ચૂંટણીને લઈ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનવણી શરૂ થઈ છે. અરજદારે રજૂઆત કરી છે કે, હાલની પરિસ્થિતિમાં ચૂંટણી ન યોજાય. ચૂંટણીના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચને નોટિસ મોકલવામાં આવી છે. હાઈકોર્ટે ચૂંટણી અધિકારીઓને પણ નોટિસ મોકલી છે.
Aug 7, 2020, 03:37 PM ISTકોરોનાકાળમાં 4 મહિના બાદ આજથી ગુજરાતભરની કોર્ટમાં મેન્યુઅલી ફાઈલિંગ શરૂ થયું
આજથી રાજ્યભરની તમામ કોર્ટમાં વકીલો દ્વારા મેન્યુઅલી ફાઇલિંગ કરવાનું શરૂ કરાયું છે. વકીલોની રજુઆતને પગલે આ નિર્ણય લેવાયો છે. કોરોનાની સાવચેતી સાથે આજથી તમામ વકીલો ઓન ઓનલાઈનને બદલે મેન્યુઅલી ફાઇલિંગ કરી શકશે. ત્યારે ચાર મહિના બાદ મેન્યુઅલી ફાઈલિંગ શરૂ થતા વકીલોમાં પણ ખુશીનો મહાલો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ (gujarat highcourt) દ્વારા ફિઝિકલ ફાઇલિંગની મંજૂરી આપવામાં આવી હતી. બાર એસોસિએશનનાં સભ્યો દ્વારા પ્રતિક ઉપવાસ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેના બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા 4 ઓગસ્ટથી શરતોને આધીન ફિઝિકલ ફાઇલિંગની મંજૂરી આપવામાં આવી હતી. તમામ વકીલો ઓનલાઇન ફાઇલિંગ કરવામાં સક્ષમ ન હોવાની બાર એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના બાદ હાઈકોર્ટે ફિઝિકલ ફાઇલિંગ માટે મંજૂરી આપી હતી. જોકે તમામ વકીલો અને કર્મચારીઓએ ચુસ્તપણે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે તેવું પણ સૂચવ્યું હતું.
Aug 4, 2020, 12:32 PM ISTફીના સરકારી ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો
ખાનગી શાળાની ફી મુદ્દેના સરકારના ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. ખાનગી શાળાઓ દ્વારા સરકારના 16.07.20ના રોજના ઠરાવ સામે હાઈકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઇકોર્ટેમાં અરજદારે રજૂઆત કરી કે, રાજ્ય સરકારને આ ઠરાવ બહાર પાડવાની સત્તા નથી. અરજદાર રાજ્યભરમાં ખાનગી શાળાઓમાં 16 લાખ કર્મચારીઓ રોજગારી મેળવી રહ્યા છે. તેથી પીએમ આત્મનિર્ભર યોજના હેઠળ આ લોકો માટે સરકાર કોઈ પેકેજ આપે. 10 એપ્રિલથી સરકાર સાથે ફીના મુદ્દા પર ખાનગી શાળાઓની ચર્ચા ચાલી રહી છે. ખાનગી શાળાઓએ સરકારને વચન આપ્યું હતુ કે, તેઓ ફી વધારશે. આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરાશે.
Jul 25, 2020, 12:13 PM ISTહાઈકોર્ટની સરકારને ટકોર, બહારથી આવતા લોકોને રોકો, કોઈને ખરાબ લાગે તેની ચિંતા ન કરો
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હવે વિસ્ફોટક બની રહી છે. ત્યારે માસ્ક પહેરવું જરૂરી બની ગયું છે. આવામાં કોરોનાને લઈ હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે. એક સુનવણીમાં હાઈકોર્ટે ટકોર કરીને કહ્યું કે, માસ્ક નહિ પહેરનારને વધુ દંડ ફટકારો. માસ્ક ન પહેરનારા પાસેથી ઓછામાં ઓછો 1 હજાર દંડ વસૂલવામાં આવે. તેમજ બહારથી આવતા લોકોને પણ રોકવામાં આવે. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે, કોઈને ખરાબ લાગશે તેની ચિંતા ન કરો.
Jul 24, 2020, 04:07 PM IST