CWGમાં ગોલ્ડ જીતીને રાજ્યનું ગૌરવ વધારનાર હરમીત દેસાઈ સરકારના પ્રોત્સાહનથી નારાજ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે એક નીતિ બનાવવામાં આવી હતી પરંતુ આજે રાજ્ય સરકારે તેની નીતિનો અમલ કર્યો નથી. આથી ગોલ્ડ મેડલ જીતનાર હરમીત દેસાઈ નારાજ થયો છે. 

  • કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતનાર હરમીત દેસાઈ નારાજ
  • ગુજરાત સરકારની પ્રોત્સાહન નીતિથી હરમીત દેસાઈ નારાજ
  • હરમીત દેસાઈ ગોલ્ડ મેડલ જીતનાર ગુજરાતનો એકમાત્ર ખેલાડી

Trending Photos

 CWGમાં ગોલ્ડ જીતીને રાજ્યનું ગૌરવ વધારનાર હરમીત દેસાઈ સરકારના પ્રોત્સાહનથી નારાજ

ગાંધીનગરઃ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું અને રાજ્યનું ગૌરવ વધારનાર ટેબલ ટેનિસ ખેલાડી હરમિત દેસાઈએ આજે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી. હરમીત દેસાઈએ ખેલાડીઓને અપાતા કેશ એવોર્ડ પોલિસીને લઈને સીએમને રજૂઆત કરી હતી. સીએમને રજૂઆત કરતા હરમીતે જણાવ્યું કે, ગુજરાતની અંદર અન્ય રાજ્યો કરતા ખેલાડીઓને ઓછી રકમ આપવામાં આવે છે. 

હાલમાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં સંપન્ન થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં હરમીત દેસાઈએ ટેબલ ટેનિસમાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હરમીત દેસાઈ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી બન્યો છે. ત્યારે રાજ્ય સરકારે રાજ્યના વધુમાં વધુ ખેલાડીઓ સ્પોર્ટસ એક્ટિવિટીમાં ભાગ લે અને ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે હરમીતનું સન્માન કરવાની જરૂર હતી. રાજ્ય સરકારે માત્ર 33 લાખ રૂપિયા આપીને હરમીતનું સન્માન કર્યું હતું. આ ઘટનાને લઈને હરમીત દેસાઈ રાજ્ય સરકાર પર ખૂબ નારાજ થયો હતો અને હરમીતે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. 

Image may contain: text

રાજ્ય સરકારની એક સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત નામની એક વેબસાઇટ છે. આ વેબસાઇટની અંદર રાજ્યના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારે જે નીતિ બનાવી હતી તે નીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે વર્ષ 2014માં એક ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવ મુજબ કોમનવેલ્થ ગેમ્સમાં જે ખેલાડી ગોલ્ડ મેડલ જીતીને આવે તેને 1 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે, પરંતુ આજે હરમીતનું સન્માન કરવામાં આવ્યું તો રાજ્ય સરકાર પોતાની નીતિ ભૂલી ગઈ હતી અને માત્ર 33 લાખ રૂપિયા આપ્યા હતા. આ ઘટના બાદ કોંગ્રેસે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને રાજ્ય સરકારની ટિક્કા કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news