close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાજ્ય સરકાર

Gujarat Vidhansabha: State Govt. To Pass Bills in Vidhansabha to Curb Water Theft PT1M42S

જુઓ પાણીની ચોરીને અટકાવવા રાજ્ય સરકાર શું કરશે

રાજ્યમાં કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયા રાજ માટે રાજ્ય સરકારે વિધાનસભામાં સુધારા વિધેયક પસાર કર્યું છે. જેમાં આરોપી સામેની સજા અને દંડમા વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પાણીની ચોરી કરનરાઓને હવે ત્રણ મહિનાથી બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

Jul 23, 2019, 05:50 PM IST

પાણીની ચોરીને અટકાવવા સરકાર લાવશે વિધાનસભામાં સુધારા વિધેયક, થશે આકરી સજા

રાજ્યમાં કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયા રાજ માટે રાજ્ય સરકારે વિધાનસભામાં સુધારા વિધેયક પસાર કર્યું છે. જેમાં આરોપી સામેની સજા અને દંડમા વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પાણીની ચોરી કરનરાઓને હવે ત્રણમહિના થી બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. 

Jul 23, 2019, 05:14 PM IST

ગુજરાત સરકારે ખેડૂતો પાસે વિજ કનેક્શનના નામે લૂંટ ચલાવી: અર્જુન મોઢવાડિયા

ગુજરાતમા ખેડૂતોને અપાતા વિજ કનેક્શન મુદ્દે પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમા તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર દ્વારા એવો દાવો કરવામા આવી રહ્યો છે કે તે સર પ્લસ રાજ્ય છે, પરંતુ દૂર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે ગુજરાતના ખેડૂતોને જે કનેક્શનો મળવા જોઈએ તે નથી મળતા...હાલ રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વિજ કનેક્શન માટે લાખ-દોઢ લાખ રુપિયા લેવામાં આવી રહ્યા છે. 

Jul 7, 2019, 11:54 PM IST

મુંબઇ Live: વરસાદે લીધો આરામ, ધીરે ધીરે ઓછુ થઇ રહ્યું છે પાણી

માયાનગરી મુંબઇમાં વર્ષ 2005 બાદ આજે સૌથી વધારે વરસાદ થયો છે. 2005માં જ્યાં 977.2 મિમી વરસાદ નોંધાયો હતો ત્યારે છેલ્લા 24 કલાકમાં મુંબઇના ઉપનગરમાં 375.2 મિમી વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે આજે મુંબઇના ત્રણ જિલ્લામાં રજાની જાહેરાત કરી છે.

Jul 2, 2019, 01:40 PM IST

મુંબઇમાં ભારે વરસાદે મચાવી તબાહી, રાજ્ય સરકારે 3 જિલ્લામાં રજાની જાહેરાત

મયાનગરી મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે મહારાષ્ટ્ર સરકારે ત્રણ જિલ્લામાં રજાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે મુંબઇ, મુંબઇ ઉપનગર અને ઠાણે જિલ્લામાં રજાની જાહેરાત કરી છે. તે દરમિયાન બધી અત્યાવશ્યક સેવાઓ કાર્યરત રહશે.

Jul 2, 2019, 10:56 AM IST
Dy. CM Nitin Patel's Press Conference on Govt. Workers' allowance PT13M11S

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, જુઓ Dy. CM નીતિન પટેલે કરી શું જાહેરાત

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો.

Jun 29, 2019, 06:55 PM IST

સમુદ્રની સફર કરનારા ગુજરાતીઓ માટે ખુશ ખબરી, આ સ્થળે પણ શરૂ થશે રો-રો ફેરી

ભરૂચના દહેજ અને ભાવનગરના ઘોઘા વચ્ચે રો-રો ફેરીની સફળ શરૂઆત થયા બાદ તેનો વિસ્તાર વધારવાની માંગ સતત થઇ રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ એ ઈચ્છી રહી છે કે, રસ્તા અને રેલ્વેની સાથે દરિયાનો પણ મુસાફરી માટે ઉપયોગ થાય, તેને જ ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આ દિશામાં કામ કરી રહી છે. 

Jun 26, 2019, 08:54 PM IST

ZEE 24 કલાકના રીપોર્ટનો પડઘો, દવાના નામે દારૂ વેચનારાઓ સામે થશે કાર્યવાહી

ગુજરાતમાં આયુર્વેદિક દવાના નામે ૧૧ ટકા આલ્કોહોલ વેચાણ થતા ઝી 24 કલાકના ઓપરેશનનો પડઘો પડ્યો છે. હર્બીના નામે પાનના ગલ્લે આલ્કોહોલ વેચવાનું કંપનીને ભારે પડશે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કંપનીને નોટિસ આપી લાયસન્સ રદ કરવા સુધીના પગલા ભરાશે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એસજી કોશિયાએ કંપનીનો પરવાનો રદ કરવા સુધીના પગલાં ભરવાની કરી ભલામણ કરી છે. 

Jun 25, 2019, 09:56 PM IST

CNG વાહન ચાલકોને હવે લાબી લાઇનમાં નહિ ઉભુ રહેવું પડે, સરકારનો મોટો નિર્ણય

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના CNG વાહન ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, હાલ CNG વાહન ચાલકોને CNG માટે ફિલીંગ સ્ટેશન પંપ ઉપર લાઇનમાં ઊભા રહેવું પડે છે તેમાંથી મુક્તિ મળશે. 

Jun 25, 2019, 09:23 PM IST

મગફળી કાંડ મુદ્દે આગામી વિધાનસભાના સત્રને ગજવવાની કોંગ્રેસે કરી તૈયારી

ગુજરાતમાં મુખ્યમંત્રીના સીધા આશીર્વાદથી મગફળી કૌંભાડ ચાલી રહ્યુ છે. જે મુદ્દો કોંગ્રેસ અગામી વિધાનસભા સત્રમાં પુરવા સાથે આક્રમકતાથી ઉઠાવશે. આ નિવેદવ આપતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમણે ઉમેર્યુ કે, ગાંધીધામમાં કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી અને રૂપાણી સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો ગાંધીધામ જેવી જ સ્થિતિ દરેક જગ્યાએ છે. 

Jun 22, 2019, 05:22 PM IST

વડોદરા: રાજ્ય સરકારે કર્યું આગામી 25 વર્ષ માટે પીવાના પાણીના સંગ્રહનું આયોજન

રાજ્યસરકાર આગામી 25 વર્ષ માટે પીવાના પાણીના સંગ્રહનું આયોજન કરી રહી છે. વડોદરાના 5 ધારાસભ્યો જેમાં રાજ્યના મંત્રી યોગેશ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રતાપપુરા સરોવર અને આજવા સરોવરની મુલાકાત લઈ પાણીના સંગ્રહ માટેનો પ્રોજેકટ તૈયાર કર્યો જે રાજ્ય સરકારને સુપ્રત કરાશે.
 

Jun 22, 2019, 04:49 PM IST

‘સલામત સાવરી એસ.ટી અમારી’ દારૂ પીધેલી હાલતમાં ST બસનો ડ્રાયવર ઝડપાયો

રાધનપુર બસ ડેપોમાં એસ.ટીનો ડ્રાયવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા રાજ્ય સરકારના ‘સલામત સવારી એસ.ટી અમારી’ના ધજાગરા જોવા મળ્યા હતા. એસ.ટી ડેપોમાં જ ડ્રાયવર દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી એસ.ટી ડેપોના મેનેજર દ્વારા ડ્રાઇવરને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. 
 

Jun 18, 2019, 06:21 PM IST
VAYU Returns PT9M51S

વાયુ વાવાઝોડાએ ફરી દિશા બદલી, કચ્છ પર ત્રાટકે તેવી આશંકા

વાયુવાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ ગયું હોવાનાં સમાચાર બાદ સમગ્ર તંત્રને હાશકારો થઇ ગયો હતો. જો કે હવે વાવાઝોડુ ફરી કચ્છ તરફ ફંટાયું હોવાનાં અહેવાલો પ્રાપ્ત થયા છે. જેના પગલે આ વાવાઝોડાની અસર થાય તેવા દેવભુમિ દ્વારકા અને કચ્છનાં તંત્રને ફરી એલર્ટ રહેવા માટે સુચના આપવામાં આવી છે.

Jun 14, 2019, 11:40 PM IST
Water had entered the coastal villages in the region: CM PT3M17S

સવારે આઠ વાગ્યે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની અસર શરૂ થશે: CM રૂપાણી

વાયુ વાવાઝોડાના ધ્યાને રાખીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મોડી રાત્રે રીવ્યુ બેઠક કરી હતી. ત્યાર બાદ સીએમ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ બેઠકમાં મંત્રીઓ અને તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, રાજ્યમાં પોણા ત્રણ લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Jun 13, 2019, 09:10 AM IST

સવારે આઠ વાગ્યે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની અસર શરૂ થશે: CM રૂપાણી

વાયુ વાવાઝોડાના ધ્યાને રાખીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મોડી રાત્રે રીવ્યુ બેઠક કરી હતી. ત્યાર બાદ સીએમ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ બેઠકમાં મંત્રીઓ અને તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, રાજ્યમાં પોણા ત્રણ લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

Jun 13, 2019, 12:35 AM IST

વાયુ વાવાઝોડાને કારણે રાજ્યમાં કુલ 6ના મોત, અનેક જિલ્લાઓમાં વરસાદ

વાયુ વાવાઝોડાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં અલગ અલગ બનાવોમાં કુલ 6ના લોકોના મૃત્યું થયા છે. સ્ટેટ કંટ્રોલ રૂમમાં નોંધાયા પ્રમાણે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડવા ઝાડ પાડવા સહિતની ઘટનાઓને કારણે આ માનવ મૃત્યુ આંક નોંધાયા છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થળાંતર સહિતની પ્રવૃત્તિ ઉપર ગાંધીનગરથી મોનીટરીંગ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉપર 4 આઇ.એ.એસ સહિત 26 અધિકારીઓ રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરશે.

Jun 12, 2019, 11:52 PM IST

વાયુ વાવાઝોડાનો પ્રકોપ, પોરબંદરનો દરિયો પાળો તોડી રહેણાક વિસ્તારમાં ધૂસ્યો

રાજ્યમાં સમયની સાથે વાયુ વાવાઝાડોનું સંકટ પણ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારો પર વાવાઝોડાને અનુલક્ષીને સરકાર દ્વારા લોકોની સુરક્ષા માટે સ્થાળાંતર કરવામાં આવી રહ્યા છે. જ્યારે ‘વાયુ’ વાવાઝોડાને કારણે પોરબંદરનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયાના મોઝા 10થી15 ફૂટ જેટલા ઉંચા ઉછળી રહ્યા છે. અને પાળો તોડી દરિયો રહેણાક વિસ્તારોમાં ધૂસી રહ્યો છે. 
 

Jun 12, 2019, 08:35 PM IST

વાવાઝોડાને પગલે સરકારનું આગોતરૂ આયોજન, 5 લાખ ફૂડ પેકેટ તૈયાર: નીતિન પટેલ

રાજ્યમાં ચાલી રહેલા વાવઝોડાના સંકટને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલની અધ્યક્ષસ્થાને સુરક્ષા વ્યવસ્થાને લઇને મહત્વની બેઠક મળી હતી. ત્યાર બાદ નાયબ મખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યના લોકોને મહત્વની માહિતી આપી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના તમામ વિભાગો દ્વારા આગોતરૂ આયોજન અને બચાવ કામગીરી રાહત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી છે.

Jun 11, 2019, 10:13 PM IST

ગુજરાતમાં વાવાઝોડના સંકટને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર કરી એડવાઇઝરી

રાજ્યમાં વાયુ વાવાઝોડાને લઇને કેન્દ્ર સરકાર પણ સતર્ક છે અને કેન્દ્ર સરકાર દ્વારા સતત રાજ્ય સરકારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રાલયે વાયુ વાવાઝોડાને લઇને એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં રાજ્ય સરકારને તાકીદના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે. 

Jun 11, 2019, 09:35 PM IST

દક્ષિણ ગુજરાતના તાપીમાં ધોધમાર વરસાદ શરૂ, વીજળી પડતા મહિલાનું મોત

રાજ્યમાં વાયુ વાવાઝોડાનું સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં સંકટ આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ વિસ્તારોને રાજ્ય સરકાર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તાપીમાં આકરા તાપથી લોકોને રાહત મળી છે. વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો થયો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વાતાવરણ બદલાતા કાળા ડિબાંગ વાદળો સર્જાયા છે. 

Jun 11, 2019, 09:02 PM IST