Makeup કરીને Online કલાસ લેવા આવ્યાં ટીચર, પછી મેડમ સાથે કંઈક એવું થયુંકે...Viral થઈ ગયો Video!

Teacher Makeup Online Class Video: નાના બાળકોના ઓનલાઈન ક્લાસનો આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

Makeup કરીને Online કલાસ લેવા આવ્યાં ટીચર, પછી મેડમ સાથે કંઈક એવું થયુંકે...Viral થઈ ગયો Video!

નવી દિલ્હીઃ જીવલેણ કોરોનાની મહામારીએ આખી દુનિયાને હચમચાવી નાંખી છે. કોરોનાએ દરેકનું જીવન બદલી નાખ્યું છે. આ મહામારીએ લોકોને રહેવાની નવી રીતો વિશે શીખવ્યું છે. મહામારીમાં અભ્યાસથી લઈને નોકરીઓ સુધીનું બધું જ ઓનલાઇન થઈ ગયું . પરંતુ હવે લોકો ઓફિસોમાં જવા માંડ્યા છે, તેમ છતાં બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને, શાળાઓ હજી સુધી ખોલવામાં આવી નથી અને બાળકો માટે ફક્ત ઓનલાઇન વર્ગો ચાલુ છે.

આ દરમિયાન ઓનલાઇન ક્લાસના ઘણાં રમૂજી વીડિયો સોશલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. આવો જ એક વીડિયો હાલ સોશલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ હસી પડશો. આ વીડિયો એવો છેકે, તેને જોયા પછી હસવું બંધ કરવું ખૂબ મુશ્કેલ બની જશે. નાના બાળકોના ઓનલાઈન વર્ગનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં મેડમ ક્લાસ લઈ રહ્યા છે, આ દરમિયાન એક છોકરી તેની મિત્રને કહે છે કે મેડમ કેટલો મેકઅપ કરીને આવ્યા છે. છોકરીએ કહ્યું કે મેડમે લિપસ્ટિક, ઇયર ટોપ્સ, કાજલ અને હાઈલાઇટર લગાવ્યું છે. છોકરીએ તેની મિત્રને કહ્યું કે મેડમ કેટલાં તૈયાર થઈને આવ્યાં છે. મેડમ કેટલાં સારા દેખાઈ રહ્યાં છે. આ સાંભળીને અન્ય બાળકો પણ આશ્ચર્યચકિત થાય છે. વીડિયો જોતા એવું લાગે છે કે જાણે છોકરી માઇક બંધ કરવાનું ભૂલી ગઈ હોય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news