GEB ઇજનેરો 7માં પગારપંચ સહિતની માંગ સાથે 5500 કર્મીઓ પ્રતીક ઉપવાસ પર

કામદાર વિદ્યુત સંઘે ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા થતાં યુનિફોર્મ પહેરવાના દબાણ તેમજ પડતર માંગણીઓને પગલે થોડા દિવસ અગાઉ વિરોધ નોંધાવ્યો હતો. 

 GEB ઇજનેરો 7માં પગારપંચ સહિતની માંગ સાથે 5500 કર્મીઓ પ્રતીક ઉપવાસ પર

સુરતઃ સાતમાં પગારપંચ સહિતના ભથ્થાનો લાભ વીજ કંપનીના ઇજનેરોને નહીં મળતાં જીઇબી એન્જિનિયર એસોસિએશન સાથે સંકળાયેલા 5500 જેટલા સભ્યો વરાછા ઊર્જા ભવન સામે પ્રતીક ઉપવાસ પર ઉતરી ગયા છે. કામદાર વિદ્યુત સંઘે ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા થતાં યુનિફોર્મ પહેરવાના દબાણ તેમજ પડતર માંગણીઓને પગલે થોડા દિવસ અગાઉ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સુરત સહિત વલસાડમાં પણ પ્રતીક ઉપવાસ પર ઉતરી ગયા છે.
વીજ કંપની સાથે સંકળાયેલા અધિકારી, કર્મચારી અને કામદાર આમ સર્વે વર્ગમાં જાણે નારાજગી વ્યાપી હોય તેમ એક પછી એક વર્ગ વીજ કંપનીના તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ગત મહિને કામદાર વિદ્યુત સંઘના સભ્યોએ કાપોદ્રા સ્થિત વીજ કંપનીની કોર્પોરેટ ઓફિસની બહાર યુનિફોર્મનો ઢગલો કરી પડતર માગણીઓ નહીં સંતોષાતાં વિરોધ કર્યો હતો. ત્યારબાદ આજથી પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે

આ કર્મીઓએ જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો 26 માર્ચથી અનિશ્ચિત કાળની હડતાળ પર ઊતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સુરત સહિત વડોદરા, રાજકોટ, મહેસાણા, અમદાવાદ, વલસાડ ખાતેના 5500થી વધુ ઇજનેરો, ડોક્ટર્સ, પ્રોગ્રામર્સ કેમિસ્ટ વગેરેને 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવેલા સાતમા પગારપંચનો લાભ મળ્યો નથી. સાથે સાથે અન્ય 32 જેટલી વિવિધ માંગણીઓ વણઉકેલાયેલી છે. બુધવારે જીયુવીએનએલને અને તેની સંલગ્ન કંપનીઓની રજિસ્ટર્ડ કોર્પોરેટ કચેરી કે જેમાં સુરત કાપોદ્રા સ્થિત ઊર્જા ભવનની સામે ઉપવાસ પર ઊતરી ઇજનેરો વિરોધ નોંધાવી રહ્યા છે. માંગણીઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો  20 માર્ચે માસ સી.એલ. અને 26 માર્ચથી અનિશ્ચિત કાળની હડતાળ પર ઊતરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news