ભગવાન આવી મજબુરી કોઇ બાપને ન આપે! કચ્છમાં દિકરાની ફી ભરવાની હોવાથી શેઠની હત્યા કરી
મુન્દ્રાના વડાલામાં એક મહિના અગાઉ મળેલી લાશનો ભેદ ઉકેલતી કચ્છ પોલીસે પુત્રની ફી માટે એકની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગામના જૈન અગ્રણીની છરીના ઘા મારી નિર્મમ હત્યા કરી નાખ્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. સોનાના બ્રેસલેટ, પોચી, ચેઇનની લૂંટ કરી બેન્કમાંથી ગોલ્ડ લોન મેળવી લાખોની લૂંટ કરીને હત્યા કરી હતી. મુંદરા મરીન પોલીસ સ્ટેશન તાબાના વડાલા ગામે થયેલ જૈન આધેડની હત્યાનો વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી મુંદરા મરીન પોલીસે તપાસ આદરી છે.
Trending Photos
કચ્છ : મુન્દ્રાના વડાલામાં એક મહિના અગાઉ મળેલી લાશનો ભેદ ઉકેલતી કચ્છ પોલીસે પુત્રની ફી માટે એકની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગામના જૈન અગ્રણીની છરીના ઘા મારી નિર્મમ હત્યા કરી નાખ્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. સોનાના બ્રેસલેટ, પોચી, ચેઇનની લૂંટ કરી બેન્કમાંથી ગોલ્ડ લોન મેળવી લાખોની લૂંટ કરીને હત્યા કરી હતી. મુંદરા મરીન પોલીસ સ્ટેશન તાબાના વડાલા ગામે થયેલ જૈન આધેડની હત્યાનો વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી મુંદરા મરીન પોલીસે તપાસ આદરી છે.
ગઇ તા.૨૬/૪/૨૦૨૨ ના રોજ કલાક મુંદરાના વડાલામાં જૈન આધેડ મનસુખભાઇ ઉર્ફે મનુભાઇ માવજીભાઇ સતરા (હાલ રહે,મુલુન્ડ મુંબઇ) ની કોઇ અજાણ્યા ઇસમ ધ્વારા કોઇ અગમ્ય કારણોસર કોઇ તીક્ષ્ણ હથિયારથી શરીરે ગંભીર ઘા મારી હત્યા કરી નાખી હતી. જે બનાવ બાબતે મનસુખભાઇના સાઢુભાઇ મુકેશભાઇ મુળજી છેડા ધ્વારા ફરીયાદ દાખલ કરાવી હતી. જેથી આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મનસુખભાઈએ બનાવ સમયે શરીરે સોનાનો બ્રેસલેટ (પોંચી) વજન અંદાજિત ૩ તોલા કી.રૂ. ૧,૨૦,૦૦૦/- તથા સોનાની ચેઇન હાંસબાઇ માતાજીના ફોટા સાથેના લોકેટ વાળી વજન અંદાજિત ૪ તોલા કી.રૂ.૧,૬૦,૦૦૦/- એમ કુલ રૂ.૨,૮૦,૦૦૦/-ની લુંટ થયાની વિગત મેળવી હતી. પત્નીએ જણાવ્યા અનુસાર આ ગુનો પ્રથમથી વણશોધાયેલ હોય અને જૈન સમાજમાં ભય અને ડરનો માહોલ હોવાથી ગુનો શોધી કાઢવા માટે પોલીસ પશ્ચિમ કચ્છ-ભુજ તરફથી ગુનો શોધી કાઢવા માટે સુચના કરવામાં આવી હતી.
પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી હતી. બનાવ સ્થળની આજુબાજુનો વિસ્તાર, અવાવરૂ જગ્યા તેમજ અવાવરૂ કુવા તેમજ ટેકનીકલ સર્વેલન્સ તેમજ સી.સી.ટી.વી.ફુટેજનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સાથે સાથે ફરીયાદ પક્ષ તથા ગ્રામજનોની હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરીને આરોપીને ઝડપી લીધો હતો. આરોપી વાલા નાગશી ગઢવી લુંટેલો માળ સોનાના બ્રેસલેટ (પોંચી) ફેડ બેન્ક મુંદરા મુકી તેના પર ગોલ્ડ લોન લીધી હતી. જેથી ન્યુ મુંદરા ખાતે આવેલ ફેડ બેન્કમાં જઇ તપાસ કરવામાં આવતા આરોપી નાગશી ગઢવી ફેડબેન્કમાં બ્રેસલેટ જમા કરાવી ૩૧,૧૦,૦૦૦/-ની ગોલ્ડ લોન લઇ અને તેની જુની લોન રૂ.૧૬,૫૦૦/-ની ચાલુ હતી તે જુની લોનમાં રૂ.૧૮,૦૧૩/-વ્યાજ સહિત બ્રેસલેટ લોન પેટે મળેલ રોકડા રૂ.૧,૧૦,૦૦૦/-માંથી ભરપાઇ કરી. એટલે કે બનાવના દિવસે જ કલોઝ કરાવી અને નવી ગોલ્ડ લોન ચાલુ કરાવી હતી.
નાગશી ગઢવીને પોલીસ સ્ટેશન બોલાવીને પુછપરછ કરતા આરોપીએ ગુનો સ્વિકાર કર્યો હતો. પોતાના દીકરાના અભ્યાસ માટે ફી ભરવા માટે રૂપીયાની સખત જરૂરીયાત હોવાથી મનસુખભાઇના શરીરે સોનાની પોંચી તથા સોનાની ચેઇન પહેરેલ હોય મનો મન નકકી કરી,મનસુખભાઇ સતરાને સસ્તા ભાવે જમીન અપાવવાની લાલચ આપી વડાલાથી પાવડીયારા રોડ તરફ જમીન બતાવવા માટે લઇ જઇ અને બાવળની ઝાડીમાં એકલતાનો લાભ લઇ સાડા અગ્યાર વાગ્યાના અરસામાં છરીના કુલ ૧ર ઘા મારી હત્યા કરીને તમામ ઘરેણા લઇ લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે