corruption

સળગતો મુદ્દો : બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો કેતન ઈનામદારનો આક્ષેપ

વડોદરા (Vadodara) માં બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો સળગ્યો છે. વડોદરામાં બરોડા ડેરીના સત્તાધિશો પર સભાસદોનું શોષણ કરવાના ગંભીર આરોપ ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે લગાવ્યા છે. ધારાસભ્ય કેતન ઈનામદારે સહકાર મંત્રી ઈશ્વર પટેલને આ અંગે પત્ર લખી રજૂઆત કરી છે. બરોડા ડેરી (baroda dairy) સભાસદોને નફો આપતી નથી તેમજ દાણની કાચા માલની ખરીદી તેમની મળતિયા એજન્સી કરે છે તેવા પ્રકારની રજૂઆત કેતન ઈનામદારે તેમના પત્રમાં કરી છે. ધારાસભ્યએ બરોડા ડેરી પર કાચા માલમાં ભેળસેળ કરવાના પણ આરોપ લગાવ્યા છે. તો બરોડા ડેરીમાં શોષણ થવાના ધારાસભ્ય કેતન ઈનામદારે લગાવેલા આક્ષેપનો ડેરીના પ્રમુખ દિનેશ પટેલે જવાબ આપ્યો છે. 

Sep 4, 2021, 02:06 PM IST

ભૂજ ACB ની સફળ ટ્રેપ : કુકમા ગામના મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા

  • કુકમા ગામના મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા
  • ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી

Aug 13, 2021, 10:23 AM IST

કરોડો રૂપિયા ગયા પાણીમાં... પહેલા વરસાદમાં જ જન મહેલ બન્યું જળ મહેલ

  • વડોદરા પાલિકાએ સ્માર્ટ સિટી અંતર્ગત 72 કરોડના ખર્ચે બનાવેલ જન મહેલ પહેલા જ વરસાદમાં બન્યું જળ મહેલ
  • જન મહેલમાં પાણી ભરાતા મુસાફરો, દુકાનદારો, ઓફિસ સ્ટાફ અને સિટી બસ ડેપો ખાતેના સંચાલકો મુસીબતમાં મૂકાયા

Jul 22, 2021, 04:03 PM IST

SURAT: માસ્કના નામે અવાવરૂ જગ્યાએ તોડ કરવાનો POLICE નો વીડિયો VIRAL

 કોરોના કાળમાં સામાન્ય માણસ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો છે. તેવામાં પોલીસ દ્વારા વિવિધ કાયદા અને નિયમો અંતર્ગત માસ્કના નામે દંડની બીક બતાવી લોકોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એકાંત જગ્યા પર લોકોને અટકાવીને પોલીસ દ્વારા ઉઘરાણા કરાઇ રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેના પગલે પોલીસની ઇમેજ ખરડાઇ છે. આ અંગે હાલ તો પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. 

Jul 20, 2021, 11:06 PM IST

 ભાવનગર : BJP ની બે મહિલા નેતાઓએ માંગી 3 લાખની લાંચ, વાયરલ ઓડિયોમાં ભાંડો ફૂટ્યો 

  • આગેવાન કોમલ ત્રિવેદી અને બીના જોષીએ પતિ પત્નીનું સમાધાન કરવાના મામલામાં રૂપિયા માંગ્યા
  • આ કામ માટે તેમણે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ કેસ પતાવવા ગુંડાઓનો ઉપયોગ કરવાની પણ ખાતરી આપી

Jul 14, 2021, 04:03 PM IST

Ram Mandir: આપ સાંસદે રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ, કહ્યું- ED અને CBI કરે તપાસ

આમ આદમી પાર્ટીથી રાજ્યસભા સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. 

Jun 13, 2021, 07:17 PM IST

અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી, CBI એ દાખલ કરી FIR, અનેક જગ્યાએ રેડ

પોલીસ અધિકારી બાર અને હોટલ પાસેથી મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરીને તેમને પહોંચાડે. આ સાથે જ પરમબીર સિંહે બોમ્બે હાઇકોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરી હતી.

Apr 24, 2021, 10:55 AM IST

parambir singh case: અનિલ દેશમુખને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટે અરજી નકારી

વસૂલી કાંડના  આરોપો પર બોમ્બે હાઈકોર્ટ (HC) ના આદેશ બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપનાર અનિલ દેશમુખ (anil deshmukh) ને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. 

Apr 8, 2021, 04:29 PM IST

Corruption Report 2020: કોરોના કાળમાં ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો, આ દેશમાં છે સૌથી ઓછું Corruption

દુનિયામાં ભ્રષ્ટાચાર પર નજર રાખનારી રેન્કિંગ એજન્સી ટ્રાંસપરેન્સી ઈન્ટરનેશનલે ગુરૂવારે '2020 કરપ્શન પર્સેપ્શન્સ ઈન્ડેક્સ (CPI)'જાહેર કર્યો છે. જેમાં ભારત 40 અંકોની સાથે 86માં સ્થાન પર છે. 

Jan 29, 2021, 12:19 PM IST

ધોળકા મામલતદાર અને વચેટીયો 25 લાખની લાંચ લેતા પકડાયા, ખેડૂત બતાવવા માંગ્યા હતા 75 લાખ

  • લાંચ લેતા પકડાયેલા મામલતદાર હાર્દિક ડામોરના પિતા પૂર્વ SP રહી ચૂક્યા છે. તેમજ તેમણે ACBમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં, તેમના ભાઈ તામિલનાડુમાં IGP કક્ષાના અધિકારી છે

Jan 20, 2021, 01:29 PM IST

PM મોદી બોલ્યા- ભ્રષ્ટાચારનો વંશવાદ આજનો સૌથી મોટો પડકાર, તેના પર પ્રહાર કરવો પડશે

પીએમે કહ્યું કે, હજારો કરોડના કૌભાંડ, શેલ કંપનીઓની જાળ, ટેક્સ ચોરી, આ બધુ વર્ષો સુધી કેન્દ્રમાં રહ્યું. 2014મા જ્યારે દેશે મોટા પરિવર્તન કરવાનો નિર્ણય લીધો તો સૌથી મોટો પડકાર માહોલને બદલવાનો હતો. 
 

Oct 27, 2020, 05:48 PM IST

પોરબંદરના ખેડૂતનો આક્ષેપ, સરકાર માન્ય બિલ હોવા છતાં ડીલરે વસૂલ્યા વધુ રૂપિયા

સરકાર દ્વારા ખેડૂતોને બજાર ભાવ કરતા ઓછા ભાવે જરુરી ખેત વપરાશની ચીજવસ્તુઓ મળી રહે તે માટે સબસીડી આપવામાં આવતી હોય છે, પરંતુ ઘણીવાર સરકારની આ યોજનાઓનો લાભ ખેડૂતોને મળવો જોઈએ તે મળતો હોતો નથી. પોરબંદરમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેથી એક જાગૃત ખેડૂત તરીકે આ ખેડૂતે ખેતીવાડી અધિકારી સહીત ધારાસભ્ય સહિત ઉચ્ચકક્ષાએ આ અંગે રજુઆત કરી છે.

Oct 14, 2020, 06:00 PM IST

રાજકોટ ડેરીમાં રાજકીય ધમાસાણ: દિલીપ સખીયાને D Company સાથે સંબંધો, સોનાની દાણચોરી અને ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

ડેરીના ચેરમન ગોવિંદ રાણપરીયાએ કિશાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, દિલીપ સખીયાએ સટામાં 10 કરોડનો ચૂનો લગાવ્યો છે. ગામના 3 લોકોએ દિલીપ સખીયાના કારણે આત્મહત્યા કરી છે. તાજેતરમાં 15 કિલો સોનુ નેપાળ બોર્ડર ખાતે પકડાયું હતું એ સમય પકડાયેલ શખ્સ દિલીપ સખીયાના પિતરાઇ ભાઇ છે. ઉપરાંત દિલીપ સખીયા દાઉદ ગેંગ સાથે સંકળાયેલ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જે તમામ આક્ષેપ સામે પ્રમુખ દિલીપ સખીયા એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની મોટી રાજકોટ ડેરીનું સંચાલન નીચુ જઇ રહ્યું છે આ વહ્યાત આક્ષેપો છે. જો હું દાઉદ ગેંગ સાથે સંકળાયેલ હોય તો કાયદો કાયદાનું કામ કરી કાર્યવાહી કરી શકે છે. રાજકોટ ડેરીના વિવાદો વચ્ચે ડેરીના ચેરમેન અને ભારતીય કિશાન સંઘના પ્રમુખ એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બન્ને એક બીજા પર માનહાનિનો દાવો કરશે અને લડત લડશે.

Sep 24, 2020, 05:30 PM IST

કલેક્ટરની કેબીનમાં શર્ટ કાઢી બોલાવી રામધૂન, ધારાસભ્ય સહીત 15 કાર્યકરોની અટકાયત

બાયડ ધારાસભ્ય જશુભાઇ પટેલ દ્વારા આયોજનના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ સાથે કલેકટર કચેરીએ શર્ટ કાઢી રામધુન કરી વિરોધ દર્શાવતા પોલીસે ધારાસભ્ય સહીત ૧૫ કાર્યકરોની અટકાયત કરી હતી.

Sep 2, 2020, 11:09 PM IST

ભ્રષ્ટ સરકારી કર્મચારીને દૂર કરશે મોદી સરકાર, સમય પહેલાં કરવામાં આવશે નિવૃત

કેન્દ્રની નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારે પોતાના તમામ વિભાગોમાં નોકરીમાં 30 વર્ષ પુરી કરી ચૂકેલા કર્મચારીઓની સેવાના રેકોર્ડની સમીક્ષા કરવા અક્ષમ અને ભ્રષ્ટ કર્મીઓને ચિન્હિત કરવા અને તેમને જનહિતમાં સમય પહેલાં નિવૃત કરવા માટે કહ્યું છે.

Aug 30, 2020, 11:21 PM IST
Allegation of corruption in purchase of Rs 2.5 crore steel in Vadodara PT4M54S
Corruption of Rajkot Municipal Corporation exposed PT12M34S

જયા જેટલીને હાઇકોર્ટમાંથી મળી રાહત, નીચલી કોર્ટના નિર્ણય પર લાગ્યો સ્ટે

સમતા પાર્ટીની પૂર્વ અધ્યક્ષ જયા જેટલી (Jaya Jaitly)ને હાઇકોર્ટમાંથી રાહત મળી ગઇ છે. હાઇકોર્ટમાં જયા જેટલીએ નિચલી કોર્ટના ચૂકાદાને પડકાર્યો હતો. હાલ કોર્ટે જયા જેટલીની અરજીને મંજૂર કરીને નિચલી કોર્ટના ચૂકાદા પર સ્ટે લગાવી દીધો છે.

Jul 30, 2020, 06:30 PM IST

રાજકોટ : કલાસ-2 ઈન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા

રાજકોટના કલાસ 2 ઇન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા છે. રૂપિયા 15,000 ની લાંચ લેતા એસીબીના હાથે તેઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. 12 માર્ચ 2019ના રોજ એક કલાસ 2 ઓફિસરે 15,000 ની લાંચ સ્વીકારી હોવાનું એસીબી તપાસમાં સામે આવ્યું છે. વર્ષ 2011-12 ના ઇન્કમટેક્સ રિટર્નમાં આવેલ ક્વેરી સોલ્વ કરવા ઓફિસરે 20,000 ની લાંચ માંગી હતી. બાદમાં 15,000 ની લાંચ સ્વીકારી હતી. ભોગ બનનારે એસીબીમાં આ અંગે અરજી કરી હતી. અરજીના આધારે એસીબી તપાસ શરૂ કર્યા બાદ લાંચ લીધા હોવાનું સામે આવ્યું હતું. આજે એસીબીએ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Jun 21, 2020, 04:16 PM IST