સરકાર ઘુંટણીયે: અમદાવાદમાં જો 2 કલાકમાં ઓક્સિજન નહી મળે તો પરિસ્થિતિ બેકાબુ બની જશે

ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. હવે કોરોના નવા દર્દીઓનો આંકડો સરેરાશ 5000 ની આસપાસ પહોંચી ચુક્યો છે. ખાસ કરીને ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્થિતી ખુબ જ ભયાનક છે. સુરત અને અમદાવાદની સ્થિતી તો એટલી ગંભીર બની છે કે એક પછી એક હોસ્પિટલનાં બેડ પણ ફુલ થઇ રહ્યા છે. દર્દીઓને યોગ્ય સારવાર નથી મળી રહી અને કેટલાક કિસ્સામાં બહાર લોબીમાં બેસાડીને સારવાર અપાઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે. તેવામાં હવે અમદાવાદમાં બીજો વિકરાળ પ્રશ્ન સામે આવ્યો છે. 

સરકાર ઘુંટણીયે: અમદાવાદમાં જો 2 કલાકમાં ઓક્સિજન નહી મળે તો પરિસ્થિતિ બેકાબુ બની જશે

અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. હવે કોરોના નવા દર્દીઓનો આંકડો સરેરાશ 5000 ની આસપાસ પહોંચી ચુક્યો છે. ખાસ કરીને ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્થિતી ખુબ જ ભયાનક છે. સુરત અને અમદાવાદની સ્થિતી તો એટલી ગંભીર બની છે કે એક પછી એક હોસ્પિટલનાં બેડ પણ ફુલ થઇ રહ્યા છે. દર્દીઓને યોગ્ય સારવાર નથી મળી રહી અને કેટલાક કિસ્સામાં બહાર લોબીમાં બેસાડીને સારવાર અપાઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે. તેવામાં હવે અમદાવાદમાં બીજો વિકરાળ પ્રશ્ન સામે આવ્યો છે. 

અમદાવાદમાં વેન્ટિલેટર પર સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓને લઈ ડોક્ટરો ચિંતિત થઇ ઉઠ્યા છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોએશનના વોટ્સએપ ગ્રુપમાં ડોકટરો દર્દીઓ માટે ઓક્સિજન મેળવવા એકબીજાની મદદ માંગી રહ્યા છે. કોરોનાની સારવાર લઈ રહેલા મોટી સંખ્યામાં દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થતા અનેક હોસ્પિટલમાં ઓક્સિજનની ઉણપ વર્તાઈ રહી છે. છેલ્લા 10 દિવસથી ખાનગી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનો વપરાશ ત્રણ ગણો વધતા સમસ્યા પેદા થઇ છે. ઇમરજન્સી ડોક્ટર્સ ઓક્સિજન સપ્લાય કરી શકે તેવા સપ્લાયરની શોધ કરી રહ્યા છે. 

કોવિડ પોઝિટિવ દર્દીઓને ICU બેડ માટે પણ હવે કતારમાં ઉભુ રહેવું પડે તેવી સ્થિતિ પેદા થઇ છે. લાંબો સમય રાહ જોવા છતા પણ બેડ નહી મળી રહ્યા હોવાની આહના (અમદાવાદ નર્સિંગ હોમ એસોસિએશન) ગ્રુપમાં ચર્ચા થઇ રહી છે. છેલ્લા 3 કલાકથી 108 એમ્બ્યુલન્સનો દર્દીઓ રાહ જોઇ રહ્યા છે. કેટલીક હોસ્પિટલોમાં 2 થી 3 કલાકમાં ઓક્સિજન પૂર્ણ થઈ જાય તેવી સ્ફોટક સ્થિતી છે. બીજો કોઈ વિકલ્પ નથી, મદદ માટે ડોક્ટરો અપીલ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news