government of gujarat

ગુજરાતમાં ધોરણ 9 થી 11 ની શાળાઓ આ તારીખથી ખુલશે, સરકાર દ્વારા ખુબ મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ થશે. 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે. શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે- ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે. રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી  વિજય  રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી  કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Jul 22, 2021, 08:23 PM IST

Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી ગુજરાતની છ મહિલા ખેલાડીઓ માટે રાજ્ય સરકારે 10 લાખની સહાય જાહેર કરી

ગુજરાત રાજ્યના ઇતિહાસમાં 60 વર્ષમાં પ્રથમવાર ગુજરાતના ખેલાડીઓ વિશ્વ કક્ષાની રમત-ગમત સ્પર્ધા ઓલિમ્પિક રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.
 

Jul 14, 2021, 05:46 PM IST

GUJARAT : શાળાઓ ખોલવા અંગે સરકારનો ખુબ જ મહત્વપુર્ણ નિર્ણય, આ તારીખથી ખુલશે શાળા-કોલેજ

શાળા અને કોલેજો ખોલવા અંગે સરકાર દ્વારા ખુબ જ મહત્વપુર્ણ નિર્ણય લેવાયો છે. હાઇપાવર કમિટીની બેઠકમાં શાળાઓ અને કોલેજો ખોલવા અંગે ખુબ જ મહત્વનો નિર્ણય લેવાયો છે. આ અંગેનાં સૌથી મોટા અને સૌથી પહેલા સમાચાર અમે તમારી સુધી પહોંચાડી રહ્યા છીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. રાજ્યમાં તા. ૧૫મી જુલાઇ ૨૦૨૧ ગુરુવારથી ધો. ૧૨ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજ ૫૦% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે.

Jul 9, 2021, 06:39 PM IST

ઇલેક્ટ્રીક વાહનની સબ્સિડી મેળવવા આ રીતે કરો ઓનલાઇન અરજી, સીધા જ ખાતામાં આવશે પૈસા

ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રીક વ્હિકલ અંગે પોતાની પોલીસી જાહેર કરતાની સાથે જ અનેક નાગરિકો ઇલેક્ટ્રીક વાહનો ખરીદવા માટે દોડાદોડી કરી રહ્યા છે. ઇલેક્ટ્રીક વાહનો પ્રમાણમાં સસ્તા હોવા ઉપરાંત ઇંધણકાર્યપ્રણાલીની દ્રષ્ટીએ પણ ખુબ જ સસ્તા પડે છે. આ ઉપરાંત સરકાર દ્વારા પણ મોટુ ડિસ્કાઉન્ટ અપાતું હોવાના કારણે હવે ઇલેક્ટ્રીક વાહનોની માંગમાં અચાનક ઉછાળો આવ્યો છે. 

Jul 9, 2021, 12:06 AM IST

'ટેસ્લા'ને કાર પ્લાન્ટ સ્થાપવા મુન્દ્રાની 1 હજાર હેક્ટર જમીન આપવા સરકારની ઑફર

'ટેસ્લા'ને કાર પ્લાન્ટ સ્થાપવા માટે મુન્દ્રાની 1 હજાર હેક્ટર જમીન આપવા સરકારે ઓફર કરી છે. અમેરિકન કપંની ટેસ્લા અત્યાધુનિક ઇલેક્ટ્રીક કાર અને વાહનોનું નિર્માણ કરતી કંપની છે

Jun 30, 2021, 11:59 PM IST

ગુજરાતમાં 25 જુનથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, આ વેબસાઇટ પર કરી શકાશે અરજી

ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા માટે ઇચ્છતા વાલીઓ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1 માં પ્રવેશ મેળવવા ઇચ્છતા બાળકો માટે સૌથી મોટા સમાચાર છે. 25 જુનથી RTE હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છતા વાલીઓ આ માટે અરજી કરી શકે છે. આ માટે rte.orpgujarat.com પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Jun 19, 2021, 10:39 PM IST

SURAT: રાજ્યનું આંતરિક માળખું મજબૂત કરવા સરકાર પ્રતિબદ્ધ, 1360 લાખનાં કામો થશે

રાજયમાં આંતર માળખાકીય સુવિધાઓના સૂગ્રથિત વિકાસ થકી નાગરિકોની સુખાકારીમા વધારો કરવા રાજય સરકારનો મકકમ નિર્ધાર કર્યો છે. સુરત જિલ્લા આયોજન મંડળ બેઠકની ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા કૌશીક પટેલે સમીક્ષા કરી. સુરત જિલ્લામા જિલ્લા આયોજન મંડળ હેઠળ વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે રૂપિયા ૧૩૬૦.૦૦ લાખના  ૬૯૪  કામો મંજૂર કર્યા. વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં રૂ.  ૯૮૩.૨૦ લાખના  ૫૯૩ કામો પૂર્ણ થઇ ચુક્યાં છે. સુરત ખાતે સાંસદઓ, ધારાસભ્યઓ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ સહભાગી થઈ વિચાર વિમર્શ કર્યો હતો. 

Jun 14, 2021, 04:46 PM IST

ખેડૂતોના બરબાદ થયેલા બગીચાઓને ફરી બેઠા કરાશે, વૈજ્ઞાનિકો-અધિકારીઓ આપશે માર્ગદર્શન

બાગાયતી ખેતી અમરેલી ગીર સોમનાથ જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો ખેતી કરે છે. આંબા, નારિયેળી, લીંબુ, જામફળ વગેરે વૃક્ષ અને દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રકારની બાગાયતી ખેતી થતી હોય છે. આ ખેતર ખૂબ નુકસાન સમાચાર પ્રાપ્ત થયા અને સરકારે પૂર્ણ કરીને ગુજરાતમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીના 258 કૃષિ વૈજ્ઞાનિકો જિલ્લામાં મોકલ્યા.

May 31, 2021, 06:45 PM IST

કયા-કયા ખેડૂતોને મળશે સહાય, જાણો વાવાઝોડા કૃષિ રાહત પેકેજની મહત્વની વાતો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાઉ’તે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને ખેતી પાકોની નુકસાનીમાં મદદરૂપ થવા જાહેર કર્યુ ૫૦૦ કરોડ રૂપિયાનું ઐતિહાસિક વાવાઝોડા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. 

May 26, 2021, 09:34 PM IST

ખેડૂતોને મળશે વળતર, રાજ્ય સરકારે કરી 500 કરોડના પેકેજની જાહેરાત

મુખ્યમંત્રીએ ગુજરાતના ખેડૂતોને રાહત મળે તે માટે 500 કરોડને પેકેજની જાહેરાત કરી છે. એક સપ્તાહની અંદર આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. 

May 26, 2021, 08:58 PM IST

મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે 20-25 લાખ નહી માત્ર 240 રૂપિયામાં થશે સારવાર, આ રહી વિગત

રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસનો રોગચાળો વકરી રહ્યો છે. જો કે આ રોગની સારવાર ખુબ જ ખર્ચાળ હોય છે. પરંતુ સરકાર દ્વારા હવે આ જીવલેણ બિમારીની સારવાર સસ્તી થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ સાથે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં  આ જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહે તે અંગેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. 

May 24, 2021, 05:37 PM IST

Ahmedabad: ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ભાસ્કર પટેલે માર્કશીટ મામલે કહી આ વાત

ધોરણ 10 માં માસ પ્રમોશન (Mass Promotion) મેળવેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના (State School Administrators' Federation) પ્રમુખ ભાસ્કર પટેલ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી હતી

May 15, 2021, 12:16 PM IST

Ahmedabad: ધોરણ 10 ના રેગ્યુલર સ્ટુડન્ટ્સ બાદ હવે આ વિદ્યાર્થીઓએ કરી માસ પ્રમોશન માંગ

ધોરણ 10 ના રેગ્યુલર બાળકોને (Std. 10th) માસ પ્રમોશન આપ્યા બાદ હવે રીપીટર વિદ્યાર્થીઓને (Students) પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે

May 15, 2021, 11:50 AM IST

કોરોના દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને દર મહિને 4 હજારની સહાય

ગુજરાતમાં કોરોનાના કહેર અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક લોકોએ પોતાનાં માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. રાજ્ય સરકારે મહામારીના કપરા સમયમાં છત્રછાયા ગુમાવનારા બાળકોને સુરક્ષા કચવ પુરૂ પાડવાનો નિર્ણય લીધો છે. મહામારીમાં જે બાળકોનાં માતા અને પિતા બંન્નેનું અવસાન થયું હોય તેવા બાળકોને તેના કોઇ પણ સગા ઉછેરતા હોય તો બાળકની ઉંમર 18 વર્ષ થાય ત્યાં સુધી તેના પાલક માતા-પિતાને સરકાર દ્વારા દર મહિને પ્રિત બાળક 3 હજાર રૂપિયાની સહાય ચુકવાશે. 

May 13, 2021, 11:16 PM IST
Vaccination Of People Above 18 To 44 Starts From Today PT3M55S

રસીકરણના પ્રથમ દિવસે જ ગુજરાત પ્રથમ ક્રમે

Vaccination Of People Above 18 To 44 Starts From Today

May 1, 2021, 10:40 PM IST

5000 રેમડેસિવિર ઇન્જેક્શન ક્યાંથી આવ્યા? સી.આર પાટીલ અને ડ્રગ્સ કમિશ્નરને હાઇકોર્ટે ફટકારી નોટિસ

ગુજરાતમાં હાલ કોરોનાની સ્થિતિ ખુબ જ વિપરિત બની છે. રાજ્યનાં ચાર મહાનગરોમાં તો બેડ માટે લોકો તરફડિયા મારી રહ્યા છે પરંતુ જગ્યા નથી મળી રહી. તેવામાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યા છે. લોકો કિલોમીટરો લાંબી લાઇનો લગાવી રહી છે. સરકાર ઇન્જેક્શન પુરા પહોંચાડવામાં વામણી સાબિત થઇ રહી છે. ઇન્જેક્શન મુદ્દે હાલ ખુબ જ વિકટ સ્થિતી પેદા થાય છે. તેવામાં અચાનક ભાજપનાં પક્ષ પ્રમુખ 5000 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે પ્રગટ થાય છે અને જનતા વચ્ચે ઇન્જેક્શનની છુટા હાથે વહેંચણી કરે છે. આ મુદ્દે તંત્ર અને સરકાર બંન્ને ધુતરાષ્ટ્ર બની જાય છે. જનતાની સેવાનાં નામે આ પ્રમુખની વાહવાહી થવા લાગે છે. આટલે સુધી સુંદર રીતે ચાલેલી વાર્તામાં અચાનક એક અરજી હાઇકોર્ટમાં થાય છે અને....

Apr 20, 2021, 04:20 PM IST

હવે કોરોના દર્દીઓ આયુષ્માન કાર્ડ અને માં કાર્ડ દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલમાં ફ્રી સારવાર લઇ શકશે

કોરોનાના સતત વધી રહેલા કેસો મુદ્દે હાઇકોર્ટની સરકારી કામગીરીથી નારાજ હોવાથી સુઓમોટો દાખલ કરી છે. કોવિડ નિયંત્રણમાં જે પ્રકારનો ઉછાળો થયો છે તે ગંભીર મુદ્દો છે. ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે, માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડમાં કોરોના સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગત્ત 15 એપ્રિલે સરકારે હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિઆ સમક્ષ સોગંદનામું રજુ કર્યું હતું. જેમાં જણાવાયું કે, હાઇકોર્ટનાં સુચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા માટે તત્કાલ અસરકારક નિર્ણયો લેવાનાં શરૂ કરી દીધા હતા. આ સાથે જ આયુષ્માન ભારત તથા માં વાસ્તલ્ય કાર્ડ યોજનામાં કોવિડ 19ની સારવારનો પણ સમાવેશ કરવામાં આવી શકે તેમ જણાવ્યું હતું. 

Apr 18, 2021, 09:52 PM IST

ગુજરાત સરકારના નામનો ફેક લેટર કર્યો વાયરલ, લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો

અમદાવાદ (Ahmedabad) સહિત છ શહેરોમાં લોકડાઉન લાગુ પડશે તેઓ ગુજરાત સરકારના (Gujarat Government) નામનો ફેક લેટર વહેતો કરવામાં આવેલો. ખોટો મેસેજ મુકનાર અમદાવાદના અમૃત સલાટ નામના યુવકને સાયબર ક્રાઇમ બ્રાંચે (Cyber Crime Branch) પકડી પાડયો

Apr 13, 2021, 02:34 PM IST

ગુજરાત સરકારે રાત-દિવસ જોયા વિના પ્રજાહિતમાં તિજોરીની ચિંતા કર્યા વગર કામ કર્યુ છે : CM રૂપાણી

તિજોરીની ચિંતા કર્યા વિના જનહિતમાં સંશાધનો ઉભા કરવાના કામને પ્રાયોરિટી

Apr 12, 2021, 10:48 PM IST

રાજ્યમાં વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં જ્યાં ઘર હશે, ત્યાં નળ હશે: સરકારની મહત્વની જાહેરાત

ગ્રામ્ય વિસ્તારમાં ૧૭ લાખ નળ કનેકશન બાકી, તે માટે ઝુંબેશના સ્વરૂપે દર મહિને એક લાખ કનેકશન આપવાના લક્ષ્યાંક સાથે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે : ૧૭ મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં ‘નલ સે જલ’ હશે. પોરબંદર, આણંદ, ગાંધીનગર, બોટાદ અને મહેસાણા મળીને પાંચ જિલ્લાઓમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ‘નલ સે જલ’ યોજના અંતર્ગત વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સહભાગી થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, આગામી વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. માત્ર ગ્રામ્ય વિસ્તારમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત ૧૦ લાખ ૨૦ હજાર જેટલાં નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે.

Mar 16, 2021, 07:36 PM IST