જીટીયુ

GTU દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને રાખી પરીક્ષા મોકુફ, સ્થિતી થાળે પડ્યા બાદ તારીખો જાહેર થશે

કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે સમગ્ર દેશની શિક્ષણ પ્રણાલી ખોરંભે ચડી છે. તેવામાં યુનિવર્સિટીઓથી માંડીને શાળાઓ સુધી તમામ શૈક્ષણિક પદ્ધતી ખોરંભે ચડી છે. યુનિવર્સિટીઓ પરીક્ષા મુદ્દે મુંઝવણમાં વધારો થઇ રહ્યો છે. હવે યુનિવર્સિટીઓ શિયાળુ સત્રની પરીક્ષાઓ ઓનલાઇન લેવી કે ઓફલાઇન તે મુદ્દે ભારે મુંઝવણ અનુભવી રહ્યા છે. બીજી તરફ ટેક્નીકલ કોલેજોનાં એસોસિએશન વાઇસ ચાન્સેલરને પત્ર લખીને જીટીયુની પરીક્ષા ઓફલાઇનના બદલે ઓનલાઇન લેવા માટેની માંગ કરવામાં આવી હતી. 

Dec 1, 2020, 07:29 PM IST

GTUની બેઠકમાં લેવાયો આ નિર્ણય, આ વિદ્યાર્થીઓને મળશે વધુ એક તક

ન્યૂ એજ્યુકેશન પોલીસી- 2020ના સૂચન મુજબ GTU ખાતે સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેકનોલોજી શરૂ કરવા અને ચાલુ વર્ષથી જ એમ.ફિલ કોર્સ બંધ કરવાનો સૈદ્ધાંતિક સ્વિકાર કરાયો હતો.

Nov 9, 2020, 03:59 PM IST

GTUની સેમિસ્ટર-3ની પરીક્ષા ક્યારે લેવાશે તે વિશે કરાઈ મહત્વની જાહેરાત

  • હવે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પરીક્ષા યોજાશે. તમામ તાલુકા કેન્દ્રો પર ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવામાં આવશે

Nov 4, 2020, 09:41 AM IST

આજથી GTUના મેરીટ બેઝ માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની લેવાશે પરીક્ષા

આજથી GTU દ્વારા મેરીટ બેઝ માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. મેરીટ બેઝ પ્રમોશનથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની GTUએ તક આપી છે. રાજ્યના 32 કેન્દ્ર પર ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવાશે

Oct 26, 2020, 09:05 AM IST

સાયબર ક્રાઇમના કેસ ઉકેલવા GTU તૈયાર કરશે સેના, શરૂ કર્યો નવો કોર્સ

રાજ્યભરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના ગુનાઓ સતત વધી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ સાયબર કેસોને ઉકેલવા માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ.ના એક્સપર્ટની સમયાંતરે મદદ લેવાતી હોય છે.

Oct 22, 2020, 01:45 PM IST

GTUના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રથમ વખત યોજાઈ ઓફલાઈન પરીક્ષા

GTUના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રથમ વખત ઓફલાઈન પરીક્ષા યોજાઈ છે. દરેક જિલ્લામાં એક કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ રહી છે. અમદાવાદમાં એલ.ડી.એજીનયરીગ કોલેજમાં પરીક્ષા લેવાઈ રહી છે. મોટી સંખ્યામાં વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે

Sep 21, 2020, 11:24 AM IST

રાજ્યની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં કરી અરજી

રાજ્યની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં અરજી કરી છે. કોર્ષ ઘટાડા અને કોલેજ બંધ કરવાની અરજીને પગલે ડિપ્લોમા અને ડિગ્રી એન્જીનિયરિંગમાં 3 હજાર જેટલી બેઠકો ઘટશે. સરકારે ખાનગી કોલેજોને પ્રોત્સાહન આપવા માટે એક સમયે આડેઘડ કોલેજોને મંજુરી તો આપી પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે.

Sep 18, 2020, 10:58 AM IST

આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ શરૂ

ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા લેવી તેના અસમંજસ વચ્ચે 90 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપવાના છે

Sep 3, 2020, 10:49 AM IST

શિક્ષણ વિભાગની સ્પષ્ટતા, રાજ્યની તમામ યુનિવર્સિટી 30 સપ્ટેમ્બર સુધી પરીક્ષાઓ પૂર્ણ કરે

ગુજરાતભરની અનેક યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષા લેવાની હજી બાકી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આજે આ મામલે મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે 

Aug 12, 2020, 01:26 PM IST

અમદાવાદ: GTU ડિપ્લોમાં UG ના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષાનો પ્રારંભ

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) પીજીના તમામ કોર્સની ઓનલાઇન પરીક્ષાનું સફળતાપુર્વક આયોજન કર્યું હતું. જીટીયું દ્વારા ડિપ્લોમાં અને અંડર ગ્રેજ્યુએટ (UG) ના વિદ્યાર્થીઓની પરીક્ષાની શરૂઆત આજે મંગળવારથી કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ યુજી અને ડિપ્લોમાં 96.4 ટકા વિવિધ શાખાઓનાં વિદ્યાર્થીઓએ હાજર રહીને ઓનલાઇન પરીક્ષા આપી છે. જેમાં યુજીના  12,980 વિદ્યાર્થીમાંથી 12,521 ડિપ્લોમાના અને 3764 માંથી 3616 અને માસ્ટર્સના 1163 માંથી 1153 વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા આપી હતી. 

Aug 4, 2020, 11:53 PM IST

ગુરૂ કરતા ચેલા ચડિયાતા ! GTU નાં વિદ્યાર્થીએ જ પરીક્ષા રદ્દ કરાવવા માટે વેબસાઇટ હેક કરી

GTU વિધાર્થીઓના ડેટાલીક મામલે સાઈબર ક્રાઇમે આરોપીને ઝડપ્યો , પરીક્ષા રદ કરવાના ના ઇરાદે ડેટાઓનલાઇન સાઇટ પર મુકનાર આરોપી મોહિત ઉર્ફે મોન્ટુ ચોથાણી GTUનો જ વિધાર્થી ઝડપાયો. તાજેતરમાં જ GTU ના વિધાર્થીઓના ડેટા લીક કરી હેકર્સ દ્વારા ઓનલાઇન સાઇટ પર મુકવામાં આવ્યો હતો. જેને કારણે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે અમદાવાદ સાઈબર ક્રાઇમમાં આ મામલે GTU ના રજીસ્ટ્રારે ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

Aug 4, 2020, 08:27 PM IST

જીટીયુના 5 ઈનોવેટર્સની કમાલ, કોરોના અટકાવવા સેનેટાઈઝર વોચ બનાવી

કોરોનાથી બચવા માટે સેનેટાઈઝર મહત્વનું શસ્ત્ર સાબિત થયું છે. આવામાં ઘરમાંથી સેનેટાઈઝર લઈને નીકળવું એટલે તમારું સુરક્ષાકવચ હાથમાં લઈને નીકળવા જેવું છે. પરંતુ વારંવાર પર્સમાં હાથ નાંખીને સેનેટાઈઝર લેવું જોખમી પણ બની જાય છે. ત્યારે જીટીયુના ઈનોવેટર્સે એવુ ઈનોવેશન કર્યું છે, જેના માટે તમારે પર્સમાં હાથ નાંખવાની જરૂર નહિ પડે. હવે સેનેટાઈઝર તમારી ઘડિયાળમાં જ ફીટ કરી દીધું છે. 

Jul 22, 2020, 09:57 AM IST

GTU સહિત તમામ યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો: ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

કેન્દ્રના શિક્ષણ વિભાગના સચિવના આદેશ બાદ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાએ આ અંગે જણાવતા કહ્યું હતું કે, સરકારી યુનિવર્સિટીઓની અંતિમ વર્ષની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

Jul 1, 2020, 04:43 PM IST

કોરોના સંક્રમણ વચ્ચે આવતીકાલથી GTUની પરીક્ષાઓ શરૂ થશે

 આવતીકાલથી કોરોના સંક્રમણ વચ્ચે GTU ની પરીક્ષાઓ શરૂ થશે. અંતિમ વર્ષના કુલ 57,000 વિદ્યાર્થીઓની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામા આવશે. આવતીકાલથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષા માટે 54,500 જેટલા વિદ્યાર્થીઓની નોંધણઈ થઈ છે. રાજ્યના 350 જેટલા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. એક પરિક્ષાખંડમાં 15 વિદ્યાર્થીઓને ઝીગઝેગ ફોર્મેટમાં બેસાડવામાં આવશે. એક પરીક્ષા કેન્દ્ર પર 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 

Jul 1, 2020, 03:40 PM IST

પરીક્ષા અંગે GTU દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણય, આ વિદ્યાર્થીઓને મળશે મેરીટ બેઝ પ્રમોશન

  GTU એ રેમીડિયલ તેમજ સ્પેશિયલ ટર્મ એક્સ્ટેન્શન અંતર્ગત આવતા વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. યુજી અથવા ડિપ્લોમાના રેગ્યુલર કોર્ષમાં અભ્યાસ કરતા રેમીડિયલ તેમજ સ્પેશિયલ ટર્મ એક્સ્ટેન્શન અંતર્ગત પરીક્ષા ફોર્મ ભર્યા હોય તેવા વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મેરીટ બેઝ પ્રમોશનથી ખુશ ના હોય તેવા વિદ્યાર્થીઓ ઈચ્છે તો પરીક્ષા આપવા માટેનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે. 

Jun 27, 2020, 10:46 PM IST

ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIનો હોબાળો, મેડિકલ અને ડેન્ટલની પરીક્ષા રદ્દ કરવા કરી માંગ

અમદાવાદમાં ફરી એકવાર ઉચ્ચ શિક્ષણ શાખાની પરીક્ષા રદ કરવા માટે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા 2 જુલાઈથી શરૂ થઈ રહેલી મેડિકલ અને ડેન્ટલની પરીક્ષા રદ કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો છે.

Jun 24, 2020, 01:42 PM IST
NSUI workers protest for GTU exam cancel, police detained protesters PT14M8S

GTUની પરીક્ષા મામલે NSUI નો વિરોધ, પોલીસે કરી અટકાયત

NSUI workers protest for GTU exam cancel, police detained protesters

Jun 24, 2020, 11:25 AM IST

GTUની ઓનલાઈન મોક ટેસ્ટ ફ્લોપ સાબિત થઈ, લોગ-ઈન ન થતા વિદ્યાર્થીઓ અટવાયા

પ્રાયોગિક ધોરણે GTU દ્વારા લેવાઈ રહેલી મોક ટેસ્ટ ફ્લોપ સાબિત થઈ હતી. વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ માટે લોગ - ઈન ન થઈ શકતા કેટલાક બહાના આગળ ધર્યા હતા. આ અંગે GTU તરફથી કહેવામાં આવ્યું કે, સર્વર હેક કરવાનો પ્રયાસ કરાયો છે. કેટલાક વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા આપી રહ્યા છે. જેનું નેટ સ્લો છે તેઓને સમસ્યા થઈ રહી હોવાનું GTUએ જણાવ્યું હતું. 

May 23, 2020, 02:37 PM IST

તમે તમારા ઘરમાં આવતા સેનિટાઈઝરની ક્વોલિટી હવે તમે ચેક કરાવી શકશો

કોવિડ-19 જેવી વૈશ્વિક મહામારીના સમયમાં પોતાના સ્વાથ્યનું ધ્યાન રાખવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મૂળભૂત રક્ષણાત્મક પગલાની ભલામણ કરવામાં આવેલ છે. જેમાં સાબુથી હાથ ધોવા અથવા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાથી કોરોના વાઇરસ સામે લડવામાં અસરકારક રીતે મદદરૂપ થાય છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(GTU)ની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના અધ્યાપકો દ્વારા હેન્ડ સેનિટાઇઝરની ગુણવત્તાની ચકાસણી બાબતે રીસર્ચ મેથડ વિકસાવી છે. 

May 3, 2020, 07:39 AM IST
GTU cancel tech fest in all engineering colledges PT1M50S

GTUનો મહત્વનો નિર્ણય, એન્જિનિયરિંગ કોલેજોમાં ટેકફેસ્ટ કર્યો કેન્સલ

કોરોના વાયરસના કહેરથી બચવા માટે તમામ એન્જીનિયરિંગ કોલેજમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જીટીયુ દ્વારા ટેકફેસ્ટ રદ કરાયો છે. કોરોના વાયરસથી બચવા GTUએ આ મહત્વનો નિર્ણય લીધો છે. 10મી માર્ચે ટેકફેસ્ટ ઉજવવામાં આવે છે. જેમાં સુરતમાંથી દર વર્ષે 20 હજાર લોકો ટેકફેસ્ટમાં જોડાય છે.

Mar 9, 2020, 11:50 AM IST