વિધાનસભાની વાતઃ ચાણસ્મામાં દિલીપ ઠાકોરને હરાવવા જગદીશ ઠાકોર કોને આપશે ચાન્સ? જાણો કોનું પલડું છે ભારે

Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠકના જાતિગત સમીકરણની વાત કરીએ તો તેમાં ઠાકોર સમુદાય 28.5 ટકા, પટેલ 14.1 ટકા, 5.3 ટકા માલધારી, 10.8 ટકા દલિત મતદારો, 5.1 ટકા મુસ્લિમ અને 9.6 ટકા ક્ષત્રિય મતદારો છે. જોકે આ બેઠક પર ઠાકોર સમુદાયનો દબદબો છે. આ સીટ પર કોઈપણ પક્ષના જીત-હારમાં ઠાકોર મતદારો નિર્ણાયક બને છે.

વિધાનસભાની વાતઃ ચાણસ્મામાં દિલીપ ઠાકોરને હરાવવા જગદીશ ઠાકોર કોને આપશે ચાન્સ? જાણો કોનું પલડું છે ભારે

ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. દરેક રાજકીય પાર્ટી રોજેરોજ નવા વાયદા અને ગેરંટીઓ આપી રહી છે. સાથે જ દરેક પક્ષ એકબીજા પર આરોપ અને પ્રત્યારોપ લગાવી રહ્યા છે. તેની વચ્ચે અમે તમને જણાવીશું પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠકના રાજકીય ગણિતની. આ બેઠક પર હારીજ, ચાણસ્મા અને સમી તાલુકાના અનેક ગામડાઓનો સમાવેશ થાય છે. આ સીટમાં સમી તાલુકાના 51 ગામ, હારીજના 40 ગામ અને ચાણસ્માના 60 ગામ છે.

ચાણસ્મા બેઠક પર જાતિગત સમીકરણ:
જિલ્લાની ચાણસ્મા બેઠકના જાતિગત સમીકરણની વાત કરીએ તો તેમાં ઠાકોર 28.5 ટકા, પટેલ 14.1 ટકા, 5.3 ટકા માલધારી, 10.8 ટકા દલિત મતદારો, 5.1 ટકા મુસ્લિમ અને 9.6 ટકા ક્ષત્રિય મતદારો છે. જોકે આ બેઠક પર ઠાકોર સમુદાયનો દબદબો છે. આ સીટ પર કોઈપણ પક્ષના જીત-હારમાં ઠાકોર મતદારો નિર્ણાયક બને છે.

ચાણસ્મા બેઠક પર કુલ મતદારો:
ચાણસ્મા વિધાનસભા બેઠક પર કુલ 2 લાખ 43 હજાર 282 મતદારો છે. જેમાં 1 લાખ 26 હજાર 403 પુરુષ છે. તો 1 લાખ 16 હજાર 879 મહિલા મતદારો છે. આ બેઠકમાં કુલ 280 પોલીંગ બૂથ છે

ચાણસ્મા બેઠક પરનો રાજકીય ઈતિહાસ:
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠક પર બીજેપીના દિલીપ ઠાકોરે કોંગ્રેસના દિનેશ ઠાકોરને 10.46 ટકા મતના અંતરથી હરાવ્યા હતા. જ્યારે 2007માં બીજેપીના રજની પટેલે કોંગ્રેસના ઉમેદવાર માલજીભાઈ દેસાઈને 16,361 મતથી હરાવીને આ સીટ પર જીત મેળવી હતી. છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીમાં આ સીટ કોઈ એકપાર્ટીએ જીતી નથી. બીજેપી અને કોંગ્રેસના ઉમેદવાર વારાફરતી અહીંયા વિજેતા બનતા રહ્યા છે. વર્ષ 1990માં અપક્ષ ઉમેદવાર ગાંડાજી ઠાકોર વિજયી બન્યા હતા.

ચાણસ્મા બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ      વિજેતા ઉમેદવાર       પક્ષ
1962  પ્રહલાદજી પટેલ        કોંગ્રેસ
1967  બી.કે.પટેલ           સ્વતંત્ર
1972  અમીન ભગવાનદાસ   બીજેએસ
1975  પટેલ વિક્રમભાઈ      કેએલપી
1980  પટેલ અરવિંદભાઈ    બીજેપી
1985  દરબાર ઉદયસિંહ     કોંગ્રેસ
1990  ગાંડાજી ઠાકોર         અપક્ષ
1995  રમેશભાઈ પટેલ      ભાજપ
1998  પટેલ અરવિંદભાઈ    ભાજપ
2002  માલજીભાઈ દેસાઈ    કોંગ્રેસ
2007  રજની પટેલ          ભાજપ
2012  દિલીપ ઠાકોર        ભાજપ
2017  દિલીપ ઠાકોર         ભાજપ

ચાણસ્મા બેઠકના પ્રશ્નો:
ઔદ્યોગિક વસાહતોની આ વિસ્તારના લોકો માગણી કરી રહ્યા છે. જોકે હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે એ જોવાનું રહેશે કે આ વખત ચાણસ્માના મતદારો કઈ પાર્ટી પર વિજય કળશ ઢોળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news