કોને ટિકિટ આપવી કોને નહીં તે કઈ રીતે થાય છે નક્કી? જાણો ભાજપ કઈ રીતે કરે છે ઉમેદવારની પસંદગી

Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ ગમે ત્યારે જાહેર કરી શકે છે. તે પહેલા ગુજરાતમાં ભાજપ પોતાના ઉમેદવારો નક્કી કરવા માટેની તૈયારી હાથ ધરી છે.નવા વર્ષની સાથે જ ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી કામોને વધુ વેગવંત બનાવવામાં આવ્યાં છે. જેના ભાગરૂપે આજથી નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

  • નવા વર્ષથી ભાજપની ચૂંટણીલક્ષી કવાયત તેજ

  • આજથી ભાજપે ઉમેદવારોની સેન્સ લેવાનું શરૂ કર્યું

    જાણો કયા આધાર પર અપાઈ છે ટિકિટ

Trending Photos

કોને ટિકિટ આપવી કોને નહીં તે કઈ રીતે થાય છે નક્કી? જાણો ભાજપ કઈ રીતે કરે છે ઉમેદવારની પસંદગી

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ભાજપે સત્તા યથાવત રાખવા ચૂંટણીલક્ષી કવાયતને તેજ બનાવી છે. ભાજપે નવા વર્ષથી જ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આરંભમાં મુકી દીધી છે. ઉમેદવારોની પસંદગી માટે ભાજપે નવા વર્ષે જ નિરીક્ષકોની યાદી જાહેર કરી હતી. જે અંતર્ગત આજથી નિરીક્ષકોએ ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. કઈ બેઠક પર કોને ટિકિટ આપવી? સ્થાનિક કક્ષાએ લોકો કોને ઉમેદવાર તરીકે ઈચ્છે છે? ખાસ કરીને ભાજપના કાર્યકરો કોને સમર્થન આપી રહ્યાં છે? આ દરેક પાસાઓ પર વિચાર કરીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હોય છે.

દિવાળીનો તહેવાર પૂર્ણ થતા હવે ભાજપ સંપૂર્ણ ઈલેક્શન મોડમાં આવી ગયું છે. આજથી ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવા સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે. આજથી ભાજપના નિરીક્ષકો જિલ્લા અને મહાનગર કક્ષાએ ઉપસ્થિત રહેશે. આગામી ચૂંટણીમાં 182 બેઠકો પર ઉમેદવાર નક્કી કરવા સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ બે સ્થળે 12નિરીક્ષકો આજે દિવસ  દરમ્યાન 8 બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરશે. આજે ઓસ્વાલ ભવન ખાતે પ્રથમ તબક્કામાં અસારવા અને નરોડા બેઠક જયારે બપોર બાદના બીજા તબક્કામાં દરિયાપુર અને દાણીલીમડા બેઠક માટે સેન્સ લેવામાં આવશે.

 

ઓશવાલ ભવન ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ મંત્રી ગણપત વસાવા સહિતના 6 પ્રદેશ હોદ્દેદારો દાવેદારો અને કાર્યકરોને સાંભળશે. હેતાર્થ પાર્ટી પ્લોટ ખાતે વેજલપુર , ઘાટલોડિયા , સાબરમતી , નારણપુરા બેઠક માટે સેન્સ લેવામાં આવશે. વિધાનસભા બેઠક મુજબ દાવેદારો અને સંગઠનના હોદ્દેદારો સાથે બંધ બારણે ચર્ચા કરાશે. બેઠક મુજબનો રિપોર્ટ તૈયાર કરી પ્રદેશ મોવડીમંડળને સોંપવામાં આવશે. બેઠક દીઠ 3 નામની પેનલ નક્કી કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકવામાં આવશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રિપોર્ટ મુકવામાં આવશે. જ્યાંથી ઉમેદવારો અંગે હાઈકમાન્ડ આખરી નિર્ણય લેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news