વિધાનસભાની વાતઃ સોજીત્રામાં આવખતે કોના માથે બંધાશે સાફો? જાણો શું છે સોજીત્રાના સમીકરણો
Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાત: આણંદ જિલ્લાની સોજીત્રા વિધાનસભા બેઠકનું માત્ર રાજકીય જ નહીં પરંતુ ઐતિહાસિક મહત્વ પણ છે. સોજીત્રા વિધાનસભા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,20,663 છે. તેમાં 1,13,821 પુરુષ મતદારો અને 1,06,835 મહિલા મતદારો છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે વિધાનસભાની વાતમાં જાણીશું સોજીત્રા વિધાનસભાની વાત...
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ વિવિધ રાજકીય પક્ષો કરી રહી છે. ફૂલગુલાબી ઠંડીમાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. તેની વચ્ચે અમે વાત કરીશું આણંદ જિલ્લાની સોજીત્રા બેઠકની. આણંદ જિલ્લાની સોજીત્રા વિધાનસભા બેઠકમાં સોજીત્રા આઝાદીના ઈતિહાસ સાથે જોડાયેલું શહેર છે. માત્ર રાજકીય જ નહીં પરંતુ તેનું ઐતિહાસિક મહત્વ પણ છે. સ્વતંત્રતા સેનાની અને પ્રસિદ્ધ મૂર્તિકાર કાંતિભાઈ પટેલનો જન્મ પણ સોજીત્રામાં જ થયો હતો. વિદ્યાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ તેમના દ્વારા જ તૈયાર કરવામાં આવી હતી.
સોજીત્રા બેઠકનો રાજકીય ઈતિહાસ:
વિધાનસભા ચૂંટણી 2002 પછી આણંદ જિલ્લાની સોજીત્રા બેઠક પર બીજેપીનો કબજો રહ્યો હતો. ધારાસભ્ય રહેલા અંબાલાલ રોહિત વિધાનસભાના નેતા રહી ચૂક્યા છે. જોકે છેલ્લા 2 કાર્યકાળથી રાજકીય તસવીર બદલાઈ રહી છે અને અહીંયા કોંગ્રેસનો દબદબો રહ્યો છે. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના પૂનમ પરમારે જીત મેળવી હતી. પૂનમ પરમારે બીજેપીના વિપુલ પટેલને 5000 મતથી હરાવ્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે બાજી મારી હતી. અને આ મુકાબલો અત્યંત રોચક રહ્યો હતો. આ સીટના પરિણામ ચૂંટણી દર ચૂંટણી બદલાતા રહ્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં સોજીત્રાનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ વિજેતા પક્ષ
2007 અંબાલાલ રોહિત ભાજપ
2012 પૂનમ પરમાર કોંગ્રેસ
2017 પૂનમ પરમાર કોંગ્રેસ
સોજીત્રા બેઠક પર મતદારો:
આણંદ જિલ્લાની સોજીત્રા વિધાનસભા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,20,663 છે. તેમાં 1,13,821 પુરુષ મતદારો અને 1,06,835 મહિલા મતદારો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે