કોંગ્રેસ તૂટે છે! તાલાલાનાકોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે કર્યા કેસરિયા, કહ્યું વિકાસ માટે ભાજપમાં આવ્યો
Trending Photos
બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણી પહેલાં ગીર સોમનાથની તાલાલા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. તાલાલા વિધાનસભા બેઠક પર છેલ્લે વર્ષ 2017ની ચૂંટણીમાં ચૂંટાયા હતાં. ભગવાન બારડે આજે વિધિવત રીતે કેસરિયો ધારણ કર્યો છે. પ્રદીપસિંહ વાઘેલાએ ભગવાન બારદને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. ભાજપમાં ભગવાન બારડે ભાજપનો ખેસ પહેરીને પ્રવેશ કર્યો. ભગવાન બારડના પુત્ર પણ ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો.
પ્રદીપસિંહ વાઘેલાનું મોટું નિવેદન
પ્રદીપસિંહ વાઘેલાએ ભગવાન બારદને ખેસ પહેરાવીને મોટું નિવેદન નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભગા બારડ હવે ભાજપના કાર્યકર છે. એમને ટિકિટ માંગવાનો હક છે. અમે એમની સેન્સ ઉપર સુધી પહોંચાડશું હજુ પણ ધારાસભ્યો ભાજપમાં આવવાનો ક્રમ ચાલતો રહેશે.
ભાજપમાં જોડાતાની સાથે જ ભગવાન બારડે જણાવ્યુંકે, અમે મૂળ કોંગ્રેસી નથી. અમે તો ઘરવાપસી કરી છે. અમારા મૂળિયા ભાજપ સાથે જોડાયેલાં હતાં. પક્ષ જે કહેશે એ કામ કરીશ. ટિકિટ આપે તો પણ ઠીક અને ટિકિટ ન આપે તો પણ પાર્ટી કહેશે એ કામ કરીશ. હું પ્રધાનમંત્રી મોદીથી પ્રભાવિત છું. પીએમ મોદીની વિકાસની રાજનીતિથી પ્રેરાઈને હું ભાજપમાં જોડાયો છું. પાર્ટી આદેશ કરશે કે ચૂંટણી લડો તો હું ચૂંટણી લડીશ.
ભાજપમાં જોડાયા બાદ ભગવાન બારડે જણાવ્યું હતું કે, મારા પરિવારે શહિદી વહોરી છે. વિકાસની રાજનીતિ સાથે જોડાયો છું. એક સૈનિક તરીકે જોડાયો છું. પાર્ટી અને સંગઠન જે પણ જવાબદારી આપશે તેમાં કામ કરશે. પક્ષને નીચા જોવા જેવું થાય તેવું કોઈ કામ નહીં કરું. અમારા પરિવારને માનનારો મોટો વર્ગ છે.
ભગા બારડ છોડવા પર કોંગ્રેસની પ્રતિક્રિયા
ભગા બારડ છોડવા પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ નેતા રોહન ગૃપ્તાએ જણાવ્યું હતું કે, ભાજપ એક તરફ કહે છે કે મેં ગુજરાત બનાવ્યું અને ભાજપ ભરોષાની વાત કરે છે, પણ આજે ભાજપ પોતાના નેતાઓ અને કાર્યકર્તા ભરોષો રહ્યો નથી. જેથી કોંગ્રસ નેતાઓ ભાજપમાં લેવા પડે છે. ભાજપ નેતાઓ પર હવે દયા આવી રહી છે. ભાજપને જીત મળતી નથી તેથી કોંગ્રેસ જરૂર પડી છે.
ગુજરાત ચૂંટણીમાં રાજકારણના રંગ દેખાઈ રહ્યાં છે. દરેક પાર્ટીમાં રોજ ઉથલપાથલ સર્જાઈ રહી છે. રાજકારણમાં સામ દામ દંડ ભેદ બધુ જ ચાલે છે. ગુજરાત કોંગ્રેસમાં સૌથી સિનિયર નેતા પંજો છોડીને ભાજપમાં જોડાયા હતા, આ વાતને હજું કળ વળી નહોતી ત્યાં કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાયા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડે તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે.
તાલાલાના કોંગ્રેસી ધારાસભ્ય કોંગ્રેસને અલવિદા કહી કેસરિયો ધારણ કર્યો છે. ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા એમના ફાર્મ હાઉસ ખાતે નજીકના આગેવાનોની બેઠક યોજાઈ હોવાની ચર્ચા વહેતી થઈ છે. આ બેઠકમાં જોડાયેલ તમામના ફોન સ્વીચ ઓફ આવ્યા હતા. વર્ષો સુધી સંઘર્ષ કર્યા બાદ હવે આગળ શું કરવું તે અંગે ચર્ચા થઈ. કોંગ્રેસથી લાંબા સમયથી નારાજ ચાલી રહેલ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કોંગ્રેસ છોડી ભાજપમાં આવે તેવી પ્રબળ સંભાવના કોંગ્રેસના આંતરિક સૂત્રો દર્શાવી રહ્યા છે. આગેવાનોની બેઠક બાદ ભગવાન બારડ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા છે.
ભગા બારડ ભાજપમાં જવાથી કોંગ્રેસને શું નુકસાન?
- કોંગ્રેસના અનેક કાર્ચકરો પણ ભાજપમાં જોડાશે...
- તાલાલા બેઠક કોંગ્રેસે ગુમાવવાનો વારો આવશે...
- ગીરસોમનાથની અન્ય બેઠકો પર પણ અસર થશે..
- જૂનાગઢની બેઠકો પર પણ થઈ શકે છે અસર..
- જૂનાગઢમાં કોંગ્રેસે 5માંથી જીતી હતી 4 બેઠક...
- ગીર સોમનાથની ચારેય બેઠક કોંગ્રેસે જીતી હતી...
ભગા બારડ કોણ છે?
- સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી...
- પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ..
- પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો...
- પિતા ધાનાભાઈ બારડ હતા કોંગ્રેસના આગેવાન..
- 2017માં તાલાલા બેઠક પર વિજય મેળવી ધારાસભ્ય બન્યા..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે