સીઆર પાટીલ

પાટીલે તડફડની ભાષામાં મીઠો ઠપકો આપીને કહ્યું, નેતાઓએ પણ કાર્યકર્તા બનીને જ રહેવું

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે વલસાડ જિલ્લાના વાપીની મુલાકાતે હતા. જ્યાં સી.આર પાટીલે પારડી વિધાનસભા બેઠકના ભાજપની પેજ કમિટીના સંમેલનમાં હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં સી.આર પાટીલે (CR Patil) ભાજપના પેજ કમિટી અને તેની તાકાત અને ભાજપના સંગઠનની શક્તિ વિશે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. સીઆર પાટીલે કોઈપણ ચૂંટણી જીતવા એકલી લોકપ્રિયતા નહિ, પરંતુ સંગઠનની શક્તિ અને કાર્યકર્તાઓની ફોજ હોવી ખૂબ જ જરૂરી છે તેવું જણાવ્યું હતું.

Oct 24, 2021, 03:00 PM IST

મા અંબાના દર્શન પાટીલને કેટલા ફળશે? શું મુખ્યમંત્રીની રેસમાં ફાઈનલ મહોર લાગી ગઈ છે?

ગુજરાતના રાજકારણમાં એક એવી સ્ટ્રેટેજી જોવા મળી છે જ્યારે પણ ગુજરાતમાં મુખ્યમંત્રી (gujarat cm) બદલવાની વાત હોય ત્યારે તે હરહંમેશામાં કોઈ નેતા બે કે ત્રણ દિવસ અગાઉ અંબાજી (Ambaji) દર્શને આવ્યા હોય છે અને બાદમાં તેઓ સીએમ તરીકે જાહેર થયેલાના કિસ્સા ભૂતકાળમાં જોવા મળ્યાં છે. તો આખરે આ વચ્ચે એવી માહિતી સામે આવી છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે (CR Patil) ચાર દિવસ પહેલા જ મા અંબાના દર્શન કર્યા હતા. 

Sep 12, 2021, 01:17 PM IST

ગાંધીનગરથી Live : દિલ્હીથી આવેલા નામો પર મંત્રણા કરાઈ, ધારાસભ્યોને 2 વાગ્યા સુધી કમલમ પહોંચવાનુ ફરમાન 

હાલ સમગ્ર દેશની નજર ગુજરાતના નવા મુખ્યમંત્રી (Vijay Rupani) ના નામ પર છે. એક બાજુ રાજકીય માહોલ ગરમાયો છે, અનેક નામો પર સટ્ટો રમાયો છે. આવામાં ગુજરાત (gujarat cm) માં હાલ એક સ્થળ એવુ છે જ્યાં નવા સીએમ બનાવવા અંગે તખતો રચાઈ રહ્યો છે. તે છે ભાજપ (gujarat bjp) અધ્યક્ષ સીઆર પાટીલનુ નિવાસસ્થાન. આજે સવારથી જ સીઆર પાટીલ (cr patil) નું નિવાસસ્થાન ચર્ચાનુ કેન્દ્ર બન્યું છે. એક પછી એક દિગ્ગજ નેતાઓ સીઆર પાટીલના નિવાસસ્થાને પહોંચી રહ્યાં છે. હાલ સીઆર પાટીલનું નિવાસસ્થાન સત્તાનું કેન્દ્ર બન્યું છે. 

Sep 12, 2021, 09:16 AM IST

પાટીલે આપ્યું નીતિન પટેલના હિન્દુત્વ નિવેદનને સમર્થન, કહ્યું-તેમણે ભવિષ્ય જોઈ વાસ્તવિકતાનું વર્ણન કર્યું

ગુજરાતભરમાં હાલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) નું હિન્દુત્વ પરનું નિવેદન ચર્ચામાં છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનનું સીઆર પાટીલે (CR Patil) સમર્થન કર્યું છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હિન્દુ બહુમતિ (hinduism) માં છે ત્યા સુધી બધુ બરાબર છે. ત્યારે તેમના સમર્થનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ આવ્યા છે.  

Aug 29, 2021, 02:38 PM IST

ભાજપ પ્રમુખે કાર્યકર્તાઓને ટકોર્યા, ફક્ત કાર્યક્રમોમાં હાજરી આપવાથી કઈં નહિ થાય

 • સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની આગેવાનોને ટકોર કરી 
 • કાર્યકરોને ફોનના માધ્યમથી સરકારની યોજના માટેનો વોટ્સએપ નંબર ન પહોંચાડવા બદલ ઠપકો પણ આપ્યો

Jul 13, 2021, 11:47 AM IST

નાથની નેત્રોત્સવ વિધિ : રથયાત્રા પહેલા ભગવાનના આંખે પાટા બંધાયા, સીઆર પાટીલ પહોંચ્યા 

 • રથયાત્રા પહેલા કરાતી નેત્રોત્સવ વિધિ પાછળ એક ખાસ કારણ હોય છે, જેમાં ભગવાન અને તેમના ભાઈ-બહેનના આંખે પાટા બાંધવામાં આવે છે 
 • ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ સહિતના યજમનો ભગવાનનાં નેત્રોત્સવની વિધિ કરી હતી, ગૃહરાજ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ પણ હાજર રહ્યાં 

Jul 10, 2021, 09:49 AM IST

સતત બીજા દિવસે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખના સ્વાગત કાર્યક્રમમાં નિયમોના ધજાગરા ઉડ્યા

 • પ્રદેશ યુવા પ્રમુખના સ્વાગતના સમયે ખુદ ભાજપના કાર્યકરો અને આગેવાનોએ સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાવ્યા
 • ભાજપની કારોબારી બેઠકમાં પણ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ માસ્ક વગર જોવા મળ્યા

Jul 9, 2021, 04:09 PM IST

બ્રેકિંગ : મનસુખ વસાવાએ રાજીનામુ પાછું ખેંચ્યું

 • મુખ્યમંત્રીએ ખુદ સાંસદ મનસુખ વસાવાની નારાજગી દૂર કરવા કવાયત હાથ ધરી હતી
 • ગાંધીનગરમાં લાંબી બેઠક બાદ આખરે મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચ્યું 

Dec 30, 2020, 11:26 AM IST

મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ, ઘીના ઠામમાં ઘી પડે તેવુ દેખાઈ રહ્યું છે

ભરૂચ ભાજપના સાંસદ અને દિગ્ગજ આદિવાસી નેતા મનસુખ વસાવા (mansukh vasava) એ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતાં રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. તેમણે સાંસદ પદેથી પણ રાજીનામું આપી દીધું છે. પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો છે અને સાંસદ પદેથી રાજીનામાનો પત્ર તેઓ લોકસભાના અધ્યક્ષને સોંપવાના છે. તેમણે કારણ આપ્યું છે કે ખરાબ તબિયતના લીધે રાજીનામું આપ્યું છે પરંતુ શું તમે કોઈ નેતાને આ રીતે નિવૃત્તિ લેતા જોયા છે? મિશન 26નો એક આધાર ગણાતા સાંસદ વસાવાએ કેમ રાજીનામું આપ્યું તે હવે સામે આવી ગયું છે. ત્યારે ભાજપ મોવડીઓ દ્વારા મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ કરાયા છે. 

Dec 30, 2020, 08:51 AM IST

મનસુખ વસાવાના રાજીનામા વિશે સીઆર પાટીલનું મોટું નિવેદન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે તે પહેલા જ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા (mansukh vasava) એ પક્ષને રાજીનામુ સોંપ્યુ છે. ત્યારે વાયુવેગે ફેલાયેલા આ સમાચાર બાદ સોશિયલ મીડિયામાં તેમનો પત્ર ફરતો થયો છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પત્રકાર પરિષદ કરીને ખુલાસો કર્યો છે કે, ઈકો સેન્સિટિવ ઝોનને લઈને મનસુખ વસાવાની નારાજગી હતી. તેને દૂર કરવા પ્રયત્નો હાથ ધરીશું. 

Dec 29, 2020, 01:39 PM IST

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું

ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા (mansukh vasava) એ રાજીનામું આપ્યું છે. મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પક્ષમાંથી રાજીનામું મોકલ્યું છે. તેઓએ પક્ષમાં વફાદારીથી કામ કરવા છતાં કેટલીક ભૂલોથી પક્ષને નુકસાન ન પહોંચે તે કારણ આપીને પક્ષને રાજીનામું સોંપ્યું છે. તેમજ આગામી બજેટ સત્રમાં લોકસભા પદેથી પણ રાજીનામું આપવાનો ઉલ્લેખ પત્રમાં કર્યો છે. 

Dec 29, 2020, 12:46 PM IST

અમદાવાદ-ગાંધીનગર ભાજપ જિલ્લા પ્રમુખની નિયુક્તિ હજી પણ લટકી પડી

 • બંને વિસ્તાર પર સીધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજર રહે છે. ત્યારે વર્તમાન સંગઠન સાથે જ ચૂંટણીના મેદાનમાં આગળ વધવાનું ભાજપે નક્કી કર્યું
 • વિધાનસભામાં જીતનો સ્વાદ ચાખ્યા બાદ ભાજપે હવે પોતાનું લક્ષ્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તરફ માંડયુ છે

Dec 18, 2020, 09:45 AM IST

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં આવતીકાલથી વહીવટદારોનું 'રાજ' જોવા મળશે

આજે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થશે. નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક ન મળે ત્યાં સુધી મનપા કમિશનર વહીવટ સંભાળશે. આ શહેરોના મેયર આજથી ઘરે બેસશે. ત્યારે આવતા મહિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે છે. ગાંધીનગરમાં સીઆર પાટીલની અધ્યક્ષતમાં ભાજપની ચિંતન બેઠકનો આજે બીજો દિવસ છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે બેઠકમાં ચિંતન થશે.  

Dec 13, 2020, 12:26 PM IST

BJPનું મિશન 182 : અમિત શાહ બન્યા નારણપુરા વિધાનસભા બૂથ નંબર 10ના પેજ પ્રમુખ

 • સીઆર પાટીલે તમામે તમામ 182 વિધાનસભા બેઠકો, 33 એ 33 જિલ્લા અને 251 તાલુકાઓમાં પેજ પ્રમુખ બનાવવાનું બીડું ઉપાડ્યું છે
 • ભારતીય જનતા પાર્ટી મિશન 182 પાર પાડવા માટે આખા  ગુજરાતમાં પેજ પ્રમુખ અને બૂથ મેનેજમેન્ટ પર માટે કામ કરી રહી છે. 

Dec 13, 2020, 11:34 AM IST

હવે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ બન્યા પેજ પ્રમુખ

 • ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા અગાઉ જાહેર સભામાં કહેવામાં આવ્યું હતું કે, જેને પણ વિધાનસભાની ટિકિટ જોઈતી હોય તેઓએ પહેલાં પોતાનું પેજ મજબૂત કરવું પડશે. કામ કરશે એને જ ટિકિટ મળશે તેવી ટકોર પણ તેઓએ કરી હતી

Dec 12, 2020, 10:46 AM IST

મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બાદ હવે નીતિન પટેલ પણ પેજ પ્રમુખ બન્યા

 • પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી બાદ હવે નાયબ મુખ્યમંત્રી પણ પેજ પ્રમુખ બન્યા
 • ભાજપના સંગઠનમાં પેજ પ્રમુખ પાયો ગણાય છે. 

Dec 11, 2020, 10:09 AM IST

CR પાટીલ પછી CM રૂપાણી પણ બન્યા પેજ પ્રમુખ, જો વોર્ડમાં સારું પ્રદર્શન નહીં કરે તો શું આવશે પરિણામ?

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા પેજ પ્રમુખ બનીને કરાયેલા સંગઠન મજબૂત કરવાના પ્રયાસના ભાગરૂપે હવે તમામ ભાજપના આગેવાનો પેજ પ્રમુખ બની રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 માં બૂથ નંબર 2 પર મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) પણ પેજ પ્રમુખ બનીને પોતાની કામગીરી પૂર્ણ કરી છે. આ જ રીતે તેમના પત્ની અંજલીબેન રૂપાણી પણ વોર્ડ નંબર 10 માં પેજ પ્રમુખ બન્યા છે.

Dec 10, 2020, 03:23 PM IST

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની રજૂઆત બાદ LIG આવાસ ધારકોને થશે મોટો લાભ

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસીડી મેળવવા માગતા LIG આવાસ ધારકોને હવે બેવડો લાભ થશે. ભાજપ પ્રમુખ સી આર પાટીલની રજૂઆત બાદ રાજ્ય સરકારે કરેલા નિર્ણયથી LIG આવાસ ધારકોને મોટો લાભ થશે.

Dec 2, 2020, 07:26 PM IST

ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પેજ પ્રમુખ બનીને કાર્યકરોને આપ્યું મોટું ઉદાહરણ

 • ભાજપ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલે આક્રમકતાથી કાર્યકરો વચ્ચે જઈને તેમનામાં જોશ ભરતા સંબોધનો કર્યા.
 • પોતાના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસમાં તેમણે કાર્યકરોને સતત પક્ષ માટે કામ કરવા લોકોની વચ્ચે જવા કહ્યું.

Nov 29, 2020, 02:16 PM IST

વડોદરા અકસ્માત: આહિર સમાજની શોક બેઠકમાં પહોંચ્યા CR પાટીલ, દુઃખદ વ્યક્ત કરતા જાણો શું કહ્યું

વડોદરા ખાતે વાઘડિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરતના 11 જેટલા લોકોનું કરૂણ મોત નિપજયું છે. તમામ આહિર સમાજના લોકો આઇસર ટેમ્પોમાં પાવાગઢ અને વડતાલ મંદિરના દર્શન હેઠળ સુરતથી નીકળ્યા હતા

Nov 18, 2020, 09:09 PM IST