બોર્ડની પરીક્ષા

Internal Mark Of Standard 10th Will Be Check From today PT4M26S

આજથી ધોરણ 10ના ઇન્ટરનલ માર્ક મામલે કરશે તપાસ

Internal Mark Of Standard 10th Will Be Check From today

Nov 9, 2020, 02:25 PM IST
Samachar Gujarat: Watch 06 October All Important News Of The State PT13M23S

સમાચાર ગુજરાતમાં જુઓ રાજ્યના તમામ મહત્વના સમાચાર

Samachar Gujarat: Watch 06 October All Important News Of The State

Oct 6, 2020, 08:30 AM IST

રાજ્યમાં આજે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10ની પૂરક પરીક્ષા, બે તબક્કામાં યોજાશે પરીક્ષા

રાજ્યમાં આજે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા બે તબક્કામાં યોજાઇ રહી છે. આ પૂરક પરીશા સવારે 10 વાગ્યાથી લઇને સાંજના 6.30 વાગ્યા સુધીમાં બે તબક્કામાં યોજાશે. ત્યારે ધોરણ 10ની પૂરક પરીક્ષા 28 ઓગસ્ટ અને ધોરણ 12 સાયન્સની 27 ઓગસ્ટના પૂર્ણ થશે.

Aug 26, 2020, 09:04 AM IST

ધોરણ-12ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર, 2 વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ 23 થી 27 ઓગસ્ટના રોજ પરીક્ષાઓ લેવાશે. ધોરણ 12 સાયન્સ, કોમેર્સ સહિતના પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Jul 22, 2020, 01:05 PM IST

શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી, ધોરણ 12માં તમામ વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીને 2માં ગેરહાજર બતાવાયો

તાજેતરમાં જ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ખુશખુશાલ જોવા મળ્યા. પરંતુ અમદાવાદના એક વિદ્યાર્થી માટે આ પરિણામ ખુશી લઈને ન આવ્યું. પરંતુ તેના પરિણામે તેના પરિવારની ચિંતા વધારી દીધી છે. તમામ 7 વિષયની પરીક્ષા આપનાર વિદ્યાર્થીને 2 પેપરમાં ગેરહાજર બતાવવામાં આવ્યો છે. 

Jun 16, 2020, 12:13 PM IST

ધોરણ-10માં ગણિતમાં ફેલ થનાર મોરબીની વિદ્યાર્થીનીનો આપઘાત, રાજ્યમાં 39% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ

આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી નજીકના પીપળીયા ગામે રહેતા શ્રમજીવી પરિવારની દીકરીએ પણ ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી અને ભવિષ્યમાં તેને અધિકારી બનવાની ઇચ્છા રાખી હતી. જોકે આ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાના પરિણામમાં એક વિષયમાં નાપાસ થઇ હોવાથી હતાશ થઈને તેણે ગળે ફાંસો ખાઈને પોતાના ઘરની અંદર જ આપઘાત કર્યો છે. જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Jun 9, 2020, 02:44 PM IST

ધોરણ-10નું ગણિતનું પેપર અઘરું હતું, પણ રાજકોટના ઓમે 100માંથી 100 મેળવ્યાં

આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટ જિલ્લાના 54,579 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. રાજકોટ જિલ્લાનું ધોરણ 10 નું  64.08 % પરિણામ જાહેર થયું છે. રાજકોટના 231 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. તો 2524 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. ગત વર્ષે રાજકોટનું પરિણામ 73.92 % હતું, જે આ વર્ષે ઘટીને 64.08 % પરિણામ જાહેર થયું છે. આમ, રાજકોટનું પરિણામ ઘટ્યું છે.

Jun 9, 2020, 09:55 AM IST

99.88% મેળવનાર ભવ્ય બોલ્યો, તૈયારી કરવા દિમાગને ફ્રેશ રાખ્યું, માત્ર અભ્યાસ પર ફોકસ ન કર્યું  

ધોરણ 10 બોર્ડનું પરિણામ આખરે જાહેર થઈ ગયું છે. જેમાં વડોદરા શહેર જિલ્લાનું પરિણામ 60.19 ટકા આવ્યું છે. શહેરમાંથી કુલ 83 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શક્યા છે. વડોદરા જિલ્લામાંથી 38135 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે, આજે પરિણામને લઈ વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાયો છે. બીજી તરફ, લોકડાઉન ખૂલ્યુ હોવાથી વાલી અને વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભેગા થયા હતા. વિદ્યાર્થીઓ માતાપિતા સાથે સ્કૂલમાં પહોંચ્યા હતા. વડોદરાના ભવ્ય શાહ નામના વિદ્યાર્થીએ 99.88 પર્સન્ટાઈલ મેળવ્યાં છે. 

Jun 9, 2020, 09:23 AM IST

ધોરણ 10 પરિણામ: 74.66% સાથે સુરત પ્રથમ ક્રમે, 350 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા

ધોરણ-10 નું 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. 74.66 ટકા સાથે સુરત શહેર પ્રથમ ક્રમે છે. જેને કારણે સુરતના વિદ્યાર્થીઓ તથા શાળાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સુરતના 350 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. જોકે, પાછલા વર્ષ ની સરખામણી માં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. આખા ગુજરાતમાં A1 ગ્રેડમાં સુરત મોખરે છે. સુરતના વિદ્યાર્થીઓએ કહ્યું કે, ગણિત અને અંગ્રેજીએ વિદ્યાર્થીઓને રડાવ્યા છે. જેથી તેઓએ બંને પેપરમાં ઓછા માર્કસ મેળવ્યા છે. 

Jun 9, 2020, 09:08 AM IST

માત્ર 8-9 કલાકની મહેનતથી આ અમદાવાદી વિદ્યાર્થીઓ બન્યા ટોપર

અમદાવાદમાં ધો-10ની 1,17,177 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેઓનું પરિણામ આજે જાહેર થયું છે. વેબસાઈટ પર પરિણામ આવતા જ પરિવારોમાં મીઠાઈ વહેંચવાની શરૂઆત થઈ હતી. સારુ પરિણામ જોઈને વાલીઓ પણ ખુશખુશાલ થઈ ગયા છે. કોરોના વાયરસને પગલે લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓ તથા વાલીઓએ લાંબા સમય સુધી આતુરતાથી પરિણામની રાહ જોઈ હતી. ત્યારે જોઈ લો, અમદાવાદના આ વિદ્યાર્થીઓ કેવી રીતે સારુ પરિણામ મેળવ્યું હતું. તેમના માતાપિતા તેમના પર ગર્વ અનુભવે છે. 

Jun 9, 2020, 08:26 AM IST

ધોરણ -10નું 60.64% રિઝલ્ટ જાહેર, 174 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા

:75 દિવસના લોકડાઉન બાદ આખરે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે. વિદ્યાર્થીઓ www. gseb. org પરથી પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓને હાલ માર્કશીટ કે અન્ય સર્ટિફિકેટ મળશે નહીં, તેના માટેની તારીખ આગામી સમયમાં શિક્ષણ વિભાગ જાહેર કરશે. અંદાજે 10.80 વિદ્યાર્થીઓએ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી. ગત વર્ષે ધોરણ 10નું પરિણામ 66.97 ટકા જાહેર થયું હતું.

Jun 9, 2020, 07:19 AM IST

Breaking : આજે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થશે

લોકડાઉન વચ્ચે કંટાળેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આવતીકાલે રવિવારે સવારે આઠ વાગ્યે જાહેર થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પરિણામ મૂકવામાં આવશે. સવારે આઠ વાગ્યાથી વિદ્યાર્થીઓ જોઈ શકશે.

May 16, 2020, 05:50 PM IST

વીરપુર બાદ ગોંડલથી બોર્ડની ઉત્તરવહી રેઢી મળી, આને ભૂલ કહેવાય કે બેદરકારી

બોર્ડના અધિકારીઓના છબરડાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો. બોર્ડની મહાબેદરકારી સામે આવી છે. વીરપુરની જેમ ગોંડલ પાસે ધોરણ 10 અને 12ની ઉત્તરવહી રેઢી મળી આવી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પાસે આવેલ શીતલા માતાજીના મંદિર પાસેથી મોટી માત્રામાં ઉત્તરવહી મળી આવી છે. ગોંડલમાંથી પણ ત્રણ થેલા ભરીને ઉત્તરવહી મળી આવી છે. હાઇબોન્ડ સિમેન્ટના ડ્રાઇવરનું ધ્યાન રસ્તે રઝળતી આ ઉત્તરવહી પર ગયું હતું, અને વિદ્યાર્થીઓનુ ભાવિ ના બગડે તેથી તાત્કાલિક જાણ કરી હતી. આમ, બે બે સ્થળેથી ઉત્તરવહી મળે તો તેને ભૂલ કહેવાય કે બેદરકારી. 

Mar 18, 2020, 12:06 PM IST

આવતીકાલનું ભવિષ્ય રસ્તા પર... ઉત્તરવહીના સૌથી પહેલા ઝી 24 કલાકના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ દોડતું થયું

ભારતમાં વિદ્યાર્થીઓનું ભાવિ હંમેશા ધૂધળું હોય છે, જેથી વર્ષેદહાડે અનેક વિદ્યાર્થીઓ વિદેશની વાટ પકડે છે. આવામાં વધુ એકવાર વિદ્યાર્થીઓનું ભાવિ રસ્તે રઝળતુ મળી આવ્યું છે. વીરપુરની જીતપુર ચોકડી પાસેના રોડ પર આ વર્ષની બોર્ડની ધોરણ 10 અને 12ના પરીક્ષાની ઉત્તરવહી મળી આવી છે. પરીક્ષા બોર્ડના ચેરમેને પણ સ્વીકાર્યું કે ગાડીમાંથી ત્રણ પોટલા પડી ગયા હતા. ત્યારે આ ઘટના શિક્ષણ વિભાગ પર અનેક સવાલો ઉભા કરી રહ્યાં છે. અધિકારીઓ પોતાના બચામાં કહી રહ્યાં છે કે, ઉત્તરવહીને કંઈ નુકસાન થયું નથી. પરંતુ રસ્તા પરથી મહેલી ઉત્તરવહીને જોઈને સ્પષ્ટ કહી શકાય કે તે ફાટેલી છે. એક એક પાના અલગ પડેલા છે. તો ક્યાંક કાગળના ટુકડા થયેલા પણ જોવા મળી રહ્યાં છે. 

Mar 18, 2020, 10:33 AM IST

શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, વીરપુરમાં રસ્તા પરથી મળી બોર્ડના વિદ્યાર્થીઓએ આપેલી ઉત્તરવહી

હાલ રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાઓ પૂરી થવાની તૈયારીમાં છે. રાજ્યભરના વિદ્યાર્થીઓ હાલ બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્રના વીરપુર પાસેના ઓવરબ્રિજ પર બોર્ડની પરીક્ષાની લખાયેલી ઉત્તરવહીઓ મળી આવી છે. આ ઉત્તરવહી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની છે. આ ઉત્તરવહીઓ આ મહેસાણાની હોવાનું સામે આવ્યં છે. ત્યારે કેવી રીતે શિક્ષણ વિભાગના અધિકારીઓ, જેઓને ઉત્તરવહી સલામત સ્થળે પહોંચાડવાની જવાબદારી આપવામાં આવી છે તેઓ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરે છે તે જોવા મળ્યું છે.  

Mar 18, 2020, 09:32 AM IST

“પપ્પા હું તો 10માં ધોરણમાં આવી. મને કેન્સર છે તો મારા ભવિષ્યનું શું થશે....”

રાજપીપળાની કિશોરી મક્કમ મનોબળે કેન્સરને મ્હાત આપી ધોરણ-10ની પરીક્ષા આપી રહી છે. હોસ્પિટલમાં લાંબો સમય વિતાવ્યા પછી પણ ઘેર બેઠા અભ્યાસ કરી અન્યો માટે પ્રેરણાદાયી બની છે આ વિદ્યાર્થીની, જેને તેના માતા પિતા સરકારની કોઈપણ સહાય વગર પણ દીકરીને બચાવવા અને ભણાવવા મથી રહ્યા છે. તેઓને એક જ આશા છે કે સરકાર તેઓને સહાય કરશે. 

Mar 7, 2020, 04:12 PM IST
Bike accident in chhota udepur 3 students injured PT3M10S

બોર્ડની પરીક્ષા આપવા જતા 3 વિદ્યાર્થી બાઈક સ્લીપ થતા ફંગોળાયા

છોટાઉદેપુરમાં બોર્ડની પરીક્ષા આપવા જતા 3 વિદ્યાર્થીઓની બાઇક સ્લીપ થતાં ત્રણેય ઇજાગ્રસ્ત. પાવીજેતપુરના કદવાલથી ભીખાંપુરા જતાં ખટાશ પાસે બની ઘટના. 108 મોડી થતાં ખાનગી ગાડીમાં હોસ્પિટલ લઈ જવાયા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓના નામ મેહૂલ બારીયા, જયેશ બારીયા અને નરેન્દ્ર બારીયા છે.

Mar 7, 2020, 01:35 PM IST

પરીક્ષામાં નકલી વિદ્યાર્થી બેસાડવા માટે બનાવાતી નકલી રિસિપ્ટ, કૌભાંડ જોઇને ચોંકી ઉઠશો

દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ ચાલુ થઇ છે, ત્યારે પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓને બેસાડવા માટેનું નકલી રીસીપ્ટ બનાવવાના કૌભાંડનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસની ટુકડીએ ગત રાત્રીના રેડ કરી આધુનિક સાધનો સાથે નકલી રીસીપ્ટ સહીત ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે આ પ્રકરણમાં જૂનાગઢ ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર અને પુત્રી સામે ફરિયાદ દાખલ કરતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર રાજ્યમાં આજથી દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ શરુ થઇ છે, ત્યારે સબ સલામત હોવાના દાવા કરતા શિક્ષણ વિભાગને મોટી લપડાક મારે તેવું એક મોટું કૌભાંડ જૂનાગઢ પોલીસે ઝડપી પડ્યું છે.

Mar 5, 2020, 05:04 PM IST

આવતીકાલથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ, સુરત પોલીસ વિદ્યાર્થીઓને આપશે ખાસ સુવિધા

આવતીકાલથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા (board exam) શરૂ થશે. રાજ્યભરમાંથી 17.60 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ની 10.80 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યના કુલ 81 ઝોન અને 934 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા લેવાનાર છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10 વાગેથી શરુ થશે, જે બપોરે 1:20 કલાકે પૂર્ણ થશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 5.20 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપશે. રાજ્યના 56 ઝોન અને 653 કેન્દ્ર પર ધોરણ 12ની પરીક્ષા યોજાશે. ધોરણ 12ની પરીક્ષા બપોરે 3:00 કલાકે શરૂ થશે અને સાંજે 6:15 કલાકે પૂર્ણ થશે. રાજ્યભરમાંથી 12 સાયન્સમાં જુના કોર્સના 23 હજાર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. તો આ વર્ષે જેલમાંથી 175 જેટલા કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. 

Mar 4, 2020, 03:40 PM IST

બોર્ડની પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ અટકાવવા શિક્ષણ વિભાગે બનાવી ખાસ એપ્લિકેશન

5 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ (board exam) શરૂ થઈ રહી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ગેરરીતિ અટકાવવા માટે વિશેષ એપ્લિકેશન (Application) તૈયાર કરવામાં આવી છે. 'પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન' નામથી તૈયાર કરાયેલી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી શિક્ષણ વિભાગ પરીક્ષાના સીલ બંધ કવર તેમજ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા પર સીધી નજર રાખવાનો પ્રયાસ કરશે. 'પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન' તમામ પરીક્ષા કેન્દ્રના સ્થળ નિરીક્ષકોએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવાનો રહેશે.

Feb 27, 2020, 02:04 PM IST