ગુજરાતમાં અહીં કરોડોના ખર્ચે બન્યો છે જોખમી અંધારિયો ઓવરબ્રિજ! અડધીરાત્રે નીકળવું ખુબ જ ખતરનાક!
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલા માનસરોવર રેલવે ટ્રેક પરથી અમદાવાદ-દિલ્હીને જોડતી રેલવે લાઈન પસાર થઈ રહી છે. જેને લઇ આ રેલમાર્ગ પરથી મોટા પ્રમાણમાં ટ્રેનો પસાર થતા શહેરીજનોને અવારનવાર ફાટક બંધની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: મુખ્ય મથક પાલનપુરવાસીઓને શહેરના માનસરોવર રેલવે ફાટકની ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તે હેતુસર સરકારે કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ તો બનાવ્યો પરંતુ આ ઓવર બ્રિજ બનાવ્યાને 1-1 વર્ષ વીતવા છતાં આજ સુધી બ્રિજ પર સ્ટ્રેટ લાઈટની વ્યવસ્થા ન કરાતા શહેરીજનો માટે આ ઓવર બ્રિજ જોખમી આંધરિયો ઓવર બ્રિજ બન્યો છૅ.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલા માનસરોવર રેલવે ટ્રેક પરથી અમદાવાદ-દિલ્હીને જોડતી રેલવે લાઈન પસાર થઈ રહી છે. જેને લઇ આ રેલમાર્ગ પરથી મોટા પ્રમાણમાં ટ્રેનો પસાર થતા શહેરીજનોને અવારનવાર ફાટક બંધની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે આ હાલાકીમાંથી શહેરીજનોને મુક્તિ મળે તે હેતુસર સરકાર દ્વારા રૂ. 41.53 કરોડના ખર્ચે ઓવરબ્રિજ તો બનાવી દેવાયો પરંતુ તંત્ર જાણે ઓવરબ્રિજ પર સ્ટ્રેટ લાઈટ નાખવાનું જ ભૂલી ગયું હોય તેમ ઓવરબ્રિજ બન્યાને 1-1 વર્ષ વીતવા છતાં આજદિન સુધી તંત્ર આ ઓવરબ્રિજ પર લાઇટિંગ વ્યવસ્થા જ ન કરાતા આ ઓવરબ્રિજ અંધારિયો ઓવરબ્રિજ બન્યો છે અને લોકોને આ ઓવરબ્રિજ ઉપરથી અંધારના કારણે પ્રસાર થતા ડર લાગી રહ્યો છે તો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
મહત્વની વાત છૅ કે માનસરોવર રેલ્વે ફાટકના આ વિસ્તારમાં અગાઉ અનેક વાર ચોરી લૂંટફાટની ઘટનાઓ ઘટી ચૂકેલી છૅ. જેને લઈ આ વિસ્તાર રાત્રી માટે સંવેદનશીલ વિસ્તાર પણ માનવામાં આવી રહ્યો છૅ. તેમ છતાં બ્રિજ બનાવનાર તંત્ર અને શહેરનું પાલિકા તંત્ર બ્રિજ પર લાઇટિંગ વ્યવસ્થા કરવામાં નઠારુ સાબિત થતા પ્રજાજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છૅ અને વહેલી તકે બ્રિજ પર લાઇટિંગની વ્યવસ્થા થાય તેવી માંગ કરી રહ્યા છૅ.
જો કે એક તરફ બ્રિજ અંધારીયો બ્રિજ બન્યો છૅ તો બીજી તરફ સંવેદનસીલ વિસ્તારને લઈ અગાઉ કાર્યરત પોલીસ ચોકી પણ બ્રિજ બન્યા બાદ હટાવી લેવાતા અસામાજિક તત્વોને મોકળું મેદાન મળ્યું છૅ. જેને લઈ તંત્ર દ્વારા બ્રિજ પર લાઇટિંગ વ્યવસ્થાની સાથે સાથે આ વિસ્તારમાં ફરી પોલીસ ચોકી પણ અપાય તેવી માંગ કરી રહ્યા છૅ.
આ બ્રિજ પર લાઈટો નથી તો બહેન દીકરીઓને ચાલવું ખુબજ મુશ્કેલ છે. અહીં લાઈટો વગર કોઈ અણબનાવ બને, પથ્થરમારો થાય કોઈ જ સુવિધા નથી તો અહીં વહેલી તકે લાઈટો નાખવી જોઈએ. માનસરોવર ઓવરબ્રિજ બન્યા બાદ સ્થાનિકો છેલ્લા કેટલાય સમયથી આ અંધારિયા ઓવર બ્રિજની સમસ્યામાંથી મુક્તિ મળે તે હેતુસર તંત્ર પાસે માંગ કરી રહ્યા છૅ. પરંતુ પાલિકા પણ પોતાની પાસે બજેટ ન હોવાનું કહી હાથ અધ્ધર કરી રહી હોય તેવો ઘાટ ઘડાયો છૅ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે