ઉત્તર ગુજરાતના વધુ એક દિગ્ગજ નેતાએ છોડ્યો કોંગ્રેસનો સાથ; 100થી વધુ સમર્થકો સાથે કર્યો કેસરિયો

કોંગ્રેસના સહકારી આગેવાન જયંતિ પટેલે આજે ભાજપનો કેસરિયો ધારણ કરીને કોંગ્રેસને એક મોટો ઝટકો આપ્યો છે. જયંતિ પટેલ સાબર ડેરીમાં ડિરેક્ટર છે અને કોંગ્રેસના સહકારી આગેવાન છે. ઉત્તર ગુજરાતમાંથી વધુ એક નેતાએ કોંગ્રેસનો સાથ છોડતા ખળભળાટ મચ્યો છે.

ઉત્તર ગુજરાતના વધુ એક દિગ્ગજ નેતાએ છોડ્યો કોંગ્રેસનો સાથ; 100થી વધુ સમર્થકો સાથે કર્યો કેસરિયો

બ્રિજેશ દોશી/ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. ફરી એકવાર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ઉત્તર ગુજરાતમાંથી વધુ એક નેતાએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે અને ભાજપનો કેસરિયો ધારણ કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે કોંગ્રેસના સહકારી આગેવાન જયંતિ પટેલ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે જયંતિ પટેલ સાબર ડેરીમાં ડિરેકટર છે અને કોંગ્રેસના સહકારી આગેવાન છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના સહકારી આગેવાન જયંતિ પટેલે આજે ભાજપનો કેસરિયો ધારણ કરીને કોંગ્રેસને એક મોટો ઝટકો આપ્યો છે. જયંતિ પટેલ સાબર ડેરીમાં ડિરેક્ટર છે અને કોંગ્રેસના સહકારી આગેવાન છે. ઉત્તર ગુજરાતમાંથી વધુ એક નેતાએ કોંગ્રેસનો સાથ છોડતા ખળભળાટ મચ્યો છે. એટલું જ નહીં, જયંતિ પટેલ સાથે તેમના 100થી વધુ સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં જયંતિ પટેલ અને તેમના સમર્થકો ભાજપમાં જોડાયા છે.

પ્રાસંગિક ઉદબોધન દરમ્યાન સીઆર પાટીલે પ્રધાનમંત્રી મોદીએ કરેલા કાર્યોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તમે અમારા પર વિશ્વાસ મૂકીને જોડાયા તો અમારી પણ જવાબદારી છે કે તમને સાચવીશું. વર્તમાનમાં યુક્રેન પરિસ્થિતિ મુદ્દે કેન્દ્ર સરકારની કાર્યવાહીને પણ તેમણે બિરદાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news