જેઠાલાલની એન્ટ્રી થતા જ દોડી પડી બબીતાજી, શૂટ-બૂટમાં દિલીપ જોશી જમાવ્યો વટ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને ખૂબ જ પંસદ કરવામાં આવે છે. શોમાં બબીતાજી માટે જેઠાલાલનો પ્રેમ કોઈથી છૂપાયેલો નથી. હવે બંનેનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

જેઠાલાલની એન્ટ્રી થતા જ દોડી પડી બબીતાજી, શૂટ-બૂટમાં દિલીપ જોશી જમાવ્યો વટ

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ટીવી પર છેલ્લા એક દાયકાથી રાજ કરી રહ્યું છે. આ સીરિયલ દરેક ઉંમરના લોકોની ફેરવેટ છે. શોમાં જેઠાલાલ (દિલીપ જોશી) અને બબીતાજી (મુનમુન દત્તા) નો રોલ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. બબીતાજી માટે જેઠાલાલનો પ્રેમ કોઈથી છૂપાયેલો નથી. બબીતાજી ક્યાંય પણ હોય જેઠાલાલ ત્યાં પહોંચી જાય છે. હવે દિલીપ જોશી અને મુનમુન દત્તાનો એક વીડિયો સામે આવ્યો છે જે ઇન્ટરનેટ પર તહેલકો મચાવી રહ્યો છે.

જેઠાલાલને જોઈ પોતાને રોકી ન શકી બબીતાજી
રવિવારના 21 મો આઇટીએ એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં દિલીપ જોશી અને મુનમુન દત્તા સામેલ થયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે, દિલીપ જોશીને જોઈ મુનમુન દત્તા તેમની તરફ દોડીને આવે છે અને નજીક આવી તેમની સાથે હાથ મિલાવે છે. આ દરમિયાન મુનમુન દત્તા વ્હાઈટ કલરના ગાઉનમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ત્યારે દિલીપ જોશી રેડ બ્લેઝર અને પેન્ટમાં હેન્ડસમ લાગી રહ્યા છે. ત્યારબાદ બંને સ્ટાર કેમેરા સામે પોઝ આપી ફોટો ક્લિક કરાવે છે.

લોકોએ ખૂબ જ ઉડાવી દિલીપ જોશીની રમૂજ
દિલીપ જોશી અને મુનમુન દત્તાનો આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ દિલીપ જોશીની રમૂજ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- જેઠાજી અહીં પણ ફ્લર્ટ કરે છે. બીજાએ કોમેન્ટ કરી- ટપુના પપ્પા આ શું? કોઈએ લખ્યું- જેઠાજી થોડા નજીક તો જાઓ. ત્યારે વધુ એક યુઝરે લખ્યું જેઠાજી શરમાઈ રહ્યા છે.

શોનું એનિમેટેડ વર્ઝન થયું શરૂ
જણાવી દઈએ કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક સફળ શો છે જેમાં દિલીપ જોશી અને મુનમુન દત્તા સિવાય શૈલેષ લોઢા, અમિત ભટ્ટ, મંદાર ચંદવાકર, તનુજ મહાશબ્દે, શ્યામ પાઠક જેવા સ્ટાર્સે કામ કર્યું છે. હવે આ શોનું એનિમેટેડ વર્ઝન આવી ગયું છે જે Netflix પર 24 ફેબ્રુઆરી, 2022 થી શરૂ થયું છે. ખાસ વાત એ છે કે આ શો નેટફ્લિક્સ પર 'તારક મહેતા કા છોટા ચશ્મા'ના નામથી લોન્ચ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news