જો તમે 24 કલાકમાં પાકિસ્તાન કનેક્શન લાવો છો તો આ કેસમાં કેમ કોઈ કનેક્શન નથી નીકળતું?: જગદીશ ઠાકોર

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું છે કે, ભાજપે પોલીસને ટાર્ગેટ આપ્યો છે. આ કેસમાં ભાજપના ધારાસભ્યએ જ પાર્ટીની પોલ ખોલી છે. તમને બધા કનેક્શન તાત્કાલિક મળી જાય છે તો પૈસા ઉઘરાવવામાં કેમ કોઈ કનેક્શન નીકળતું નથી. 

 જો તમે 24 કલાકમાં પાકિસ્તાન કનેક્શન લાવો છો તો આ કેસમાં કેમ કોઈ કનેક્શન નથી નીકળતું?: જગદીશ ઠાકોર

ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલા ગંભીર આક્ષેપોને લીધે ખળભળાટ મચી ગયો છે, ત્યારે હવે મંત્રી અને સાંસદે પણ ગોવિંદ પટેલના નિવેદનને સમર્થન આપ્યુ છે. રાજકોટ પોલીસ કમિશનર પર આક્ષેપ મુદ્દે રાજનીતિ તેજ થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે એક નિવેદન આપ્યું છે.

જગદીશ ઠાકોરનું નિવેદન
એક પછી એક ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર નિશાન સાંધી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું છે કે, ભાજપે પોલીસને ટાર્ગેટ આપ્યો છે. આ કેસમાં ભાજપના ધારાસભ્યએ જ પાર્ટીની પોલ ખોલી છે. તમને બધા કનેક્શન તાત્કાલિક મળી જાય છે તો પૈસા ઉઘરાવવામાં કેમ કોઈ કનેક્શન નીકળતું નથી. 

કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલનું નિવેદન
જગદીશ ઠાકોરે જણાવ્યું કે, જો તમે 24 કલાકમાં પાકિસ્તાન કનેક્શન લાવો છો તો આ કેસમાં કેમ કોઈ કનેક્શન નથી નીકળતું? કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે પણ ભાજપ અને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતની સિસ્ટમમાં ભાજપે ભ્રષ્ટાચાર નાખ્યો છે.

કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગૂરૂનું નિવેદન
ઈન્દ્રનીલ રાજ્યગૂરૂએ જણાવ્યું હતું કે નીતિન ભારદ્વાજ અને મનોજ અગ્રવાલે લૂંટ ચલાવી છે. IAS અને IPSને એજન્ટ બનાવીને કામે લગાડ્યા છે. ભાજપ ધારાસભ્યની ફરિયાદ છતાં કાર્યવાહી કેમ નહીં? ભાજપના નેતાઓ હવે આરોપો કરે છે અત્યાર સુધી ક્યાં હતા? લોકો વચ્ચે જઈને બોલવા કરતાં રામભાઇ સસ્પેન્ડ કરાવે તો ખરા કહેવાય. ભાજપ સરકાર ભ્રષ્ટ અધિકારીને સસ્પેન્ડ નહીં કરે, કારણ કે ભાજપની નીતિ લોકશાહી વિરોધની છે. સરકાર જ ભ્રષ્ટાટારીઓને છાવરી રહી છે. જો હિંમત હોય તો મનોજ અગ્રવાલને સસ્પેન્ડ કરી બતાવે. ફરી ક્યારેય પાછા ન આવે તેવા પગલા લઇ બતાવે.

રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાનું નિવેદન
ઉલ્લેખનીય છે કે, ગોવિંદ પટેલના લેટર બોમ્બ બાદ હવે મંત્રી અરવિંદ રૈયાણી અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ મેદાને આવ્યા છે. મંત્રી અરવિંદ રૈયાણીએ આઠ દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી કડક કાર્યવાહીની માગ કરી હોવાની વિગતો સામે આવી છે. રામ મોકરિયાએ પણ ઝી 24 કલાકને જણાવ્યું કે, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દરેક કામ માટે રૂપિયા લે છે અને અમે તે અંગેની રજૂઆત કરી છે. વધુમાં રામ મોકરિયાએ કહ્યું કે, મારી રજૂઆત છે કે મનોજ અગ્રવાલને સારી જગ્યાએ ન મૂકાય. ભ્રષ્ટાચાર કરે તે તમામ પોલીસ અધિકારીઓનો વારો આવશે, તેવું પણ રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news