વડોદરામાં દંપતી કચરાપેટીમાં ખોરાક શોધવા મજબૂર, ગરીબી, લાચારી અને પેટની ભૂખની આગની આ કહાની આટલેથી અટકતી નથી...
સમાજ કે સરકાર શું કોઈને કામ પણ અપાવી ન શકે, ત્યારે વડોદરામાં પટેલ સુપરમાર્કેટ પાસે મુકાયેલી કચરા પેટીમાંથી એક્ષપાયરી ડેટના ફૂડ પેકેટો વીણી પેટનો ખાડો પૂરતા મૂળ કરજણ તાલુકાના વેમાર ગામના દંપતીમાં પતિની ડ્રાઇવિંગની નોકરી છીનવાઈ ગયા બાદ કઈ કામ ન મળતા કચરો વિણવાનું શરૂ કર્યું.
Trending Photos
ઝી ન્યૂઝ/વડોદરા: ગતિશીલ ગુજરાતની કડવી હકીકત સામે આવી છે. જેમાં વડોદરામાં એક દંપતીને કચરાપેટીમાંથી ખોરાક શોધવાનો વારો આવ્યો છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે પતિની નોકરી છીનવાયા બાદ કામ ન મળતા કચરો વિણવાનું શરૂ કર્યું, પરંતુ તેમ છતાં સ્થિતિ કપરી બનતા કચરાપેટીમાંથી ખોરાક શોધવાનો વખત આવ્યો છે. આ દંપતી મૂળ કરજણ તાલુકાના વેમાર ગામનું હોવાનું બહાર આવ્યું છે.
સમાજ કે સરકાર શું કોઈને કામ પણ અપાવી ન શકે, ત્યારે વડોદરામાં પટેલ સુપરમાર્કેટ પાસે મુકાયેલી કચરા પેટીમાંથી એક્ષપાયરી ડેટના ફૂડ પેકેટો વીણી પેટનો ખાડો પૂરતા મૂળ કરજણ તાલુકાના વેમાર ગામના દંપતીમાં પતિની ડ્રાઇવિંગની નોકરી છીનવાઈ ગયા બાદ કઈ કામ ન મળતા કચરો વિણવાનું શરૂ કર્યું. બેકારી, ગરીબીના દારુણ દ્રશ્યો અને માનવજાત, સમાજ તેમજ સરકારને પણ શર્મશાર કરી વિચાર કરી દેતી ઘટના ભરૂચમાંથી બહાર આવી છે.
આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે વડોદરાના પટેલ સુપરમાર્કેટમાં મુકેલી કચરા પેટીમાંથી સારા ઘરના દેખાતા એક દંપતી કઈ શોધી રહ્યાં હતાં. દોઢ મહિનાથી નોકરીની શોધખોળ કરતા યુવક અને યુવતીને કઈ કામ નહીં મળતા કચરો વિણવાનું શરૂ કેયું હતું. જોકે કચરો વીણી મળતા 30 થી 40 રૂપિયાથી બન્નેનો પેટનો ખાડો પુરાઈ રહ્યો નથી. માતા-પિતાના અવસાન બાદ ધો. 10 પાસ અને ડ્રાઇવિંગ કરતા યુવકને ફરી કામ નહીં મળતા ભરૂચમાં આવી કચરો વિણવાની શરૂઆત કરી હતી.
જોકે બેકારી, ગરીબી, લાચારી અને પેટની ભૂખની આગની આ કહાની આટલેથી અટકતી નથી. દંપતી સુપર માર્કેટની કચરા પેટીમાં કોઈ વેપારી દુકાનદારે નાખી દીધેલો એક્ષપાયરી ડેટના ફૂડ પેકેટનો જથ્થો વીણતી હતી. જેને તેઓએ પોતાની જઠરાગ્નિ ઠારવામાં કામ લાગશે તેમ કહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે