ગુજરાતમાં કથળતી કોરોનાની સ્થિતિના 10 શોકિંગ વીડિયો, જેમાં હકીકતની ભયાનક્તા સમજાઈ જશે
ગુજરાતમાં કોરોનાની બ્રેક ફેલ થઈ ગઈ છે. પરિસ્થિતિ એટલી હદે ગંભીર બની છે કે, સરકારને સાચા આંકડા છુપાવવાનો પણ ડર લાગી રહ્યો છે. સરકારના આંકડા કરતા જમીની વાસ્તવિકતા સાવ અલગ છે. તેથી બધુ જ જનતા જર્નાદનના હાથમાં છે. જેટલી સલામતી રાખશો, તેટલું સારું છે. હાલ ગુજરાતની પરિસ્થિતિ કેટલી હદે કથળી રહી છે તે માટે અહી 10 એવા વીડિયો રજૂ કર્યાં છે, જેમાં બધુ સમજાઈ જશે. સરકાર ક્યાં કેટલી ખોટી છે તે પણ સમજાઈ જશે. 10 વીડિયોમાં જુઓ ગુજરાતના મહત્વના સમાચાર....
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાની બ્રેક ફેલ થઈ ગઈ છે. પરિસ્થિતિ એટલી હદે ગંભીર બની છે કે, સરકારને સાચા આંકડા છુપાવવાનો પણ ડર લાગી રહ્યો છે. સરકારના આંકડા કરતા જમીની વાસ્તવિકતા સાવ અલગ છે. તેથી બધુ જ જનતા જર્નાદનના હાથમાં છે. જેટલી સલામતી રાખશો, તેટલું સારું છે. હાલ ગુજરાતની પરિસ્થિતિ કેટલી હદે કથળી રહી છે તે માટે અહી 10 એવા વીડિયો રજૂ કર્યાં છે, જેમાં બધુ સમજાઈ જશે. સરકાર ક્યાં કેટલી ખોટી છે તે પણ સમજાઈ જશે. 10 વીડિયોમાં જુઓ ગુજરાતના મહત્વના સમાચાર....
સુરતમાં કોરોનાની સારવાર લેવા નંદુરબાર, ધુલિયા અને જલગાંવથી લોકો આવી રહ્યાં છે. એક વકીલ પોતાના પિતાની સારવાર કરાવવા સુરતની યુનિક હોસ્પિટલમાં પહોંચ્યા હતા. બાદમાં વકીલ અને તેમની માતા પણ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે સારવાર કરાવવાવા ના પૈસા ન હોવાને કારણે હોસ્પિટલના પગથિયાં પર જ તેઓ સારવાર મેળવી રહ્યાં છે.
કોરોના આઉટ ઓફ કંટ્રોલ થતા હવે સુરત ડેન્ઝર ઝોનમાં મુકાયું છે. કોરોનાથી થતા મોતાના આંકડા અંગે ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં મોટા ખુલાસો થયો છે. સુરતના કતારગામના અશ્વનિકુમાર સ્મશાન ગૃહમાં મૃતદેહના ખડકલા જોવા મળી રહ્યા છે. તો મોતના આંકડા છુપાવવા ગેસ ટનલની લાઈની પાછલ તંત્ર મૃતદેહમાં આખુ ગોડાઉન ઉભું કરી દીધું. જેમાં મૃતદેહના અંતિમ સંસ્સકાર માટે 15 કલાક સુધી રાહ જોવી પડી રહી છે. આખી રાત સ્મશાનમાં કાઢીને સ્વજનો અંતિમવિધિ માટે રાહ જોતા રહે છે. પરંતુ આ સુરતની વાસ્તવિક સ્થિતિ છે. તંત્ર ભલે સબ સલામત હોવાના દાવા કરે. પરંતુ મૃતદેહ માટે ગોડાઉન બનાવવું પડે તો સ્થિતિ કેવી છે તે સમજી શકાય છે. એક જ એમ્બ્યુલન્સમાં 2-2 મૃતદેહ લાવવામાં આવી રહ્યા છે. સ્મશાનમાં મૃતદેહની કતારો લાગી છે. છતાં તંત્ર કહે છે સ્થિતિ કંટ્રોલમાં છે. હજુ સમય છે સુરતીઓ ચેતી જજો. ઘરમાં રહીને સુરક્ષિત રહેશો નહીં તો સ્થિતિ ક્યાં જઈને અટકશે તેનો અંદાજો પણ નથી લગાવી શકાય. મંજુરાના ધારાસબ્ય સાથે ZEE 24 કલાકે વાતચીત કરાત હર્ષ સંઘવીએ કહ્યું હું ખુદ સ્મશાન ગૃહમાં જઈને તપાસ કરીશ. પરંતુ સુરતીઓ માટે ખતરાની ઘંટી વાગી ગઈ છે.
કોરોના સંક્રમણ વકરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટ અને મોરબીની મુલાકાતે છે. તેઓ હૉસ્પિટલોની સ્થિતિ અને કોરોના સંક્રમણ રોકવાની રણનીતિ પર ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. તમને જણાવી દઈએ કે, મોરબીમાં કોરોનાની સ્થિતિ વકરતી જઈ રહી છે, જેથી હવે મોરબીના દર્દીઓને રાજકોટમાં રિફર કરવામાં આવી રહ્યાં છે.
ગુજરાતમાં માત્ર 27 ટકા જ કોરોનાના RT-PCR ટેસ્ટ થાય છે તેવી માહિતી સામે આવી છે. 70 ટકાની કેન્દ્રની ભલામણ સામે ગુજરાતમાં ટેસ્ટનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળ્યું છે. પ્રધાનમંત્રી મોદી પણ ગુજરાતમાં RT-PCR ટેસ્ટનું પ્રમાણ વધારવાની ભલામણ કરી ચૂક્યા છે.
સુરતમાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે તંત્રએ મોટો નિર્ણય લીધો છે. સુરતમાં મહાનગરપાલિકાએ શિક્ષકોને સ્મશાન ગૃહોમાં ફરજ સોંપાઈ છે. મૃતદેહ ગણતરી માટે કર્મચારી સાથે શિક્ષકો પણ હાજર રહેશે. શિક્ષકોને સોંપાયેલી કામગીરીથી શિક્ષકોમાં રોષ વ્યાપી ગયો છે. મૃતકોની સંખ્યા વધતા તંત્રએ તેમને આ જવાબદારી સોંપી છે. હવે શિક્ષકો પાસે પણ મૃતદેહની ગણતરીની કામગીરી કરાશે.
રોજકોટમાં કોરોનાના કહેરથી સ્મશાનમાં લાંબી કતારો લાગી છે. ZEE 24 કલાકના રિયાલિટીમાં તંત્રના દાવાની પોલ ખુલ્લી પડી છે. રાજકોટના બાપુનગર સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહની કતારો લાગી છે. જેથી હવે ઈલેક્ટ્રિકના બદલે લાકડાથી અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી છે. એક જ એમ્બ્યુલન્સમાં 2-2 મૃતદેહ લાવવાની ફરજ પડી રહી છે. મૃત્યુ અંગે સ્મશાનના અને સત્તાવાર આંકડામાં મોટો તફાવત જોવા મળ્યો છે.
રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં વધુ 34 પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. છેલ્લા છ દિવસથી ક્રમશ: મોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે. વધતા મોતથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના મૃત્યુઆંક ઘટાડવા નક્કર આયોજન કરવું જરૂરી બની ગયું છે.
ભરૂચમાં કોવિડ સ્મશાનમાં ગતરોજ 24 કલાકમાં 20 મૃતદેહોની અંતિમક્રિયા કરાઈ છે. એક દિવસમાં અંતિમક્રિયાનો સૌથી મોટો આંકડો નોંધાયો છે. વધતા મૃત્યુઆંકનાં કારણે દાતાઓએ સ્મશાનની 8 નવી સગડીઓ દાન કરી. સાથે આજે સ્મશાનની ક્ષમતા વધારી દેવાઈ છે. કોવિડ સ્મશાનમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંક 20 મૃતદેહોના અગ્નિસંસ્કાર કોવિડ સ્મશાન ખાતે થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે