Gujarat Corona Update: કોરોનાના રેકોર્ડબ્રેક 1081 કેસ નોંધાયા, 782 દર્દી સાજા થયા

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 15 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવતા હતા. જો કે છેલ્લા 4 દિવસથી 1000થી પણ વધારે કેસ આવી રહ્યા છે. આજે તો રેકોર્ડ બ્રેક 1081 નવા દર્દીઓ નોંધાયા હતા. જો કે સામે પક્ષે 782 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં આજના દિવસમાં કુલ 13944 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિ દિવસ 214.52 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. આજ રોજ રાજ્યનાં 22 લોકોનાં મોત નિપજ્યાં છે. 

Gujarat Corona Update: કોરોનાના રેકોર્ડબ્રેક 1081 કેસ નોંધાયા, 782 દર્દી સાજા થયા

અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 15 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવતા હતા. જો કે છેલ્લા 4 દિવસથી 1000થી પણ વધારે કેસ આવી રહ્યા છે. આજે તો રેકોર્ડ બ્રેક 1081 નવા દર્દીઓ નોંધાયા હતા. જો કે સામે પક્ષે 782 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં આજના દિવસમાં કુલ 13944 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિ દિવસ 214.52 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. આજ રોજ રાજ્યનાં 22 લોકોનાં મોત નિપજ્યાં છે. 

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 13,944 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિદિન 214.52 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6,20,662 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજ રોજ રાજ્યમાં 1081 દર્દી રાજ્યનાં વિવિધ જિલ્લામાં નોંધાયેલા છે. આજ રોજ 782 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. 

જુદા જુદા જિલ્લાઓમાં 4,57,317 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,55,585 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. 1732 લોકોને ખાનગી અથવા સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આજનાં રાજ્યના એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો હાલ કુલ 12795 એક્ટિવ કેસ છે. જ્યારે 87 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 12708 સ્ટેબલ છે. 39612 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2305 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં આજના દિવસમાં 22 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશન 10, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 1, જુનાગઢ 1, કચ્છ 1, રાજકોટ 1, અને સુરતમાં 1 સહિત કુલ 22 નો સમાવે થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news