Gujarat Election 2022: કોંગ્રેસ ઉમેદવારનો વધુ એક વીડિયો વાયરલ, 'હું કંઈ બચ્ચન કે હેમામાલિની નથી કે...'

Gujarat Election 2022: પાટણ કૉંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલનો વધુ એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાયરલ વીડિયોમાં કિરીટ પટેલના આડકતરી રીતે ભાજપ પર ચાબખા માર્યા હતા.

Gujarat Election 2022: કોંગ્રેસ ઉમેદવારનો વધુ એક વીડિયો વાયરલ, 'હું કંઈ બચ્ચન કે હેમામાલિની નથી કે...'

Gujarat Election 2022, પ્રેમલ ત્રિવેદી/પાટણ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે. ત્યારે પાટણમાં કોંગ્રેસના ઉમેદવારનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલનો આ વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ સભામાં જનમેદની જોઈ બોલ્યા કે આપણે કોઈ જાદુગર નથી લાવ્યા...

પાટણ કૉંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલનો વધુ એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાયરલ વીડિયોમાં કિરીટ પટેલના આડકતરી રીતે ભાજપ પર ચાબખા માર્યા હતા. જનમેદની જોઈ કિરીટ પટેલે જણાવ્યું કે આપણે કોઈ જાદુગર આવ્યો નથી. હું કંઈ અમિતા બચ્ચન નથી કે હેમામાલિની નથી કે તમે મને જોવા આવ્યા હોય. 

મહત્વનું છે કે, ભાજપના ઉમેદવારના પ્રચારમાં સ્ટાર પ્રચારકોને લઈ કિરીટ પટેલે ભાજપ પર પ્રહારો કર્યા હતા. પાટણનાં અંબાજી નેળિયામાં યોજાયેલ પોતાની ચુંટણી સભા દરમિયાન આડકતરી રીતે ભાજપ પર ચાબખા માર્યા હતા.

પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે  યોજાશે મતદાન
1 ડિસેમ્બરે 19 જિલ્લામાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતદાન કરશે. જેમાં 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરુષ મતદારો મતદાન કરશે અને 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો મતદાન કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news