Botad Gujarat Chutani Result 2022 બોટાદમાં મોટો અપસેટ, AAP ઉમેદવારે બધાને પછાડ્યા
Botad Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
Trending Photos
botad Gujarat Chutani Result 2022: બોટાદમાં આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારે તમામ હરિફોને પછાડ્યા છે. આ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા જીત તરફ આગળ વધી રહ્યા છે. અત્રે જણાવવાનું કે બોટાદ વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના ઉમેદવારોનો પોતપોતાના જ પક્ષના કાર્યકરોએ વિરોધ કર્ય હતો. કોંગ્રેસે પોતાના ઉમેદવારને બદલ્યા, તો ભાજપે પોતાના કાર્યકરોનો રોષ શાંત કરાવ્યો.
બોટાદ વિધાનસભા બેઠકઃ-
બોટાદ વિધાનસભા બેઠક આ વખતે એટલે ચર્ચામાં રહી કારણકે કોંગ્રેસે ઉમેદવારને મેન્ડેટ આપી દીધા પછી ઉમેદવાર બદલ્યા. પહેલા કોંગ્રેસે અહીં રમેશ મેરને ટિકિટ આપી હતી જો કે મનહર પટેલ અને તેમના સમર્થક કાર્યકરોએ નારાજગી દર્શાવતા ઉમેદવાર બદલી મનહર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા. ન માત્ર કોંગ્રેસ પરંતુ ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણી સામે પણ નારાજગીના સૂર ઉઠ્યા હતા. સિનિયર નેતા સૌરભ પટેલની ટિકિટ કપાતા જો કે ભાજપે પોતાના ઉમેદવાર યથાવત રાખી કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા.
બોટાદ વિધાનસભા મતવિસ્તાર - બોટાદ વિધાનસભા (107) ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલ છે અને ભાવનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ, કુલ 356354 વસ્તીમાંથી 63.43% ગ્રામીણ અને 36.57% શહેરી વસ્તી છે. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)નો ગુણોત્તર કુલ વસ્તીમાંથી અનુક્રમે 6.4 અને 0.19 છે. 2019ની મતદાર યાદી મુજબ, આ મતવિસ્તારમાં 268175 મતદારો અને 306 મતદાન મથકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મતદાન 59.89% હતું. જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં તે 68.3% હતું.
રોજીદ કેમિકલ કાંડ પણ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં બોટાદ બેઠક માટે મહત્વનો મુદ્દો બની શકે.
2022ની ચૂંટણીઃ-
પક્ષ ઉમેદવાર (હેડર)
ભાજપ ઘનશ્યામ વિરાણી
કોંગ્રેસ મનહર પટેલ
આપ ઉમેશ મકવાણા
2017ની ચૂંટણીઃ-
બોટાદ બેઠક (Botad assembly seat) પર ભાજપના ટોચના નેતા સૌરભ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર ડી.એમ કલાઠીયાનો માત્ર 906 મતોથી પરાજય થયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, 906 મત કરતાં વધુ મત તો નોટામાં પડ્યા હતા.
2012ની ચૂંટણી:-
વર્ષ 2012ની ચૂંટણીમાં આ બેઠક પરથી ઠાકરશી મણિયા ભાજની ટિકિટ પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે